Banaskantha News : : અંબાજીમાં દર્શન માટે ભક્તોની રેકોર્ડબ્રેક ભીડ, ચારેય તરફ મા અંબાનો જયકાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. છેલ્લા 24 કલાકમાં 7 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. આ સાથે જ, છેલ્લા 4 દિવસમાં 22 લાખથી વધુ ભક્તોએ અંબાજીની મુલાકાત લીધી છે. ભક્તોનો આ પ્રવાહ દર્શાવે છે કે મા અંબા પ્રત્યેની આસ્થા અદમ્ય છે. દૂરદૂરથી આવતા ભક્તોમાં અંબાજી પહોંચવાની અને દર્શન કરવાની એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર પંથકમાં "બોલ મારી અંબે"ના નાદ ગુંજી ઉઠ્યા છે, જેનાથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું છે.
ભક્તોની સુવિધા માટે સેવાઓનું આયોજન
ભક્તોની આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને, દર્શનાર્થીઓ માટે ઉડન ખટોલા (રોપવે) એક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આજે એક જ દિવસમાં ૩૮,૯૯1 ભક્તોએ ઉડન ખટોલાનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત, આરોગ્ય વિભાગ પણ સતત સેવા આપી રહ્યું છે. અત્યાર સુધીમાં 1,77,542 લોકોની સારવાર કરવામાં આવી છે, જે દર્શાવે છે કે તંત્ર ભક્તોના સ્વાસ્થ્ય પ્રત્યે કેટલું સજાગ છે. આ વ્યવસ્થાથી લાખો ભક્તોને મોટી રાહત મળી છે.
પોલીસકર્મીઓ પણ સેવામાં જોડાયા
મેળાની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસકર્મીઓ પર હોય છે, પરંતુ અંબાજીમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું છે. ફરજ પર હાજર પોલીસકર્મીઓ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવતા નથી, પરંતુ સેવાકાર્યમાં પણ સામેલ થયા છે. તેઓ ભક્તોને મદદ કરતા, રસ્તો બતાવતા અને દર્શન માટે લાઇનમાં વ્યવસ્થા જાળવતા જોવા મળ્યા છે. આ પ્રકારનું સંકલન અને સેવાભાવ દર્શાવે છે કે આસ્થાના આ પર્વમાં દરેક વ્યક્તિ પોતાનાથી બનતી મદદ કરવા તત્પર છે. ભક્તોનું આટલું મોટું ઘોડાપૂર હોવા છતાં, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર અને પોલીસ દ્વારા સઘન પ્રયાસો થઈ રહ્યા છે.
What's Your Reaction?






