Aravalli: મેઘરજમાં ધોધમાર વરસાદ, આંબાવાડી વિસ્તારમાં ભરાયા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. જૂનના મધ્યસપ્તાહથી રાજ્યમાં અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદનું જોર જોવા મળ્યું છે. અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદથી આંબાવાડી વિસ્તારમાં ભરાયા પાણી છે. રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મેઘરજમાં 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.
લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે અને ધોધમાર વરસાદના કારણે હાઈવે અને કોઝવે તૂટયા છે. તો કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે. સમગ્ર સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે. ચોમાસાના પહેલા જ વરસાદમાં રાજ્યના અનેક જળાશયોના સ્તરમાં સામાન્ય કરતા વધુ વધારો થયો છે. દરમિયાન આજે ભારે વરસાદને પગલે રાજ્યના 14 જળાશય હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં મેઘો મુશળધાર
રાજયમાં આજે ભારે વરસાદને પગલે અનેક સ્થળાનો પર ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ત્યારે આજે અનેક સ્થાનો પર વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં અમરેલીમાં મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર અને દાહોદમાં વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરતના ગ્રામ્ય વિસ્તારોને મેઘરાજાએ તરબોળ કર્યા છે. મધ્ય ગુજરાતમાં ગઈકાલ સાંજથી વરસાદી માહોલ જામ્યો છે. અનેક ડેમમાં દરવાજા ખોલવા પડ્યા છે તો નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. આ વખતે મેઘરાજાએ લગભગ તમામ જિલ્લાઓમાં શરૂઆતથી જ મેઘમહેર વરસાવી છે. જો કે સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી.
What's Your Reaction?






