Anand: માત્ર 200 રૂપિયા માટે મિત્રએ જ મિત્રની કરી હત્યા

આણંદ શહેરમાં 100 ફુટ રોડ પર લલીતા પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના લુટીવાડા ગામના રહીશ સુરેશભાઈ રાવતાજી મારવાડી(સરગરા) જેઓ આણંદ શહેરમાં સરદારગંજમાં છુટક મજુરીનું કામ કરતા હતા.મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મંગળવારે સવારના સુમારે સરદાર ગંજમાં રાધાસ્વામી સુલય કોમ્પલેક્ષની બાજુમાં ઓટલા પરથી તેઓનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક સુરેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઈને મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે કલ્પાંત મચાવ્યું હતું. માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી હોવાના કારણે મોત નિપજયું પોલીસે તપાસ કરતા મૃતક સુરેશભાઈના મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી હોવાના કારણે મોત નિપજયું હોવાનું જણાતા પોલીસે ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ હાથ ધરતા જેમાં પોલીસને હત્યા અંગે કડી મળતા પોલીસે હત્યા કરનાર આરોપી સરદાર ગંજમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ચાંદના ગામના વિપુલ ઉર્ફે કાળુ રામાજી મારવાડીને ઝડપી પાડી તેની પુછપરછ કરતા વિપુલે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. 200 રૂપિયા લઈને વિપુલ ઉર્ફે કાળુ ફરાર થયો સરદારગંજમાં સાથે મજુરી કામ કરતા સુરેશ અને વિપુલ ઉર્ફે કાળુ બંને મિત્રો હતા અને બનાવની રાત્રે સુરેશભાઈ પાસે ખિસ્સામાં 200 રૂપિયા હોઈ વિપુલે આ પૈસા આપવા જણાવતા સુરેશએ પૈસા આપવાની ના પાડતા સુરેશના ખિસ્સામાંથી 200 રૂપિયા પડાવી લેવા માટે વિપુલ ઉર્ફે કાળુએ સુરેશને માથામાં બ્લોક પથ્થર મારતા સુરેશ લોહીલુહાણ થઈ જતા માથા અને મોઢાના ભાગે પણ બ્લોક પથ્થર મારી સુરેશની હત્યા કરીને ત્યારબાદ મૃતકના ખિસ્સામાંથી 200 રૂપિયા કાઢી લઈને વિપુલ રફૂચક્કર થઈ ગયો હતો. હત્યાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી આણંદ ટાઉન પોલીસે હત્યાના ગુનામાં આરોપી વિપુલ ઉર્ફે કાળુ રામાજી મારવાડીની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે, માત્ર 200 રૂપિયા માટે મિત્રએ જ મિત્રને બ્લોક પથ્થર મારી હત્યા કરવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે.

Anand: માત્ર 200 રૂપિયા માટે મિત્રએ જ મિત્રની કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદ શહેરમાં 100 ફુટ રોડ પર લલીતા પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના લુટીવાડા ગામના રહીશ સુરેશભાઈ રાવતાજી મારવાડી(સરગરા) જેઓ આણંદ શહેરમાં સરદારગંજમાં છુટક મજુરીનું કામ કરતા હતા.

મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી

મંગળવારે સવારના સુમારે સરદાર ગંજમાં રાધાસ્વામી સુલય કોમ્પલેક્ષની બાજુમાં ઓટલા પરથી તેઓનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક સુરેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઈને મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે કલ્પાંત મચાવ્યું હતું.

માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી હોવાના કારણે મોત નિપજયું

પોલીસે તપાસ કરતા મૃતક સુરેશભાઈના મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી હોવાના કારણે મોત નિપજયું હોવાનું જણાતા પોલીસે ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ હાથ ધરતા જેમાં પોલીસને હત્યા અંગે કડી મળતા પોલીસે હત્યા કરનાર આરોપી સરદાર ગંજમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ચાંદના ગામના વિપુલ ઉર્ફે કાળુ રામાજી મારવાડીને ઝડપી પાડી તેની પુછપરછ કરતા વિપુલે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

200 રૂપિયા લઈને વિપુલ ઉર્ફે કાળુ ફરાર થયો

સરદારગંજમાં સાથે મજુરી કામ કરતા સુરેશ અને વિપુલ ઉર્ફે કાળુ બંને મિત્રો હતા અને બનાવની રાત્રે સુરેશભાઈ પાસે ખિસ્સામાં 200 રૂપિયા હોઈ વિપુલે આ પૈસા આપવા જણાવતા સુરેશએ પૈસા આપવાની ના પાડતા સુરેશના ખિસ્સામાંથી 200 રૂપિયા પડાવી લેવા માટે વિપુલ ઉર્ફે કાળુએ સુરેશને માથામાં બ્લોક પથ્થર મારતા સુરેશ લોહીલુહાણ થઈ જતા માથા અને મોઢાના ભાગે પણ બ્લોક પથ્થર મારી સુરેશની હત્યા કરીને ત્યારબાદ મૃતકના ખિસ્સામાંથી 200 રૂપિયા કાઢી લઈને વિપુલ રફૂચક્કર થઈ ગયો હતો.

હત્યાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી

આણંદ ટાઉન પોલીસે હત્યાના ગુનામાં આરોપી વિપુલ ઉર્ફે કાળુ રામાજી મારવાડીની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે, માત્ર 200 રૂપિયા માટે મિત્રએ જ મિત્રને બ્લોક પથ્થર મારી હત્યા કરવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે.