Bharuch: જંબુસરમાં પવન ફૂંકાતા વૃક્ષો થયા ધરાશાયી, વાહનચાલકો અટવાયા

May 29, 2025 - 11:30
Bharuch: જંબુસરમાં પવન ફૂંકાતા વૃક્ષો થયા ધરાશાયી, વાહનચાલકો અટવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના ઘણા શહેરોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા લોકોનું જીવન અસરગ્રસ્ત થયું છે. વરસાદના લીધે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને મુશ્કેલી ભોગવી પડે છે. તો ક્યાંક ભારે પવન ફૂંકાતા વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેના લીધે વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયેલ છે. રસ્તાઓ પર વૃક્ષો પડતા વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી છે. ભરુચના જંબુસરમાં ભારે પવન ફૂંકાયો હતો. જેના લીધે વૃક્ષો ધરાશાયી થયા હતા.

વૃક્ષો ધરાશાયી થયા

ભરુચ જિલ્લાના જંબુસર પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના લીધે ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવન ફૂંકાતા જંબુસરમાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. તો નહાર કાવી રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થતા વાહનવ્યવહાર અટકી ગયો હતો. વાહન વ્યવહાર અટકી જતાં વાહનચાલકો અટવાયા હતા. લોકો ખૂબ જ હેરાન અને પરેશાન થઈ ગયેલ જોવા મળ્યા હતા. ભારે પવનના લીધે પણ વાહનચાલકોએ વૃક્ષો હટે તેની રાહ જોવી પડી હતી.

વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા

જંબુસરના નહાર કાવી રોડ પર વૃક્ષો ધરાશાયી થતા લોકોને ખુબ જ મુશ્કેલી ભોગવી પડી હતી. વાહનવ્યવહાર ઠપ થતા સ્થાનિકો આગળ આવ્યા હતા. સ્થાનિકોએ વૃક્ષોને હટાવવાની કામગીરીની શરુઆત કરી હતી.જેના લીધે રસ્તો ખુલતા વાહનવ્યવહાર પુન:કાર્યરત થયો હતો.ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિક રહીશોને ચાલવામાં હાલાકી ભોગવવી પડી હતી. તો ભારે પવન ફૂંકાતા વીજપોલ પણ ધરાશાયી થયા હતા. જેના લીધે વીજ પુરવઠો પણ ઠપ થઈ ગયો હતો.જેના લીધે લોકોને લાઈટ વગર રહેવું પડ્યું હતું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0