Banaskantha News: અમીરગઢમાં સ્માર્ટ મીટરનો વિવાદ વકર્યો, બિલ ભર્યા છતાં વીજળી ગુલ થતા હોબાળો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ ગ્રાહકોની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થયો છે. ટેક્નોલોજીના નામે લગાવવામાં આવેલા આ મીટરો હવે લોકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બિલ ભર્યું હોવા છતાં વીજળી કપાઈ
અમીરગઢના રહીશોનો આક્ષેપ છે કે, તેઓએ નિયત સમયે વીજ બિલ ભરી દીધું હોવા છતાં, ઓનલાઇન સિસ્ટમમાં ખામીને કારણે સ્માર્ટ મીટરે આપોઆપ વીજ પુરવઠો કાપી નાખ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વીજળી ગુલ થઈ જતાં લોકોનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. ગ્રાહકોના જણાવ્યા મુજબ, સ્માર્ટ મીટરની ઓનલાઇન સિસ્ટમ અપડેટ ન થવાને કારણે પ્રામાણિક ગ્રાહકોએ પણ અંધારામાં રહેવાનો વારો આવ્યો છે.
વીજ કર્મીઓનો લેવાયો ઉધડો
આ દરમિયાન જ્યારે વીજ કંપનીના કર્મચારીઓ બાકી બિલની ઉઘરાણી માટે અમીરગઢ પહોંચ્યા ત્યારે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ગ્રામજનોએ વીજ કર્મીઓને ઘેરી લીધા હતા અને તેમનો ઉધડો લીધો હતો. વાત આટલેથી ન અટકતા, વીજ બિલના મુદ્દે લોકો અને કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા.
લોકોમાં વ્યાપક રોષ
સ્થાનિકોની માગ છે કે, સ્માર્ટ મીટરની આ ખામીયુક્ત સિસ્ટમ તાત્કાલિક સુધારવામાં આવે અથવા તેને હટાવી દેવામાં આવે. વારંવાર સર્જાતી ટેકનિકલ સમસ્યાઓ અને વીજ કંપનીની જોહુકમી સામે હવે અમીરગઢના લોકો આંદોલનના મૂડમાં જણાઈ રહ્યા છે.
આ પણ વાંચો - Vav Tharad : રાછેણા ગામના 2 પરિવારની અનોખી સમસ્યા, ફિંગરપ્રિન્ટ ન આવતા સરકારી યોજનાઓના લાભથી વંચિત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

