Banaskantha : ઓનલાઈન ગેમમાં ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચે યુવકે કર્યું અધધધ... દેવુ, અંતે મોતને વ્હાલું કરવાનો આવ્યો વારો!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
'લાલચ એક બુરી બલા હૈ' આ કહેવત તો તમે સાંભળી હશે પરંતુ સોશિયલ મીડિયાના આ આધુનિક યુગમાં લોકો સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવાની જગ્યાએ દૂર ઉપયોગ કરી ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં કેટલીકવાર પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે. આવી જ એક ઘટના બની છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભરકાવાડા ગામે.
ઓનલાઈન ગેમ રમવાની સાથે સાથે 14 લાખ રૂપિયાનું દેવું કરી દીધું
વડગામ તાલુકાના ભરકાવાડા ગામે રહેતા અને રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મનુભાઈ પરમાર નામના યુવકે ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં એક ઓનલાઈન ગેમના રવાડે ચડ્યા હતા. પરંતુ આ ઓનલાઈન ગેમ રમવી મનુભાઈને એટલી અઘરી પડી કે વધુ પૈસા કમાવવાતો દૂર રહ્યા, પરંતુ પોતાનો જીવ જ આ ઓનલાઈન ગેમમાં થયેલા દેવાને કારણે ગુમાવવો પડ્યો. મનુભાઈ ઓનલાઈન ગેમના રવાડે ચડ્યા બાદ ઓનલાઈન ગેમ રમવાની સાથે સાથે 14 લાખ રૂપિયાનું દેવું કરી દીધું હતું. જોકે 14 લાખ રૂપિયાની ભરપાઈ ન કરી શકતા આખરે મનુભાઈને પોતાની જીવન લીલા સંકેલવી પડી. ઓનલાઈન ગેમમાં 14 લાખ રૂપિયાના દેવાનો ભોગ બનેલા મનુભાઈએ બે દિવસ અગાઉ પોતાનું દેવું ભરપાઈ ન કરી શકતા મોતને વ્હાલું કરી દીધું, પરંતુ આ ઓનલાઈન ગેમની લાલચ એ માત્ર મનુભાઈ માટે જ નહીં, પરંતુ તેમના પરિવાર માટે પણ ખુબ અઘરી સાબિત થઈ.
મનુભાઈની વિધવા માતા અને બે સંતાનો નોધારા બન્યા
મનુભાઈના પરિવારમાં તેમના બે સંતાનો અને તેમની વિધવા માતાએ મનુભાઈની કમાણી પર નિર્ભર રહી પરિવારનું ગુજરાન ચાલી રહ્યું હતું, જોકે પરિવારનું મુખ્ય આર્થિક સ્ત્રોત મનુભાઈએ જ આત્મહત્યા કરી મોતને વ્હાલું કરી દેતા મનુભાઈની વિધવા માતા અને બે સંતાનો નોધારા બન્યા છે. જો કે ગામમાં બનેલી આ ઘટનાથી ગામના લોકોમાં શોક વ્યાપ્યો છે. મૃતકના પરિવારજનો સહિત ગામના લોકો આવી ઓનલાઈન ગેમના કારણે અન્ય કોઈનો જીવ ન જાય તે માટે સરકાર પાસે માગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા વહેલી તકે આવી ઓનલાઈન ગેમો પર પ્રતિબંધ મૂકવામાં આવે અને સાથે સાથે ઓનલાઈન ગેમના કારણે જીવ ગુમાવનાર મૃતક મનુભાઈના પરિવારનો કોઈ આધાર ન હોવાથી મુખ્યમંત્રી દ્વારા તેમના રાહત ફંડમાંથી આ પરિવારને સહાય આપવામાં આવે.
What's Your Reaction?






