Banaskanthaના ડીસા પંથકમાં મેઘાએ બોલાવી ધળબળાટી, પાકને મળ્યું જીવતદાન
બનાસકાંઠાના ડીસા પંથકમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે,સતત ચોથા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.ખેડૂતોના પાકને સમયસર પાણી મળી રહેતા પાકને જીવતદાન મળ્યું છે.સાથે સાથે ડીસામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ડીસા પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદના કારણે ચેકડેમો છલકાઈ રહ્યાં છે. બનાસકાંઠામાં વરસાદની છે આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વરસાદની ભારે આગાહી આપવામાં આવી છે,છેલ્લા બે દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં પાટણ જિલ્લામાં પણ આગાહી કરવામાં આવી છે.સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં બે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે,જેના કારણે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમ સક્રિય હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં સાયકલોનિક સર્ક્યુલેશન સાથે અન્ય બે વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે,જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થવાની આગાહી કરવામાં આવી છે.મધ્યપ્રદેશમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે,તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે.આજે દાહોદ,મહીસાગર અને અરવલ્લીમા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહી શકે છે ગુજરાતમાં હાલમાં વરસાદની ચાર સિસ્ટમની અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજસ્થાનના જેસલમેર અને ઉદયપુર પરથી એક મોન્સૂન ટ્રફ બંગાળની ખાડી સુધી લંબાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠાના ડીસા પંથકમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે,સતત ચોથા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.ખેડૂતોના પાકને સમયસર પાણી મળી રહેતા પાકને જીવતદાન મળ્યું છે.સાથે સાથે ડીસામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ડીસા પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદના કારણે ચેકડેમો છલકાઈ રહ્યાં છે.
બનાસકાંઠામાં વરસાદની છે આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વરસાદની ભારે આગાહી આપવામાં આવી છે,છેલ્લા બે દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં પાટણ જિલ્લામાં પણ આગાહી કરવામાં આવી છે.સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં બે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે,જેના કારણે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં સાયકલોનિક સર્ક્યુલેશન સાથે અન્ય બે વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે,જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થવાની આગાહી કરવામાં આવી છે.મધ્યપ્રદેશમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે,તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે.આજે દાહોદ,મહીસાગર અને અરવલ્લીમા વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહી શકે છે
ગુજરાતમાં હાલમાં વરસાદની ચાર સિસ્ટમની અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજસ્થાનના જેસલમેર અને ઉદયપુર પરથી એક મોન્સૂન ટ્રફ બંગાળની ખાડી સુધી લંબાયો છે.