Banaskantha News: ઠાકોર સમાજના બંધારણ મુદ્દે વિવાદ વકર્યો, મુકેશજી ઠાકોરે કલાકારોને આપી ચીમકી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા અમલી બનાવવામાં આવેલા સામાજિક બંધારણ અને નિયમોના ઉલ્લંઘન મુદ્દે વિવાદ ગરમાયો છે. ખાસ કરીને જાણીતા કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકવાના નિર્ણય બાદ, સામાજિક આગેવાન મુકેશજી ઠાકોરે આકરા તેવરમાં નિવેદન આપ્યું છે. મુકેશજી ઠાકોરે સ્પષ્ટ કર્યું હતું કે આ બંધારણ કોઈ એક વ્યક્તિની મરજીથી નથી બન્યું.
‘આ બંધારણ કોઈ એક વ્યક્તિએ નથી બનાવ્યું’
વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણના 27 તાલુકાના સામાજિક આગેવાનો, સંતો અને 20-25 વર્ષથી નેતૃત્વ કરતા નેતાઓના અભિપ્રાય બાદ આ નિયમો ઘડાયા છે. આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાંથી કુરિવાજો અને લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ (જેમ કે ડી.જે. વગેરે) દૂર કરી સમાજને પ્રગતિના પંથે લઈ જવાનો છે. વિક્રમ ઠાકોર, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના નિવેદનો મુદ્દે મુકેશજીએ જણાવ્યું કે: ગબ્બર અને અર્જુન ઠાકોરે નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે.
સમાજે તમને મોટા બનાવ્યા છે :મુકેશજી ઠાકોર
તેમણે કલાકારોને ટોણો મારતા કહ્યું કે, "સમાજે તમને મોટા બનાવ્યા છે, જો તમે સમાજની સામે પડશો તો એકલા પડી જશો. સમાજ એ હાથીનો પગ છે, જે તમને મોટા બનાવી શકે છે એ જ તમને નાના બનાવતા પણ વાર નહીં લગાડે." આ વિવાદને પગલે ઠાકોર સમાજમાં બે ફાટા જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ પરંપરા અને સાદગીના હિમાયતી આગેવાનો છે, તો બીજી તરફ પોતાની સ્વતંત્રતાની વાત કરતા કલાકારો છે. મુકેશજીએ અંતમાં ઉમેર્યું હતું કે સમાજથી વિરુદ્ધ જઈને કોઈપણ વ્યક્તિ લાંબો સમય ટકી શકતી નથી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

