Banaskantha: અંબાજી નજીક વૃદ્ધ નદીમાં તણાયાં, SDRF દ્વારા શોધખોળ શરુ

છાપરીથી ડેરી ગામ વચ્ચે નદીમાં તણાયા હતા વૃદ્ધ ચાલુ વરસાદમાં કોઝવે પાર કરતા તણાયા હતા વૃદ્ધ વ્યક્તિ બારમાની વિધિમાં જઈ રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક વૃદ્ધનો નદીમાં તણાઈ જવાનો મામલો સામે આવ્યો છે. રાજસ્થાન છાપરી બોર્ડર નજીક આવેલી ડેરી ગામે આશરે 55 વર્ષના વૃદ્ધ નદીમા તણાયા હતા. કલાકો વીતવા છતાં વૃદ્ધની કોઈ ભાળ મળી નથી. છાપરીથી ડેરી ગામ વચ્ચે કોજ-વે પાર કરતા વૃદ્ધ તણાઈ ગયા હતા. રાજસ્થાન પોલીસ સાથે SDRF દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી ડેરી ગામના રહેવાસી નોનાભાઈ લાલજીભાઈ ગરાસીયા બારમાની વિધિમાં જતા હતા ત્યારે તણાઈ ગયા હતા. કોજ-વે ઉપર ભારે પાણી હોવા છતાં જીવના જોખમે પાણીમાં જતા તણાયા હતા. વહીવટીતંત્ર અને પોલીસતંત્ર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી નદીમાં રેસ્ક્યું કર્યુ હતું. ગ્રામજનો પણ જીવના જોખમે રેસ્કયુ કરતા જોવા મળ્યા હતા. મામલતદાર, એસડીએમ, પીઆઇ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક માર્ગ બંધ કરાયો હતો.

Banaskantha: અંબાજી નજીક વૃદ્ધ નદીમાં તણાયાં, SDRF દ્વારા શોધખોળ શરુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છાપરીથી ડેરી ગામ વચ્ચે નદીમાં તણાયા હતા વૃદ્ધ
  • ચાલુ વરસાદમાં કોઝવે પાર કરતા તણાયા હતા
  • વૃદ્ધ વ્યક્તિ બારમાની વિધિમાં જઈ રહ્યા હતા

બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક વૃદ્ધનો નદીમાં તણાઈ જવાનો મામલો સામે આવ્યો છે. રાજસ્થાન છાપરી બોર્ડર નજીક આવેલી ડેરી ગામે આશરે 55 વર્ષના વૃદ્ધ નદીમા તણાયા હતા. કલાકો વીતવા છતાં વૃદ્ધની કોઈ ભાળ મળી નથી. છાપરીથી ડેરી ગામ વચ્ચે કોજ-વે પાર કરતા વૃદ્ધ તણાઈ ગયા હતા.

રાજસ્થાન પોલીસ સાથે SDRF દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી

ડેરી ગામના રહેવાસી નોનાભાઈ લાલજીભાઈ ગરાસીયા બારમાની વિધિમાં જતા હતા ત્યારે તણાઈ ગયા હતા. કોજ-વે ઉપર ભારે પાણી હોવા છતાં જીવના જોખમે પાણીમાં જતા તણાયા હતા. વહીવટીતંત્ર અને પોલીસતંત્ર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી નદીમાં રેસ્ક્યું કર્યુ હતું. ગ્રામજનો પણ જીવના જોખમે રેસ્કયુ કરતા જોવા મળ્યા હતા. મામલતદાર, એસડીએમ, પીઆઇ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક માર્ગ બંધ કરાયો હતો.