Banaskanthaની હાઉસીંગ કો.ઓપ.સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપ.સોસાયટીઓના ઓડિટ જોગ સંદેશ

બનાસકાંઠા જિલ્લાની (શહેર તથા ગ્રામ્ય વિસ્તાર સહિત)ની તમામ હાઉસીંગ કો.ઓપ. સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપ. સોસાયટીઓને જણાવવામાં આવે છે કે, કૃષિ,ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય,ગાંધીનગરની સૂચના મુજબ હાઉસીંગ કો.ઓપ.સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપ.સોસાયટીઓનું તા.૩૧/૦૩/૨૦૨૪ના સમયગાળા સુધીનું ઓડિટ રજિસ્ટ્રારની પેનલ પરના ઓડીટર દ્વારા કરી શકાય તેવી મંજુરી આપવામાં આવેલ હોય.રજિસ્ટ્રારની પેનલ મંડળીની નિયામક મંડળની બેઠકમાં રજિસ્ટ્રારની પેનલ (https://rcs.gujarat.gov.in) પરના બનાસકાંઠા જિલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારના પેનલ ઓડીટરના ઠરાવથી નિમણુંક કરી તે બદલની અત્રેની કચેરીમાં જાણ કરવા તથા તા.૩૦/૦૫/૨૦૨૫ સુધીની સમય મર્યાદામાં ઓડિટ પૂર્ણ થાય તે બાબતેની જરૂરી કાર્યવાહી કરવા આથી લાગુ પડતી તમામ હાઉસીંગ કો.ઓપ. સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપ. સોસાયટીના હોદ્દેદારોએ નોંધ લેવા તથા ઓડિટ પૂર્ણ થયેથી ઓડિટ અહેવાલ સંબંધિત કચેરીઓમાં રજુ થાય તે સંબંધિત કાર્યવાહી માટે વિનંતી કરાઈ છે. કાયદા કાનુન આધીન પ્રસ્તુત અધિસુચના અન્વયે સોસાયટીના નિયામક મંડળને સહકારી કાયદા કાનુન આધીન જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવે છે. વધુ માહિતી માટે મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર,સહકારી મંડળીઓ (હાઉસીંગ), હિંમતનગર C/o જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ બનાસકાંઠાનું કાર્યાલય ઠે.પ્રથમ માળ, ડી.એસ.પી ઓફીસની પાછળ, જોરાવર પેલેસ પાલનપુર (Email: [email protected]) નંબર: ૦૨૭૪૨-૨૫૩૭૦૨ સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે.  

Banaskanthaની હાઉસીંગ કો.ઓપ.સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપ.સોસાયટીઓના ઓડિટ જોગ સંદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાની (શહેર તથા ગ્રામ્ય વિસ્તાર સહિત)ની તમામ હાઉસીંગ કો.ઓપ. સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપ. સોસાયટીઓને જણાવવામાં આવે છે કે, કૃષિ,ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય,ગાંધીનગરની સૂચના મુજબ હાઉસીંગ કો.ઓપ.સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપ.સોસાયટીઓનું તા.૩૧/૦૩/૨૦૨૪ના સમયગાળા સુધીનું ઓડિટ રજિસ્ટ્રારની પેનલ પરના ઓડીટર દ્વારા કરી શકાય તેવી મંજુરી આપવામાં આવેલ હોય.

રજિસ્ટ્રારની પેનલ
મંડળીની નિયામક મંડળની બેઠકમાં રજિસ્ટ્રારની પેનલ (https://rcs.gujarat.gov.in) પરના બનાસકાંઠા જિલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારના પેનલ ઓડીટરના ઠરાવથી નિમણુંક કરી તે બદલની અત્રેની કચેરીમાં જાણ કરવા તથા તા.૩૦/૦૫/૨૦૨૫ સુધીની સમય મર્યાદામાં ઓડિટ પૂર્ણ થાય તે બાબતેની જરૂરી કાર્યવાહી કરવા આથી લાગુ પડતી તમામ હાઉસીંગ કો.ઓપ. સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપ. સોસાયટીના હોદ્દેદારોએ નોંધ લેવા તથા ઓડિટ પૂર્ણ થયેથી ઓડિટ અહેવાલ સંબંધિત કચેરીઓમાં રજુ થાય તે સંબંધિત કાર્યવાહી માટે વિનંતી કરાઈ છે.

કાયદા કાનુન આધીન
પ્રસ્તુત અધિસુચના અન્વયે સોસાયટીના નિયામક મંડળને સહકારી કાયદા કાનુન આધીન જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવે છે. વધુ માહિતી માટે મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર,સહકારી મંડળીઓ (હાઉસીંગ), હિંમતનગર C/o જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ બનાસકાંઠાનું કાર્યાલય ઠે.પ્રથમ માળ, ડી.એસ.પી ઓફીસની પાછળ, જોરાવર પેલેસ પાલનપુર (Email: [email protected]) નંબર: ૦૨૭૪૨-૨૫૩૭૦૨ સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે.