Banaskantha: અમીરગઢમાં સામાન્ય બાબતે એક વ્યક્તિની હત્યા, પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા
સામાન્ય બાબતમાં હત્યા કરી નાખવાની ઘટના બનાસકાંઠાના અમીરગઢના ઈકબાલગઢમાં સામે આવી છે. પતિ પત્ની ગરબા જોવા ગયા હતા અને તે દરમિયાન ત્રણ જેટલા ઈસમ પોતાની પત્ની સામે તાકી રહેતા શખ્સોને ઠપકો આપતા ત્રણેય શખ્સોએ ઠપકો આપનાર યુવકને છરીના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.બે સગીર વયના છોકરા દીપાભાઈ વાસયાની પત્નીને જોઈ રહ્યા હતા સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો મૂળ રાજસ્થાન શિરોહી જિલ્લાના કુટેચા ગામે રહેતા દીપાભાઈ સોનાભાઈ વાસિયા જેમના લગ્ન અમીરગઢ તાલુકાના વેરા ગામે થયા હતા. ત્યારે નવરાત્રિના સમયે તેઓ પોતાના સાસરીના વેરા ગામે આવ્યા હતા. જ્યાંથી બંને પતિ પત્ની રાત્રિના સમયે નવરાત્રિ જોવા માટે ઈકબાલગઢના ચામુંડા ચોક પહોંચ્યા હતા, ત્યારે ગરબા જોતા હતા તે સમયે ત્યાં ઉભેલા ચંદુભાઈ ગેનાભાઈ પરમાર તેમજ અન્ય બે સગીર વયના છોકરાઓ વારંવાર દીપાભાઈ વાસયાની પત્ની સામે તાકી રહેતા હતા. દીપાભાઈએ ઠપકો આપતાં ત્રણે ઈસમો ઉશ્કેરાઈ ગયા ત્યારે દીપાભાઈએ જોઈ જતા તેઓ પતિ પત્ની ત્યાંથી ગરબા છોડીને ઘર તરફ ચાલ્યા હતા, ત્યારે તે દરમિયાન આ ત્રણેય શખ્શો તેમની પાછળ પાછળ ગયા હતા, જ્યાં રસ્તામાં દીપાભાઈ વાસીયાએ આ ત્રણેય શખ્સોને મારી પત્ની સામે કેમ તાકી રહેતા હતા તેમ કહી ઠપકો આપવા જતાં ત્રણે ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને દીપાભાઈ વાસીયા પર છરી વડે હુમલો કરી અલગ અલગ ઈજાઓ પહોંચાડી તેમની પત્ની સામે જ મોતને ઘાટ ઉતારી દીધા હતા, ત્યારે દીપાભાઈની પત્નીએ બૂમાબૂમ કરતા આ ત્રણેય આરોપી ત્યાંથી નાસી છૂટ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી જોકે આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરાતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસે અલગ અલગ 50થી 60 જેટલા શંકાસ્પદ ઈસમોની પૂછપરછ હાથ ધરી હતી અને અલગ અલગ લોકેશન ઉપર તપાસ હાથ ધરી હતી અને અમીરગઢ PIએ પોલીસની 6 જેટલી ટીમો બનાવીને તપાસ કરતા અંતે અમીરગઢ નજીકના ડુંગરો પરથી આ ત્રણેય આરોપીઓ ઝડપાઈ ગયા હતા, જેમને અમીરગઢ પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સામાન્ય બાબતમાં હત્યા કરી નાખવાની ઘટના બનાસકાંઠાના અમીરગઢના ઈકબાલગઢમાં સામે આવી છે. પતિ પત્ની ગરબા જોવા ગયા હતા અને તે દરમિયાન ત્રણ જેટલા ઈસમ પોતાની પત્ની સામે તાકી રહેતા શખ્સોને ઠપકો આપતા ત્રણેય શખ્સોએ ઠપકો આપનાર યુવકને છરીના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
બે સગીર વયના છોકરા દીપાભાઈ વાસયાની પત્નીને જોઈ રહ્યા હતા
સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો મૂળ રાજસ્થાન શિરોહી જિલ્લાના કુટેચા ગામે રહેતા દીપાભાઈ સોનાભાઈ વાસિયા જેમના લગ્ન અમીરગઢ તાલુકાના વેરા ગામે થયા હતા. ત્યારે નવરાત્રિના સમયે તેઓ પોતાના સાસરીના વેરા ગામે આવ્યા હતા. જ્યાંથી બંને પતિ પત્ની રાત્રિના સમયે નવરાત્રિ જોવા માટે ઈકબાલગઢના ચામુંડા ચોક પહોંચ્યા હતા, ત્યારે ગરબા જોતા હતા તે સમયે ત્યાં ઉભેલા ચંદુભાઈ ગેનાભાઈ પરમાર તેમજ અન્ય બે સગીર વયના છોકરાઓ વારંવાર દીપાભાઈ વાસયાની પત્ની સામે તાકી રહેતા હતા.
દીપાભાઈએ ઠપકો આપતાં ત્રણે ઈસમો ઉશ્કેરાઈ ગયા
ત્યારે દીપાભાઈએ જોઈ જતા તેઓ પતિ પત્ની ત્યાંથી ગરબા છોડીને ઘર તરફ ચાલ્યા હતા, ત્યારે તે દરમિયાન આ ત્રણેય શખ્શો તેમની પાછળ પાછળ ગયા હતા, જ્યાં રસ્તામાં દીપાભાઈ વાસીયાએ આ ત્રણેય શખ્સોને મારી પત્ની સામે કેમ તાકી રહેતા હતા તેમ કહી ઠપકો આપવા જતાં ત્રણે ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને દીપાભાઈ વાસીયા પર છરી વડે હુમલો કરી અલગ અલગ ઈજાઓ પહોંચાડી તેમની પત્ની સામે જ મોતને ઘાટ ઉતારી દીધા હતા, ત્યારે દીપાભાઈની પત્નીએ બૂમાબૂમ કરતા આ ત્રણેય આરોપી ત્યાંથી નાસી છૂટ્યા હતા.
પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી
જોકે આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરાતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસે અલગ અલગ 50થી 60 જેટલા શંકાસ્પદ ઈસમોની પૂછપરછ હાથ ધરી હતી અને અલગ અલગ લોકેશન ઉપર તપાસ હાથ ધરી હતી અને અમીરગઢ PIએ પોલીસની 6 જેટલી ટીમો બનાવીને તપાસ કરતા અંતે અમીરગઢ નજીકના ડુંગરો પરથી આ ત્રણેય આરોપીઓ ઝડપાઈ ગયા હતા, જેમને અમીરગઢ પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.