Banaskatha :તાણા રત્નાકર સ્ક્વેરમાં કચરાના ઢગ, સફાઈ વ્યવસ્થા સામે સવાલ

Sep 17, 2026 - 03:30
Banaskatha :તાણા રત્નાકર સ્ક્વેરમાં કચરાના ઢગ, સફાઈ વ્યવસ્થા સામે સવાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઓગડ તાલુકાના તાણા ગ્રામ પંચાયતની હદમાં આવેલા રત્નાકર સ્ક્વેર વિસ્તારમાં નિયમિત સફાઈના અભાવે ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળતાં સ્થાનિકો અને વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. જાહેર અવરજવરના સ્થળો તથા સીડીઓની આસપાસ પ્લાસ્ટિક, કાગળ, ખાદ્યપદાર્થોના રેપર સહિતનો કચરો ફેલાયેલો હોવાની સ્થિતિ સામે આવી છે. રત્નાકર સ્ક્વેરમાં બેન્ક ઓફ્ બરોડા, આઈસીઆઈસીઆઈ બેન્ક, મુથૂટ ફાઇનાન્સ સહિત વિવિધ ઓનલાઇન સેવાઓ અને નાણાકીય સંસ્થાઓ આવેલી હોવાથી અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. આવા મહત્વના જાહેર વિસ્તારમાં કચરો લાંબા સમય સુધી એકઠો રહેતા દુર્ગંધ તેમજ મચ્છર-માખીનો ઉપદ્રવ વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત દ્વારા વિસ્તારમાં નિયમિત સફાઈ કરવામાં આવે તેમજ કચરો એકઠો ન થાય તે માટે પૂરતી કચરાપેટીઓ મૂકવામાં આવે અને નિયમિત કચરો ઉપાડવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી જરૂર છે. રત્નાકર સ્ક્વેર વિસ્તારમાં તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરી સ્વચ્છતા જાળવવા સ્થાનિકોએ માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0