Aravalliમાં મહિલા પોલીસકર્મીએ હેડ ક્વાર્ટરમાં કર્યો આપઘાત, પોલીસ થઈ દોડતી
અરવલ્લી પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે પોલીસ હેડ કવાર્ટરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જેને લઈ પોલીસ પણ દોડતી થઈ હતી,રીટાબેન નામની મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.આપઘાત પાછળનું કારણ અકબંધ છે.તો પોલીસને ઘટના સ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી.હાલ તપાસનો દોર ચાલુ છે. પોલીસે પરિવારની કરી પૂછપરછ પોલીસે સમગ્ર ઘટનામાં પરિવારના સભ્યોની પૂછપરછ હાથધરી છે,ત્યારે મહિલા પોલીસ કર્મીના આપઘાત પાછળનું કારણ અકબંધ છે.મહિલાએ કેમ આપઘાત કર્યો તેને લઈ કોઈ કારણ હાલમાં સામે આવ્યું નથી.ટાઉન પોલીસ અને LCB પોલીસે તપાસ હાથધરી છે,મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ પરિવારને મૃતદેહ સોંપવામા આવશે,પોલીસે મૃતક મહિલાનો ફોન જપ્ત કર્યો છે. 15-08-2024ના રોજ અમદાવાદમાં પોલીસકર્મીએ કર્યો આપઘાત અમદાવાદ પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી જીતેન્દ્ર વાજાએ પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરતા પોલીસબેડામાં શોકનો માહોલ છવાયો હતો.સ્વાતંત્રતા પર્વના દિવસે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્રારા મૃતક પોલીસ કોન્સ્ટેબલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 03-05-2024ના રોજ ભરૂચમાં પણ પોલીસકર્મીએ કર્યો આપઘાત ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાળાએ પોતાના હથિયારની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો,કેમ આપઘાત કર્યો તેને લઈ હજી કારણ અકબંધ છે,તો પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. 29 ફેબ્રુઆરી 2024 મહિલા કોન્સ્ટેબલનો આપઘાત અમદાવાદમાં 29 ફેબ્રુઆરીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે અંગે તપાસ કરતા મહિલા કોન્સ્ટેબલે પ્રેમીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.તો પોલીસે તેના પ્રેમી સામે પણ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો,તો બીજી તરફ પ્રેમીને પણ લાગી આવતા તેણે પણ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. 5 માર્ચ 2024ના રોજ અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. જેમાં પોલીસની તપાસ દરમિયાન ઘરેથી ચોપડામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મહીલા પોલીસકર્મીએ મિત્રના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ આ યુવક તેણીને નોકરી છોડી દેવા માટે દબાણ કરતો હતો અને ઊંઘવા પણ દેતો ન હતો. એટલું જ નહીં આખી રાત વીડિયો કોલ ચાલુ રાખતો અને શંકા રાખતો હતો. જે અંગે વાસણા પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી. 16 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજવાતી મહિલા પોલીસકર્મી આરતીબેન આપઘાત કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો. Srp 2 કવાટર્સમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે મહિલા પોલીસ કર્મીએ પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતુ. નરોડા પોલીસે અકસ્માતે મોત નોંધીને ઝીંણવટપૂર્વક તપાસ શરૂ કરી હતી. 18 માર્ચ 2024 મહિલા કોન્સ્ટેબલનો આપઘાત સુરતમાં એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી,મહિલા કોન્સ્ટેબલે કે જેઓ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા અને અચાનક આપઘાત કરી લેતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી,ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.તો પોલીસને મૃતક મહિલા પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરવલ્લી પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે પોલીસ હેડ કવાર્ટરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જેને લઈ પોલીસ પણ દોડતી થઈ હતી,રીટાબેન નામની મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.આપઘાત પાછળનું કારણ અકબંધ છે.તો પોલીસને ઘટના સ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી.હાલ તપાસનો દોર ચાલુ છે.
પોલીસે પરિવારની કરી પૂછપરછ
પોલીસે સમગ્ર ઘટનામાં પરિવારના સભ્યોની પૂછપરછ હાથધરી છે,ત્યારે મહિલા પોલીસ કર્મીના આપઘાત પાછળનું કારણ અકબંધ છે.મહિલાએ કેમ આપઘાત કર્યો તેને લઈ કોઈ કારણ હાલમાં સામે આવ્યું નથી.ટાઉન પોલીસ અને LCB પોલીસે તપાસ હાથધરી છે,મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ પરિવારને મૃતદેહ સોંપવામા આવશે,પોલીસે મૃતક મહિલાનો ફોન જપ્ત કર્યો છે.
15-08-2024ના રોજ અમદાવાદમાં પોલીસકર્મીએ કર્યો આપઘાત
અમદાવાદ પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી જીતેન્દ્ર વાજાએ પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરતા પોલીસબેડામાં શોકનો માહોલ છવાયો હતો.સ્વાતંત્રતા પર્વના દિવસે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્રારા મૃતક પોલીસ કોન્સ્ટેબલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
03-05-2024ના રોજ ભરૂચમાં પણ પોલીસકર્મીએ કર્યો આપઘાત
ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાળાએ પોતાના હથિયારની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો,કેમ આપઘાત કર્યો તેને લઈ હજી કારણ અકબંધ છે,તો પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.
29 ફેબ્રુઆરી 2024 મહિલા કોન્સ્ટેબલનો આપઘાત
અમદાવાદમાં 29 ફેબ્રુઆરીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે અંગે તપાસ કરતા મહિલા કોન્સ્ટેબલે પ્રેમીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.તો પોલીસે તેના પ્રેમી સામે પણ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો,તો બીજી તરફ પ્રેમીને પણ લાગી આવતા તેણે પણ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.
5 માર્ચ 2024ના રોજ અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. જેમાં પોલીસની તપાસ દરમિયાન ઘરેથી ચોપડામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મહીલા પોલીસકર્મીએ મિત્રના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ આ યુવક તેણીને નોકરી છોડી દેવા માટે દબાણ કરતો હતો અને ઊંઘવા પણ દેતો ન હતો. એટલું જ નહીં આખી રાત વીડિયો કોલ ચાલુ રાખતો અને શંકા રાખતો હતો. જે અંગે વાસણા પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી.
16 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજવાતી મહિલા પોલીસકર્મી આરતીબેન આપઘાત કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો. Srp 2 કવાટર્સમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે મહિલા પોલીસ કર્મીએ પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતુ. નરોડા પોલીસે અકસ્માતે મોત નોંધીને ઝીંણવટપૂર્વક તપાસ શરૂ કરી હતી.
18 માર્ચ 2024 મહિલા કોન્સ્ટેબલનો આપઘાત
સુરતમાં એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી,મહિલા કોન્સ્ટેબલે કે જેઓ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા અને અચાનક આપઘાત કરી લેતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી,ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.તો પોલીસને મૃતક મહિલા પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી.