Bhavnagar: દિવાળી વેકેશન પૂરું થતા ભાવનગર માર્કેટિંગ યાર્ડ લાભપાંચમમાં ધમધમ્યું
આજ થી દિવાળી વેકેશન પૂરું થતા ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં લાભ પાંચમ ના શુભ મુહૂર્ત થી આજ થી યાર્ડ માં હરરાજી નો પ્રારંભ થયો છે ત્યારે આજ થી યાર્ડમાં ડુંગળી,કપાસ,મગફળી સહિત ની આવક આવવા લાગી છે અને શરૂઆતથી ભાવોમાં પણ વધારો જોવા મળ્યો છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે, આવાને આવા ભાવો જો મળતા રહેશે તો ખેડૂતોને ફાયદો થાય એમ છે.લાભ પાંચમ ના દિવસ થી આજ થી માર્કેટિંગ યાર્ડ માં ડુંગળી,મગફળી અને કપાસ અનાજ કઠોળ સહિત ની આવક થવા લાગી છે. આજ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની 1000 થી વધુ ગુણી તેમજ કપાસ 3000 મણ અને મગફળી પણ 5000 થી વધુ ગુણી ની આવક થવા પામી હતી. માર્કેટિંગ યાર્ડ આજ ડુંગળીના ભાવો 400 થી 900 સુધીના બોલાયા હતા અને કપાસ ના ભાવો પણ 1200 થી 1400 અને મગફળી ના ભાવો 1000 થી 1900 ના ભાવો જોવા મળ્યા હતા. દિવાળી વેકેશન પૂર્ણ થતાં યાર્ડ માં આજ મબલખ આવક થઈ હતી અને સાથોસાથ આ વર્ષે પડેલા વરસાદને કારણે પણ ખેડૂતોને પાક પણ પૂરો મળ્યો હતો એના કારણે ખેડૂતોને આ વર્ષે સારા ભાવો મળવાની આશા ખેડૂતો અને વેપારીએ સેવી હતી.આજ થી લાભ પાંચમ થી શરૂ થયેલી યાર્ડ ની હરરાજીમાં ડુંગળી કપાસ અને મગફળી ના સારા ભાવો જોવા મળ્યા હતા. પરંતુ ખેડૂતો નું માનવું છે કે આજ ના દિવસે મુહૂર્ત સાચવવા માટે વેપારીઓ ભાવ ને વધુ ઉપર લઈ જતા હોય છે જો આવા ને આવા ભાવો જળવાઈ રહે તો ખેડૂતો ને ફાયદો થાય એમ છે. થોડા દિવસો બાદ જ્યારે મગફળી અને ડુંગળી ની આવક મબલખ થાય છે ત્યારે ભાવ નીચા થઈ જાય છે અને ખેડૂતો ને પણ યોગ્ય ભાવ મળતા નથી. ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવે છે. આ વર્ષે કમોસમી વરસાદ અને પાકમાં આવી ગયેલા સુકારો તેમજ ડુંગળી નમી જવી વગેરે નુકશાની થવા પામી છે ત્યારે જો ડુંગળી ના ભાવો નીચા જવા પામશે તો ખેડૂતો ને ડુંગળી માં કોઈ ફાયદો થાય એમ નથી.ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં આજ થી શરૂ થયેલી હરરાજી માં સારા ભાવો થી હરરાજી શરૂ થઈ છે પરંતુ જો આવનારા સમય માં ડુંગળી કપાસ અને મગફળી ના ભાવો જો નીચા જાય તો ખેડૂતો ની સ્થિતિ વધુ કફોડી બનશે તેવું ખેડૂતો નું માનવું છે ત્યારે સરકાર ટેકા ના ભાવે ખરીદી કરે તેવી આશા પણ ખેડૂતો રાખી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજ થી દિવાળી વેકેશન પૂરું થતા ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં લાભ પાંચમ ના શુભ મુહૂર્ત થી આજ થી યાર્ડ માં હરરાજી નો પ્રારંભ થયો છે ત્યારે આજ થી યાર્ડમાં ડુંગળી,કપાસ,મગફળી સહિત ની આવક આવવા લાગી છે અને શરૂઆતથી ભાવોમાં પણ વધારો જોવા મળ્યો છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે, આવાને આવા ભાવો જો મળતા રહેશે તો ખેડૂતોને ફાયદો થાય એમ છે.
લાભ પાંચમ ના દિવસ થી આજ થી માર્કેટિંગ યાર્ડ માં ડુંગળી,મગફળી અને કપાસ અનાજ કઠોળ સહિત ની આવક થવા લાગી છે. આજ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની 1000 થી વધુ ગુણી તેમજ કપાસ 3000 મણ અને મગફળી પણ 5000 થી વધુ ગુણી ની આવક થવા પામી હતી. માર્કેટિંગ યાર્ડ આજ ડુંગળીના ભાવો 400 થી 900 સુધીના બોલાયા હતા અને કપાસ ના ભાવો પણ 1200 થી 1400 અને મગફળી ના ભાવો 1000 થી 1900 ના ભાવો જોવા મળ્યા હતા. દિવાળી વેકેશન પૂર્ણ થતાં યાર્ડ માં આજ મબલખ આવક થઈ હતી અને સાથોસાથ આ વર્ષે પડેલા વરસાદને કારણે પણ ખેડૂતોને પાક પણ પૂરો મળ્યો હતો એના કારણે ખેડૂતોને આ વર્ષે સારા ભાવો મળવાની આશા ખેડૂતો અને વેપારીએ સેવી હતી.
આજ થી લાભ પાંચમ થી શરૂ થયેલી યાર્ડ ની હરરાજીમાં ડુંગળી કપાસ અને મગફળી ના સારા ભાવો જોવા મળ્યા હતા. પરંતુ ખેડૂતો નું માનવું છે કે આજ ના દિવસે મુહૂર્ત સાચવવા માટે વેપારીઓ ભાવ ને વધુ ઉપર લઈ જતા હોય છે જો આવા ને આવા ભાવો જળવાઈ રહે તો ખેડૂતો ને ફાયદો થાય એમ છે. થોડા દિવસો બાદ જ્યારે મગફળી અને ડુંગળી ની આવક મબલખ થાય છે ત્યારે ભાવ નીચા થઈ જાય છે અને ખેડૂતો ને પણ યોગ્ય ભાવ મળતા નથી. ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવે છે. આ વર્ષે કમોસમી વરસાદ અને પાકમાં આવી ગયેલા સુકારો તેમજ ડુંગળી નમી જવી વગેરે નુકશાની થવા પામી છે ત્યારે જો ડુંગળી ના ભાવો નીચા જવા પામશે તો ખેડૂતો ને ડુંગળી માં કોઈ ફાયદો થાય એમ નથી.
ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં આજ થી શરૂ થયેલી હરરાજી માં સારા ભાવો થી હરરાજી શરૂ થઈ છે પરંતુ જો આવનારા સમય માં ડુંગળી કપાસ અને મગફળી ના ભાવો જો નીચા જાય તો ખેડૂતો ની સ્થિતિ વધુ કફોડી બનશે તેવું ખેડૂતો નું માનવું છે ત્યારે સરકાર ટેકા ના ભાવે ખરીદી કરે તેવી આશા પણ ખેડૂતો રાખી રહ્યા છે.