Banaskantha Rain News : ચાર ઇંચ વરસાદથી ડીસા થયું જળબંબાકાર, સોસાયટીઓમાં ભરાયા વરસાદી પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લામા વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, ચાર ઇંચ વરસાદથી ડીસા જળબંબાકાર થયુ છે, હરિઓમ પાર્ક, કેશવ પાર્કમાં પાણી ભરાયા છે અને ઇન્દ્રાનગર સોસાયટી જવાના રસ્તે પાણી ભરાતા લોકો હેરાન થયા છે, પાણી ભરાતા હરિઓમ પાર્ક બેટમાં ફેરવાયો છે અને વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠાના ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ
બનાસકાંઠાના ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ઇકબાલગઢ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, ઇકબાલગઢ અંડરબ્રિજમાં પાણી ભરાયા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, ઈકબાલગઢ APMC માર્કેટમાં ભરાયા પાણી અને અમુક જણસો પલળી ગઈ હોવાની પણ વાત સામે આવી છે, ઈકબાલગઢ હાઇવેથી પંચવટી રોડ પર પાણી ભરાયા છે.
ડીસામાં ભારે વરસાદને પગલે નાનાજી દેશમુખ ગાર્ડનની દીવાલ થઈ ધરાશાયી
ડીસામાં ભારે વરસાદને પગલે નાનાજી દેશમુખ ગાર્ડનની દીવાલ થઈ ધરાશાયી થઈ છે, વહેલી સવારના સમયે ગાર્ડનમાં લોકોની ઓછી હાજરી હોવાના લીધે મોટી હોનારત ટળી હતી, વર્ષ ૨૦૧૮માં તૈયાર કરવામાં આવ્યો હતો નાનાજી દેશમુખ ગાર્ડન.
બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
મોડી રાત્રે વરસેલા વરસાદથી નદીનાળા છલકાયા છે, ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસાદથી પાણીની આવક નોંધાઈ છે, પાલનપુર, દાંતીવાડા, ડીસા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, આલવાડાનું વહેણ ફરી એકવાર જીવંત થયું છે અને રેલ નદીમાં પણ પાણી આવતા ધરતીપુત્રો ખુશ થયા છે.
What's Your Reaction?






