Aravalli News: કમિશનની લાલચે બેંક એકાઉન્ટ ભાડે આપનાર શખ્સની સાયબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડ

May 30, 2026 - 20:00
Aravalli News: કમિશનની લાલચે બેંક એકાઉન્ટ ભાડે આપનાર શખ્સની સાયબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકને એક મોટી સફળતા મળી છે. સાયબર ફ્રોડ અને નાણાકીય ગુનાઓમાં સંડોવાયેલા એક શાતિર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આ પકડાયેલા આરોપીએ ચેરીટેબલ ટ્રસ્ટના નામે બેંકમાં ખાતાઓ ખોલાવીને સાયબર ગુનેગારોને કમિશન અને મોટી રકમની લાલચે ભાડે આપ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ તપાસમાં બહાર આવ્યો છે.

ટ્રસ્ટના નામે બેંકોમાં ખોલાવ્યા હતા એકાઉન્ટ

સાયબર ક્રાઇમ પોલીસે વિજયનગર તાલુકાના દૃઢવાવ ગામના રહેવાસી મનીષ ગજેન્દ્રભાઈ ઉપાધ્યાય નામના એકાઉન્ટ હોલ્ડરની ધરપકડ કરી છે. આરોપી મનીષે ભિલોડા ખાતે એક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નામે કેનરા બેંક અને એક્સિસ બેંકમાં સત્તાવાર ખાતાઓ ખોલાવ્યા હતા. જોકે, આ એકાઉન્ટ્સનો ઉપયોગ કોઈ સામાજિક કાર્ય માટે નહીં, પરંતુ ગેરકાયદેસર આર્થિક વ્યવહારો કરવા માટે કરવામાં આવી રહ્યો હતો.

કમિશન અને લાલચ આપીને એકાઉન્ટસ ભાડે આપ્યા

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તેણે જીગર ચૌધરી નામના શખ્સને કેનરા બેંકનું એકાઉન્ટ 7% કમિશનની શરતે વાપરવા આપ્યું હતું. જ્યારે એક્સિસ બેંકનું એકાઉન્ટ સચિન નામના અન્ય એક શખ્સને રૂ.25 લાખની મોટી રકમ આપવાની લાલચ આપીને ભાડેથી આપી દીધું હતું. સાયબર ગુનેગારો દ્વારા આ એકાઉન્ટ્સનો ઉપયોગ છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવા માટે થતો હોવાની શંકા છે. હાલ પોલીસે બેંક એકાઉન્ટ ભાડે આપનાર મુખ્ય સૂત્રધાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ નેટવર્કમાં જોડાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0