Bharuch: જંબુસરના મગણાદ ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, ઉત્તર પ્રદેશના 25 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત

Mar 8, 2026 - 10:30
Bharuch: જંબુસરના મગણાદ ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, ઉત્તર પ્રદેશના 25 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જંબુસર તાલુકાના મગણાદ ગામ પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. જીયો પેટ્રોલ પંપ નજીક બે મોટરસાયકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત

મળતી માહિતી મુજબ, મગણાદ ગામના નાકા પાસે આવેલા જીયો પેટ્રોલ પંપ નજીક બે બાઈકો સામસામે ભટકાયા હતા. આ અકસ્માતમાં મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અહીં રહીને કામ કરતા 25 વર્ષીય મહાવીર રાજેન્દ્ર યાદવને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે મહાવીરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ જંબુસર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Morbi: માળિયાના સરવડ પાસે ટેન્કરે એસટી બસને પાછળથી ઠોકી, બસ વીજપોલ તોડી ગટરમાં ઉતરી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0