Anand: SP યુનિવર્સિટીએ UKની ડંડી યુનિવર્સિટી સાથે કરાર કર્યા

Jul 21, 2025 - 04:30
Anand: SP યુનિવર્સિટીએ UKની ડંડી યુનિવર્સિટી સાથે કરાર કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સરદાર પટેલ યુનિવર્સિટીએ યુકેની ડંડી યુનિવર્સિટી સાથે આંતરરાષ્ટ્રિય સંયુક્ત માલિકી અને સંચાલન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગના પ્રો.હિતેન્દ્ર પટેલ અને પ્રો.સૌરવ બેનર્જી ફેકલ્ટી ઓફ મેડીસીન ડંડી યુનિવર્સિટી યુ.કે.ના એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે. પ્રોજેક્ટ હેઠળ સસ્ટેનેબલ એપ્રોચનો ઉપયોગ કરીને કેટલીક કેન્સર વિરોધી દવાઓ બનાવવામાં આવી હતી. જેમાં તેઓએ કાયનેઝ ઇનહીબીટર્સને શોધી કાઢવામાં સફળતા મળી છે. જે માનવ શરીરના કેટલાક ઓર્ગન ઉપર થતા કેન્સરને રોકવામાં મદદરૂપ થઇ શકે છે. તેના માટે તેઓએ પેટર્ન ફાઇલ કરી છે.

તેઓનું સંશોધન વર્ક યુરોપીયન જનરલ ઓફ મેડીકલ કેમેસ્ટ્રીમાં પ્રકાશીત થયું છે. જેનું કોમર્શિયલાઇઝેશન હેતુ માટે સંયુક્ત માલિકી અને સંચાલન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અંગે યુનિના કુલપતી નિરંજન પટેલે જણાવ્યુ કે આ પ્રકારના કરાર દ્વારા બન્ને યુનિવર્સિટી વચ્ચેના સંબંધોને સંશોધન કાર્યના હેતુ માટે મજબુત બનાવવાનો છે. કરાર થકી સંશોધનમાં ગ્રાઉન્ડ બ્રેકીંગ સહયોગ, શૈક્ષણિક અને વ્યવસાયિક વિકાસને પ્રોત્સાહન આપવાનો માર્ગ હવે મોકળો થયો છે. તેમજ ભાગીદારીનો હેતુ સંશોધન દ્વારા બૌધિક ગુણધર્મો અને સંયુક્ત પેટર્ન અરજીઓ વિકસાવવાનો અને કોમર્શિયલાઇઝેશનની દિશામાં સંશોધનને આગળ લઇ જવાનો છે. દવાની શોધ નવિનતામાં શ્રોષ્ઠતા માટે યુનિવર્સિટી અને ડંડી યુનિવર્સિટીની વૈશ્વિક પ્રતિષ્ઠાને મજબુત બનાવવાનો પ્રયાશ થશે. જ્યારે પ્રો.હિતેન્દ્ર પટેલે જણાવ્યુ કે ડંડી યુનિવર્સિટી સાથે પરસ્પર કરાર થતા અને તેઓના સહયોગ થકી 8થી વધુ સંશોધન પેપર પ્રકાશિત કર્યા છે. તેમજ ડો.સૌરવ બેનર્જી સાથે સંયુક્ત રીતે બે પેટર્ન અરજીઓ ફાઇલ કરી છે. એન્ટી કેન્સર એજન્ટ તરીકેના નોવેલ પીકેબીબી, એકેટીટુ, એસટીકે33, થાયરોસિનકેન્સિટાઇપ-3, પીડીજીએફઆરએ હીનબીટર્સ વિકસાવ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0