Banaskanthaની વાવ વિધાનસભા પેટાચૂંટણીને લઈ કલેકટરે આપી મહત્વની જાણકારી, વાંચો ફુલ સ્ટોરી
ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત તા.૧૮ ઑક્ટોબરના રોજ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ મતદાન તથા તા.૨૩ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત માહિતી આપતા જણાવ્યું હતું કે, વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો નોંધાયા છે. જેમાં ૧,૬૧,૨૯૩ પુરુષ તથા ૧,૪૯,૩૮૭ સ્ત્રી મતદારો અને ૦૧ અન્ય મતદારનો સમાવેશ થાય છે. ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૮ ઑક્ટોબરથી તા.૨૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરવામાં આવશે. ૩૨૧ પોલીંગ સ્ટેશન વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં ૧,૬૧,૨૯૩ પુરૂષ, ૧,૪૯,૩૮૭ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે. કુલ ૨૫૮૧ P.W.D મતદારોનો સમાવેશ થાય છે.જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, કુલ ૦૭ સખી મતદાન મથકો, ૦૧ આદર્શ મતદાન મથક તથા ૧-૧ P.W.D અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભું કરાશે. દરેક મતદાન મથક પર મેડિકલ સ્ટાફ રહેશે. મતદાન મથકો ખાતે કુલ ૧૪૧૨ જેટલા અધિકારીશ્રી/કર્મચારીઓ ફરજ બજાવશે. રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાશે જિલ્લા કક્ષાના વેર હાઉસ ખાતે વાવ વિધાનસભા ચૂંટણી માટે ૬૨૬ સી.યું, ૬૩૪ બી.યુ અને ૬૨૩ વી.વી.પેટ ઉપલબ્ધ છે. રાજકીય પક્ષોમાં પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાશે.પોલીસ બંદોબસ્તથી લઈને તમામ પારદર્શિત કામગીરી કરવામાં આવશે. જિલ્લામાં વિવિધ કામગીરીને લઈને નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર સક્રિય હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. આચારસંહિતા લાગુ ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. ૦૭-વાવ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે તા.૧૫/૧૦/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. 1-ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ:- ૧૮/૧૦/૨૦૨૪ 2-ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- ૨૫/૧૦/૨૦૨૪ 3-ઉમેદવારી ફોર્મની ચકાસણીની તારીખ:- ૨૮/૧૦/૨૦૨૪ 4-ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ:- ૩૦/૧૦/૨૦૨૪ 5-મતદાનની તારીખ:- ૧૩/૧૧/૨૦૨૪ 6-મત ગણતરીની તારીખ:- ૨૩/૧૧/૨૦૨૪ 7-ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની છેલ્લી તારીખ:- ૨૫/૧૧/૨૦૨૪
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત તા.૧૮ ઑક્ટોબરના રોજ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ મતદાન તથા તા.૨૩ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો
બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત માહિતી આપતા જણાવ્યું હતું કે, વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો નોંધાયા છે. જેમાં ૧,૬૧,૨૯૩ પુરુષ તથા ૧,૪૯,૩૮૭ સ્ત્રી મતદારો અને ૦૧ અન્ય મતદારનો સમાવેશ થાય છે. ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૮ ઑક્ટોબરથી તા.૨૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરવામાં આવશે.
૩૨૧ પોલીંગ સ્ટેશન
વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં ૧,૬૧,૨૯૩ પુરૂષ, ૧,૪૯,૩૮૭ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે. કુલ ૨૫૮૧ P.W.D મતદારોનો સમાવેશ થાય છે.જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, કુલ ૦૭ સખી મતદાન મથકો, ૦૧ આદર્શ મતદાન મથક તથા ૧-૧ P.W.D અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભું કરાશે. દરેક મતદાન મથક પર મેડિકલ સ્ટાફ રહેશે. મતદાન મથકો ખાતે કુલ ૧૪૧૨ જેટલા અધિકારીશ્રી/કર્મચારીઓ ફરજ બજાવશે.
રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાશે
જિલ્લા કક્ષાના વેર હાઉસ ખાતે વાવ વિધાનસભા ચૂંટણી માટે ૬૨૬ સી.યું, ૬૩૪ બી.યુ અને ૬૨૩ વી.વી.પેટ ઉપલબ્ધ છે. રાજકીય પક્ષોમાં પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાશે.પોલીસ બંદોબસ્તથી લઈને તમામ પારદર્શિત કામગીરી કરવામાં આવશે. જિલ્લામાં વિવિધ કામગીરીને લઈને નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર સક્રિય હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.
આચારસંહિતા લાગુ
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. ૦૭-વાવ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે તા.૧૫/૧૦/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.
1-ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ:- ૧૮/૧૦/૨૦૨૪
2-ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- ૨૫/૧૦/૨૦૨૪
3-ઉમેદવારી ફોર્મની ચકાસણીની તારીખ:- ૨૮/૧૦/૨૦૨૪
4-ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ:- ૩૦/૧૦/૨૦૨૪
5-મતદાનની તારીખ:- ૧૩/૧૧/૨૦૨૪
6-મત ગણતરીની તારીખ:- ૨૩/૧૧/૨૦૨૪
7-ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની છેલ્લી તારીખ:- ૨૫/૧૧/૨૦૨૪