Banaskantha: શિયાળાની શરૂઆત થતાં બટાટાના વાવેતરના શ્રીગણેશ કરાયા
શિયાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં બટાકાના વાવેતરનો પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા પાંચ વર્ષથી મંદિના કારણે આ વખતે વાવેતર ઘટયું હતું. આ વર્ષે બિયારણના ભાવ વધતા ખેડૂતોએ બટાટાનું વાવેતર ઓછું કર્યું છે. પરંતુ ફરી એકવાર આ વખતે ખેડૂતોને સારા ભાવ મળવાની આશાએ બટાટાના વાવેતરની શરૂઆત કરી છે. બનાસકાંઠા જિલ્લાનો ડીસા પંથક સમગ્ર ભારતમાં બટાકાના હબ તરીકે પ્રસિદ્ધ છે ત્યારે આ વર્ષે બટાકાનું વાવેતર ફરી શરૂ થઈ ગયું છે. દર વર્ષે ડીસા પંથકમાં બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બટાટાના ભાવ ઓછા મળવાના કારણે આ વાવેતર ઓછું થયું હતું. ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી બટાટાના ભાવમાં ઉછાળો આવ્યો છે. જે બટાટા કોઈ 15 રૂપિયે કિલો ન ખરીદતું તે બટાટા હાલમાં 45 રૂપિયે કીલો મળી રહ્યા છે. સૌ પ્રથમ વાર બટાટાના ભાવમાં ઉછાળો આવતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે સતત પાંચ વર્ષથી બટાટાની ખેતીમાં નુકશાન વેઠતા ખેડૂતોએ ફરી એકવાર આ વર્ષે બટાકાનું વાવેતર શરૂ કર્યું છે.બટાટાના બિયારણના ભાવ વધવાના કારણે બટાટાની ખેતીમાં ઘટાડો થયો છે. ખેડૂતોનું માનવું છે કે સતત માવઠા અને બેવડી ઋતુને કારણે ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ વર્ષે પણ શરૂઆતમાં જ બટાટાના બિયારણના ભાવમાં વધારો હોવાના કારણે દર વર્ષે જે ખેડૂતો બટાટાનું વાવતેર કરતાની સાથે આ વર્ષે અન્ય જમીનમાં ખેડૂતો શાકભાજીના વાવેતર તરફ વળ્યા છે. બનાસકાંઠામાં રવિ સીઝનના વાવેતરનો પ્રારંભ થઇ ગયો છે. બટાટાના વાવેતરની દિવાળી બાદ શરૂઆત કરવામાં આવી છે. આજે મોટાભાગના ખેડૂતોએ વાવેતરના શ્રીગણેશ કર્યા છે. બનાસકાંઠામાં 50 હજાર હેક્ટર ઉપરાંત બટાટાનું વાવેતર થશે. ખેડૂતોએ દિવસ બાદ આજથી વાવેતરની શરૂઆત કરી છે. સૌથી મોંઘી ખેતી બટાટાના વાવેતરની થાય છે. જોકે બટાટા સાથે ખાતર આપી પ્લાન્ટર વડે વાવેતરનો પ્રારંભ કરીને આશા છે કે ગત વર્ષમાં જે નુકશાન થયું તે આ વર્ષે ભરપાઈ થશે અને બટાકાના સારા ભાવ મળશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શિયાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં બટાકાના વાવેતરનો પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા પાંચ વર્ષથી મંદિના કારણે આ વખતે વાવેતર ઘટયું હતું. આ વર્ષે બિયારણના ભાવ વધતા ખેડૂતોએ બટાટાનું વાવેતર ઓછું કર્યું છે. પરંતુ ફરી એકવાર આ વખતે ખેડૂતોને સારા ભાવ મળવાની આશાએ બટાટાના વાવેતરની શરૂઆત કરી છે.
બનાસકાંઠા જિલ્લાનો ડીસા પંથક સમગ્ર ભારતમાં બટાકાના હબ તરીકે પ્રસિદ્ધ છે ત્યારે આ વર્ષે બટાકાનું વાવેતર ફરી શરૂ થઈ ગયું છે. દર વર્ષે ડીસા પંથકમાં બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બટાટાના ભાવ ઓછા મળવાના કારણે આ વાવેતર ઓછું થયું હતું. ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી બટાટાના ભાવમાં ઉછાળો આવ્યો છે. જે બટાટા કોઈ 15 રૂપિયે કિલો ન ખરીદતું તે બટાટા હાલમાં 45 રૂપિયે કીલો મળી રહ્યા છે. સૌ પ્રથમ વાર બટાટાના ભાવમાં ઉછાળો આવતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે સતત પાંચ વર્ષથી બટાટાની ખેતીમાં નુકશાન વેઠતા ખેડૂતોએ ફરી એકવાર આ વર્ષે બટાકાનું વાવેતર શરૂ કર્યું છે.
બટાટાના બિયારણના ભાવ વધવાના કારણે બટાટાની ખેતીમાં ઘટાડો થયો છે. ખેડૂતોનું માનવું છે કે સતત માવઠા અને બેવડી ઋતુને કારણે ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ વર્ષે પણ શરૂઆતમાં જ બટાટાના બિયારણના ભાવમાં વધારો હોવાના કારણે દર વર્ષે જે ખેડૂતો બટાટાનું વાવતેર કરતાની સાથે આ વર્ષે અન્ય જમીનમાં ખેડૂતો શાકભાજીના વાવેતર તરફ વળ્યા છે.
બનાસકાંઠામાં રવિ સીઝનના વાવેતરનો પ્રારંભ થઇ ગયો છે. બટાટાના વાવેતરની દિવાળી બાદ શરૂઆત કરવામાં આવી છે. આજે મોટાભાગના ખેડૂતોએ વાવેતરના શ્રીગણેશ કર્યા છે. બનાસકાંઠામાં 50 હજાર હેક્ટર ઉપરાંત બટાટાનું વાવેતર થશે. ખેડૂતોએ દિવસ બાદ આજથી વાવેતરની શરૂઆત કરી છે. સૌથી મોંઘી ખેતી બટાટાના વાવેતરની થાય છે. જોકે બટાટા સાથે ખાતર આપી પ્લાન્ટર વડે વાવેતરનો પ્રારંભ કરીને આશા છે કે ગત વર્ષમાં જે નુકશાન થયું તે આ વર્ષે ભરપાઈ થશે અને બટાકાના સારા ભાવ મળશે.