Banaskanthaમા ફૂડ વિભાગે દરોડા પાડી શંકાસ્પદ ઘી અને ખાદ્યતેલનો જથ્થો સીઝ કર્યો
બનાસકાંઠાના ડીસામાં ડીસામાં ત્રણ પેઢીઓ પર ફૂડ વિભાગે દરોડા પાડયા છે.અમર ઈન્ડસ્ટ્રી, તાશ્વી માર્કેટિંગ,વેદાંત ફૂડ પ્રોડક્ટમાં આ દરોડા પાડવામાં આવ્યા છે અને શંકાસ્પદ ઘી અને ખાદ્યતેલનો જથ્થો સીઝ કર્યો છે,ફૂડ વિભાગે કુલ રૂપિયા 28.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સાથે સાથે 10,638 કિલો શંકાસ્પદ ઘી-તેલનો જથ્થો સીઝ કરાયો છે.પરિવાર કાઉ પ્યોર ઘી, વેદાંત કાઉ ઘીના નમૂના લેવાયા છે. અમર ઈન્ડસ્ટ્રીમાંથી સોયાબીન ઓઈલનો જથ્થો જપ્ત તહેવારો નજીક આવતાની સાથે ફૂડ વિભાગ સક્રિય બન્યું છે.જેમાં ત્રણ અલગ-અલગ પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.પરિવાર કાઉ પ્યોર ઘી અને પરિવાર પ્યોર ઘી ના નમૂના લેવામાં આવ્યા છે.અમર ઇન્ડસ્ટ્રીઝ માંથી રીફાઈન સોયાબીન ઓઇલનો જથ્થો સીઝ કરાયો છે.જિલ્લા ફૂડ વિભાગ દ્વારા મોડીરાત સુધી તપાસ હાથ ધરાઈ હતી અને નમૂના લેવામાં આવ્યા છે અને અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. બે દિવસ પહેલા માવાનો જથ્થો સીઝ કર્યો ડીસામાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં અખાદ્ય માવાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.ડીસામાં કોલ્ડ સ્ટોરેજમાં અખાદ્ય માવાનો જથ્થો પડ્યો હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે તપાસ હાથધરી હતી. જેમાં ડીસા પાલનપુર હાઇવે પર આવેલ શ્રી કેસર કોલ્ડ સ્ટોરેજમાં મુકેલો માવાના જથ્થાના સેમ્પલ લીધા હતા. માવાનો જથ્થો શંકાસ્પદ જણાતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ₹36 લાખની કિંમતનો જથ્થો સીઝ કર્યો હતો. ભેળસેળીયા વેપારીઓ થયા બેફામ બનાસકાંઠામાં ભેળસેળીયા વેપારીઓ બેફામ થયા છે.ઘી માં અન્ય પદાર્થો ભેળસેળ કરીને ઘી ના જથ્થાનું વેચાણ થતુ હોવાની વાત સામે આવતા ફૂડ વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરી છે.ફૂડ વિભાગની બાતમી મળી હતી કે સાગર ઘીના નામે લેબલ બનાવીને બજારમાં ઘી નું વેચાણ કરવામાં આવે છે ત્યારે આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા અને કાર્યવાહી કરી હતી,સાથે સાથે ઘીના નમૂના લઈ તેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા,ત્યારે શું પરિણામ આવે છે તે જોવાનું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠાના ડીસામાં ડીસામાં ત્રણ પેઢીઓ પર ફૂડ વિભાગે દરોડા પાડયા છે.અમર ઈન્ડસ્ટ્રી, તાશ્વી માર્કેટિંગ,વેદાંત ફૂડ પ્રોડક્ટમાં આ દરોડા પાડવામાં આવ્યા છે અને શંકાસ્પદ ઘી અને ખાદ્યતેલનો જથ્થો સીઝ કર્યો છે,ફૂડ વિભાગે કુલ રૂપિયા 28.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સાથે સાથે 10,638 કિલો શંકાસ્પદ ઘી-તેલનો જથ્થો સીઝ કરાયો છે.પરિવાર કાઉ પ્યોર ઘી, વેદાંત કાઉ ઘીના નમૂના લેવાયા છે.
અમર ઈન્ડસ્ટ્રીમાંથી સોયાબીન ઓઈલનો જથ્થો જપ્ત
તહેવારો નજીક આવતાની સાથે ફૂડ વિભાગ સક્રિય બન્યું છે.જેમાં ત્રણ અલગ-અલગ પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.પરિવાર કાઉ પ્યોર ઘી અને પરિવાર પ્યોર ઘી ના નમૂના લેવામાં આવ્યા છે.અમર ઇન્ડસ્ટ્રીઝ માંથી રીફાઈન સોયાબીન ઓઇલનો જથ્થો સીઝ કરાયો છે.જિલ્લા ફૂડ વિભાગ દ્વારા મોડીરાત સુધી તપાસ હાથ ધરાઈ હતી અને નમૂના લેવામાં આવ્યા છે અને અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.
બે દિવસ પહેલા માવાનો જથ્થો સીઝ કર્યો
ડીસામાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં અખાદ્ય માવાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.ડીસામાં કોલ્ડ સ્ટોરેજમાં અખાદ્ય માવાનો જથ્થો પડ્યો હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે તપાસ હાથધરી હતી. જેમાં ડીસા પાલનપુર હાઇવે પર આવેલ શ્રી કેસર કોલ્ડ સ્ટોરેજમાં મુકેલો માવાના જથ્થાના સેમ્પલ લીધા હતા. માવાનો જથ્થો શંકાસ્પદ જણાતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ₹36 લાખની કિંમતનો જથ્થો સીઝ કર્યો હતો.
ભેળસેળીયા વેપારીઓ થયા બેફામ
બનાસકાંઠામાં ભેળસેળીયા વેપારીઓ બેફામ થયા છે.ઘી માં અન્ય પદાર્થો ભેળસેળ કરીને ઘી ના જથ્થાનું વેચાણ થતુ હોવાની વાત સામે આવતા ફૂડ વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરી છે.ફૂડ વિભાગની બાતમી મળી હતી કે સાગર ઘીના નામે લેબલ બનાવીને બજારમાં ઘી નું વેચાણ કરવામાં આવે છે ત્યારે આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા અને કાર્યવાહી કરી હતી,સાથે સાથે ઘીના નમૂના લઈ તેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા,ત્યારે શું પરિણામ આવે છે તે જોવાનું રહ્યું.