Bhavnagar: પૂના જતી ફલાઈટ કેન્સલ થતાં પેસેન્જરો રઝળ્યા, એરપોર્ટ પર મચાવ્યો હોબાળો
ટેક્નિકલ કારણોસર ફલાઈટ રદ કરવામાં આવતા તમામ પેસેન્જરોએ એરપોર્ટ પર મોટો હોબાળો મચાવ્યોસ્પાઈસ જેટ એરલાઈન્સની ભાવનગરથી પુના જતી ફ્લાઈટ કરવામાં આવી કેન્સલ મેનેજમેન્ટ દ્વારા પેસેન્જરોને પૈસા રિફંડ કરવાની અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપવામાં આવી ભાવનગર એરપોર્ટ ઉપર પેસેન્જરોએ મોટો હોબાળો મચાવ્યો છે. ભાવનગરથી પુનાની સાંજે ઉપડતી ફ્લાઈટ કોઈ ટેક્નિકલ કારણોસર રદ કરવામાં આવતા તમામ પેસેન્જરોએ એરપોર્ટ પર મોટો હોબાળો મચાવ્યો હતો. સ્પાઈસ જેટની પૂના જતી ફ્લાઈટના 90 પેસેન્જર રઝળી પડ્યા ઉલ્લેખનીય છે કે સ્પાઈસ જેટ એરલાઈન્સની ભાવનગરથી પુના સાંજે 17.55 કલાકે ઉપડતી ફ્લાઈટમાં કોઈ ટેક્નિકલ સમસ્યા હોવાના કારણોસર ફલાઈટ રદ કરવાની જાણકારી આપતા જ પેસેન્જરો અકળાયા હતા અને તમામ લોકોએ એરપોર્ટ ઉપર ભારે હોબાળો મચાવ્યો હતો. તમને જણાવી દઈએ કે પૂના જતી ફ્લાઈટમાં આશરે 90 જેટલા પેસેન્જરો ફ્લાઈટ કેન્સલ થતા રઝળી પડ્યા હતા. જો કે સ્પાઈસ જેટ એરલાઈન્સના મેનેજમેન્ટ દ્વારા પેસેન્જરોને પૈસા રિફંડ કરવાની અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી. અમદાવાદમાં પણ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા પેસેન્જરોનો હોબાળો તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પણ ટેક્નિકલ ખામી સર્જાતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. ફલાઈટ મુંબઈથી ટેક ઓફ થાય તે પહેલાં તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાનું ધ્યાનમાં આવતા પેસેન્જરો અટવાઈ પડ્યા હતા. આ ફ્લાઇટ બપોરે અમદાવાદ પહોંચીને સાંજે 5.30એ મુંબઈ જવા રવાના થતી હોય છે. જોકે ફ્લાઈટમાં ખામી સર્જાતા અમદાવાદ અને મુંબઈ બંને એરપોર્ટ પર તમામ પેસેન્જરો રઝળી પડ્યા હતા. ત્યારે ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીને કારણે ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફ્લાઈટો બુક કરાવનારા મુસાફરોને મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જુલાઈ મહિનામાં અમદાવાદથી દિલ્હી, ગોવા અને મુંબઈ જતી ત્રણ ફ્લાઈટ રદ થઈ હતી જુલાઈ મહિનામાં પણ અમદાવાદ એરપોર્ટથી સ્પાઈસ જેટની દિલ્હી, ગોવા અને મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઇટ અચાનક રદ કરવામાં આવતા તમામ પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ સાથે સ્પાઈસ જેટની દુબઈની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને પણ 8 કલાક બાદ રીશિડયુલ કરવામાં આવતા પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે સ્પાઈસ જેટના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીના કારણે એરક્રાફ્ટ ગ્રાઉન્ડિંગ કરવામાં આવતા ફ્લાઈટો રદ કરવામાં આવી હતી અને આ અંગે મુસાફરોને વહેલા જાણ કરી દેવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ટેક્નિકલ કારણોસર ફલાઈટ રદ કરવામાં આવતા તમામ પેસેન્જરોએ એરપોર્ટ પર મોટો હોબાળો મચાવ્યો
- સ્પાઈસ જેટ એરલાઈન્સની ભાવનગરથી પુના જતી ફ્લાઈટ કરવામાં આવી કેન્સલ
- મેનેજમેન્ટ દ્વારા પેસેન્જરોને પૈસા રિફંડ કરવાની અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપવામાં આવી
ભાવનગર એરપોર્ટ ઉપર પેસેન્જરોએ મોટો હોબાળો મચાવ્યો છે. ભાવનગરથી પુનાની સાંજે ઉપડતી ફ્લાઈટ કોઈ ટેક્નિકલ કારણોસર રદ કરવામાં આવતા તમામ પેસેન્જરોએ એરપોર્ટ પર મોટો હોબાળો મચાવ્યો હતો.
સ્પાઈસ જેટની પૂના જતી ફ્લાઈટના 90 પેસેન્જર રઝળી પડ્યા
ઉલ્લેખનીય છે કે સ્પાઈસ જેટ એરલાઈન્સની ભાવનગરથી પુના સાંજે 17.55 કલાકે ઉપડતી ફ્લાઈટમાં કોઈ ટેક્નિકલ સમસ્યા હોવાના કારણોસર ફલાઈટ રદ કરવાની જાણકારી આપતા જ પેસેન્જરો અકળાયા હતા અને તમામ લોકોએ એરપોર્ટ ઉપર ભારે હોબાળો મચાવ્યો હતો. તમને જણાવી દઈએ કે પૂના જતી ફ્લાઈટમાં આશરે 90 જેટલા પેસેન્જરો ફ્લાઈટ કેન્સલ થતા રઝળી પડ્યા હતા. જો કે સ્પાઈસ જેટ એરલાઈન્સના મેનેજમેન્ટ દ્વારા પેસેન્જરોને પૈસા રિફંડ કરવાની અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી.
અમદાવાદમાં પણ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા પેસેન્જરોનો હોબાળો
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પણ ટેક્નિકલ ખામી સર્જાતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. ફલાઈટ મુંબઈથી ટેક ઓફ થાય તે પહેલાં તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાનું ધ્યાનમાં આવતા પેસેન્જરો અટવાઈ પડ્યા હતા. આ ફ્લાઇટ બપોરે અમદાવાદ પહોંચીને સાંજે 5.30એ મુંબઈ જવા રવાના થતી હોય છે. જોકે ફ્લાઈટમાં ખામી સર્જાતા અમદાવાદ અને મુંબઈ બંને એરપોર્ટ પર તમામ પેસેન્જરો રઝળી પડ્યા હતા. ત્યારે ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીને કારણે ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફ્લાઈટો બુક કરાવનારા મુસાફરોને મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
જુલાઈ મહિનામાં અમદાવાદથી દિલ્હી, ગોવા અને મુંબઈ જતી ત્રણ ફ્લાઈટ રદ થઈ હતી
જુલાઈ મહિનામાં પણ અમદાવાદ એરપોર્ટથી સ્પાઈસ જેટની દિલ્હી, ગોવા અને મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઇટ અચાનક રદ કરવામાં આવતા તમામ પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ સાથે સ્પાઈસ જેટની દુબઈની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને પણ 8 કલાક બાદ રીશિડયુલ કરવામાં આવતા પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે સ્પાઈસ જેટના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીના કારણે એરક્રાફ્ટ ગ્રાઉન્ડિંગ કરવામાં આવતા ફ્લાઈટો રદ કરવામાં આવી હતી અને આ અંગે મુસાફરોને વહેલા જાણ કરી દેવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.