Banaskantha News : ડીસામાં ગાયત્રી મંદિર પાસે લોહીલુહાણ હાલતમાં યુવક મળ્યો, પોલીસે તપાસ શરૂ કરી...

Aug 25, 2026 - 22:30
Banaskantha News : ડીસામાં ગાયત્રી મંદિર પાસે લોહીલુહાણ હાલતમાં યુવક મળ્યો, પોલીસે તપાસ શરૂ કરી...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા ગાયત્રી મંદિર પાસે એક શખ્સ અત્યંત લોહીલુહાણ અને રક્તરંજિત હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અચાનક આ પ્રકારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં યુવક મળી આવતાં આસપાસના રહીશો અને માર્ગ પરથી પસાર થતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતાં જ જોતજોતામાં સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને વિસ્તારમાં સનસનાટી વ્યાપી ગઈ હતી.

યુવકને સારવાર અર્થે ખસેડાયો

ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક રહીશોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા તેમજ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. માહિતી મળતાં જ ડીસા ઉત્તર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. યુવકની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે એમ્બ્યુલન્સની રાહ જોયા વિના જ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક પોતાની પોલીસ વાનમાં જ બેસાડીને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો.

ડીસા ઉત્તર પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી

ડીસા ઉત્તર પોલીસે આ સમગ્ર બનાવને અત્યંત ગંભીરતાથી લઈને તાત્કાલિક અસરથી કાયદેસરની તપાસનો દોર શરૂ કર્યો છે. આ યુવક પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કે પછી અન્ય કોઈ અકસ્માત સર્જાયો છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે યુવકની સારવાર ચાલી રહી છે, જ્યારે પોલીસ તેની સત્તાવાર ઓળખ છતી કરવા અને ઘટના પાછળના સાચા કારણો બહાર લાવવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવા સહિતના પ્રયાસો હાથ ધરી રહી છે.

આ પણ વાંચો : Vav-Tharad News : રાત્રે ઘરે સૂતેલી સગીરા અચાનક ગાયબ! વાવમાં ધોરણ 11ની સગીરા રહસ્યમય રીતે ગુમ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0