Ankleshwar : રાજહંસ સિનેમામાં ચાલુ શો દરમિયાન ભીષણ આગ: સ્ક્રીન નંબર 3 બળીને ખાખ, જાનહાનિ નહી, Video

Aug 12, 2026 - 09:30
Ankleshwar : રાજહંસ સિનેમામાં ચાલુ શો દરમિયાન ભીષણ આગ: સ્ક્રીન નંબર 3 બળીને ખાખ, જાનહાનિ નહી, Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલા ભડકોદ્ર ગામમાં કાપોદ્રા પાટિયા પર સ્થિત રાજહંસ સિનેમામાં રાત્રે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. થિયેટરમાં ચાલુ પિક્ચર દરમિયાન અચાનક આગ ફાટી નીકળતાં પ્રેક્ષકોમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

થિયેટર નંબર 3 માં અચાનક આગ લાગી 

પ્રાપ્ત માહિતી અનુસાર, સિનેમાઘરના થિયેટર નંબર 3 માં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે સમગ્ર થિયેટર નંબર 3 બળીને ખાખ થઈ ગયું હતું. 

Fire At Rajhans Cinema Ankleshwar Bharuch No Casualties

બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં

ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં 3 થી વધુ ફાયર ફાઇટરો તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સતત બે કલાકની ભારે જહેમત બાદ આગ પર પૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

Fire At Rajhans Cinema Ankleshwar Bharuch No Casualties
તંત્ર પણ દોડતું થયું

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને DYSP સહિત GIDC પોલીસ સ્ટેશનના પી.આઈ. અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. સૌથી રાહતની વાત એ રહી કે આગની ઘટના સમયે થિયેટરમાં રહેલા તમામ લોકોને સમયસર સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેના કારણે આ ભયાનક હોનારતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ અને ટેકનિકલ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 

 



આ પણ વાંચો  :    Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0