Banaskanthaના ડીસા ખાતેથી રાજયવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરાવશે પ્રારંભ

છેવાડાના વ્યક્તિઓને સરકારની યોજનાઓનો લાભ પહોંચી શકે તે હેતુથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૯થી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ આ પરંપરાને આગળ ધપાવતા ચાલુ વર્ષે ૨૭ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી ગરીબ કલ્યાણ મેળો ૨૦૨૪નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. આ દિવસે રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ ગરીબ કલ્યાણ મેળા યોજાશે. 27 સપ્ટેમ્બરથી થશે મેળાનો પ્રારંભ ડીસા ખાતેથી આયોજિત મેળામાં મુખ્યમંત્રીના હસ્તે સરકારની અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓને આપવામાં આવશે. જે અંતર્ગત માનવ ગરીમા યોજના, કુંવરબાઈનું મામેરુ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, માનવ કલ્યાણ યોજના, વહાલી દિકરી યોજના,માં અમૃતમ યોજના, વ્યક્તિગત આવાસ યોજના, ખેતીવાડી સહિત લાભાર્થીઓને સરકારશ્રીના અનેક વિભાગોના યોજનાકીય લાભો આપવામાં આવશે. લાભાર્થીઓને મળશે લાભ બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે કુલ ૧૧,૨૭૪ લાભાર્થીઓને રૂ. ૪૫.૮૦ કરોડ રકમના યોજનાકીય લાભ આપવામાં આવશે. ગરીબ કલ્યાણ મેળા થકી છેવાડાના વ્યક્તિઓને એક જ સ્થળ પરથી ઘણાબધા લાભ મળી રહે છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજનાકીય લાભ મળશે. અલગ-અલગ યોજનાનો મળે છે ગરીબોને લાભ આ ગરીબ કલ્યાણ મેળામાં વ્યક્તિલક્ષી યોજનાઓ, માનવ ગરીમા યોજના, કુંવરબાઇનું મામેરૂ, ડો. આંબેડકર આવાસ યોજના, વિદેશ અભ્યાસ લોન યોજના, પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના, વન સંરક્ષણ અને વિકાસની યોજના, નિર્ધુમ ચૂલા, વૃક્ષ ખેતી યોજના, વિકેંદ્રિત પ્રજા નર્સરી, વ્યક્તિગત આવાસ યોજના, વ્હાલી દીકરી યોજના, ખેતીવાડી યોજના, પશુપાલન વિભાગની યોજના, બાગાયત વિભાગની યોજના, માનવ ક્લ્યાણ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મા અમૃતમ યોજના, મિશન મંગલમ યોજના વગેરેના લાભાર્થીઓને લાભ અપાય છે.

Banaskanthaના ડીસા ખાતેથી રાજયવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરાવશે પ્રારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છેવાડાના વ્યક્તિઓને સરકારની યોજનાઓનો લાભ પહોંચી શકે તે હેતુથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૯થી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ આ પરંપરાને આગળ ધપાવતા ચાલુ વર્ષે ૨૭ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી ગરીબ કલ્યાણ મેળો ૨૦૨૪નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. આ દિવસે રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ ગરીબ કલ્યાણ મેળા યોજાશે.

27 સપ્ટેમ્બરથી થશે મેળાનો પ્રારંભ

ડીસા ખાતેથી આયોજિત મેળામાં મુખ્યમંત્રીના હસ્તે સરકારની અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓને આપવામાં આવશે. જે અંતર્ગત માનવ ગરીમા યોજના, કુંવરબાઈનું મામેરુ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, માનવ કલ્યાણ યોજના, વહાલી દિકરી યોજના,માં અમૃતમ યોજના, વ્યક્તિગત આવાસ યોજના, ખેતીવાડી સહિત લાભાર્થીઓને સરકારશ્રીના અનેક વિભાગોના યોજનાકીય લાભો આપવામાં આવશે.

લાભાર્થીઓને મળશે લાભ

બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે કુલ ૧૧,૨૭૪ લાભાર્થીઓને રૂ. ૪૫.૮૦ કરોડ રકમના યોજનાકીય લાભ આપવામાં આવશે. ગરીબ કલ્યાણ મેળા થકી છેવાડાના વ્યક્તિઓને એક જ સ્થળ પરથી ઘણાબધા લાભ મળી રહે છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજનાકીય લાભ મળશે.

અલગ-અલગ યોજનાનો મળે છે ગરીબોને લાભ

આ ગરીબ કલ્યાણ મેળામાં વ્યક્તિલક્ષી યોજનાઓ, માનવ ગરીમા યોજના, કુંવરબાઇનું મામેરૂ, ડો. આંબેડકર આવાસ યોજના, વિદેશ અભ્યાસ લોન યોજના, પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના, વન સંરક્ષણ અને વિકાસની યોજના, નિર્ધુમ ચૂલા, વૃક્ષ ખેતી યોજના, વિકેંદ્રિત પ્રજા નર્સરી, વ્યક્તિગત આવાસ યોજના, વ્હાલી દીકરી યોજના, ખેતીવાડી યોજના, પશુપાલન વિભાગની યોજના, બાગાયત વિભાગની યોજના, માનવ ક્લ્યાણ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મા અમૃતમ યોજના, મિશન મંગલમ યોજના વગેરેના લાભાર્થીઓને લાભ અપાય છે.