Bharuch News: 7 કરોડના મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાના જામીન મંજૂર કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચમાં મનરેગા યોજનામાં કૌભાંડ બહાર આવ્યા બાદ પોલીસે કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા સહિત 6 આરોપીની ધરપકડ કરી હતી.આ કૌભાંડમાં પ્રાથમિક તપાસમાં હીરા જોટવાની કંપનીઓ તથા તેમના પરિવારના ખાતામાં 5 કરોડથી વધારે રકમ જમા થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં આરોપીઓના રિમાન્ડ પણ મંજૂર કરાયા હતાં. હવે કોંગ્રેસના નેતા હીરા જોટવાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
ભરૂચ ચીફ કોર્ટે હીરા જોટવાના જામીન કર્યા મંજુર
ભરૂચ મનરેગા કૌભાંડમાં ભરૂચ ચીફ કોર્ટે કોંગ્રેસના નેતા હીરા જોટવાના જામીન મંજૂર કર્યા છે. એક એક લાખના બે સધ્ધર જામીન રાખીને કોર્ટે જામીનનો હુકમ કર્યો છે. કોર્ટમાં હીરા જોટવાના વકીલ કિરણ ઠાકોર દ્વારા દલીલ કરવામાં આવી હતી. જામીન મળ્યા બાદ હીરા જોટવા પોતાના ગામમાં પહોંચ્યા હતાં.મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા અને ઓપરેટર રાકેશ ટેલરની અટકાયત કરવામાં આવ્યા બાદ કોર્ટે 6 દિવસમાં રિમાન્ડ આપ્યા હતા.
મનરેગાના કામોમાં 7 કરોડનું કૌભાંડ થયું હતું
ભરૂચના ત્રણ તાલુકામાં મનરેગા યોજના હેઠળ કામગીરી માટે એજન્સીઓને કામ સોંપાયું હતું. આ એજન્સીઓએ કામગીરી કાગળ પર બતાવીને સીધા જ મસમોટી રકમના બિલ મુકી કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ કેસની તપાસમાં 70થી વધુ લોકોના નિવેદન નોંધ્યા હતાં. મનરેગા યોજનામાં 7.30 કરોડનું કૌભાંડ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
What's Your Reaction?






