Banaskanthaના અંબાજી મંદિરમાં 13 જાન્યુઆરી 2025થી માતાજીના પ્રાગોટયોત્સવની કરાશે ઉજવણી
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ છે. દર વર્ષે કરોડોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આગામી તા.૧૩/૦૧/૨૦૨૫ ના રોજ પોષ સુદ-૧૫ એટલે કે માતાજીનો પ્રાગોટયોત્સવ યોજાનાર છ, જેને શાકંભરી પૂનમ તરીકે મનાવવામાં આવે છે. શાકંભરી પૂનમ માતાજીના પ્રગોટયોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાચર ચોકમાં મહાશકિત યાગનું આયોજન કરવામાં આવેલ છે. આ યાગમાં ભાગ લેવા ઈચ્છુક માઈભકતોને યાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. યાગમાં ૧૦૧ હવન કુંડ/ પાટલા નોધવાના હોઈ વહેલા તે પહેલાના ધોરણે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ટેમ્પલ ઈન્સ્પેકટર કાર્યાલય (મો.૮૭૯૯૬૦૦૮૯૦) ખાતે પોતાનું નામ નોધાવી રૂા. ૧૧૦૦૦/- રોકડ/ચેક/સ્કેનરથી જમાં કરાવી પહોચ મેળવી લેવા દરેક માઈ ભકતોને શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ તરફથી વિનંતી કરાઈ છે. અંબાજી મંદિરમાં દિવાળીના સમયે સૌથી વધુ ભકતોએ કર્યા દર્શન શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શકિતપીઠમા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે ભક્તો દેશભર થી અને વિદેશથી દર્શન કરવા માટે આવી રહ્યા છે. તાજેતરમાં દીવાળી વેકેશનમાં ભકતો ગુજરાતમાં સૌથી વધુ દ્વારકા અને ત્યારબાદ અંબાજી ખાતે આવ્યા હતા. અંબાજી મંદિરમાં બે ભકતોએ કર્યુ દાન શક્તિપીઠ અંબાજી મંદિરમાં મુંબઈના બે અલગ અલગ ભક્તો દ્વારા માતાજીના ચરણોમાં સોનાના દાનની ભેટ આપવામાં આવી હતી. એક ભક્તે 1 કિલો સોનાની લગડી જેની અંદાજિત કિંમત 80 લાખ થાય છે. જ્યારે બીજા ભક્તે 520 ગ્રામ સોનાની લગડી અને 100 ગ્રામના 5 અને 20 ગ્રામના એક બિસ્કીટ ભેટ આપ્યા હતા. આમ અંબાજી મંદિરમાં બંને ભક્તે થઈને અંદાજે 1.21 કરોડ સોનાનું ગુપ્ત દાન કર્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ છે. દર વર્ષે કરોડોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આગામી તા.૧૩/૦૧/૨૦૨૫ ના રોજ પોષ સુદ-૧૫ એટલે કે માતાજીનો પ્રાગોટયોત્સવ યોજાનાર છ, જેને શાકંભરી પૂનમ તરીકે મનાવવામાં આવે છે.
શાકંભરી પૂનમ
માતાજીના પ્રગોટયોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાચર ચોકમાં મહાશકિત યાગનું આયોજન કરવામાં આવેલ છે. આ યાગમાં ભાગ લેવા ઈચ્છુક માઈભકતોને યાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. યાગમાં ૧૦૧ હવન કુંડ/ પાટલા નોધવાના હોઈ વહેલા તે પહેલાના ધોરણે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ટેમ્પલ ઈન્સ્પેકટર કાર્યાલય (મો.૮૭૯૯૬૦૦૮૯૦) ખાતે પોતાનું નામ નોધાવી રૂા. ૧૧૦૦૦/- રોકડ/ચેક/સ્કેનરથી જમાં કરાવી પહોચ મેળવી લેવા દરેક માઈ ભકતોને શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ તરફથી વિનંતી કરાઈ છે.
અંબાજી મંદિરમાં દિવાળીના સમયે સૌથી વધુ ભકતોએ કર્યા દર્શન
શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શકિતપીઠમા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે ભક્તો દેશભર થી અને વિદેશથી દર્શન કરવા માટે આવી રહ્યા છે. તાજેતરમાં દીવાળી વેકેશનમાં ભકતો ગુજરાતમાં સૌથી વધુ દ્વારકા અને ત્યારબાદ અંબાજી ખાતે આવ્યા હતા.
અંબાજી મંદિરમાં બે ભકતોએ કર્યુ દાન
શક્તિપીઠ અંબાજી મંદિરમાં મુંબઈના બે અલગ અલગ ભક્તો દ્વારા માતાજીના ચરણોમાં સોનાના દાનની ભેટ આપવામાં આવી હતી. એક ભક્તે 1 કિલો સોનાની લગડી જેની અંદાજિત કિંમત 80 લાખ થાય છે. જ્યારે બીજા ભક્તે 520 ગ્રામ સોનાની લગડી અને 100 ગ્રામના 5 અને 20 ગ્રામના એક બિસ્કીટ ભેટ આપ્યા હતા. આમ અંબાજી મંદિરમાં બંને ભક્તે થઈને અંદાજે 1.21 કરોડ સોનાનું ગુપ્ત દાન કર્યું હતું.