Anand: ખંભાતનું ઉંદેલ ગામ 17 દિવસથી જળમગ્ન, અનેક મકાનો પાણીમાં ગરકાવ

આણંદના ખંભાતનું ઉંદેલ ગામ અને સીમ વિસ્તાર છેલ્લા 17 દિવસથી જળમગ્ન હાલતમાં છે. સોનારિયા સીમ વિસ્તારના 35 જેટલા પરિવારના કુલ 360 લોકો તંબુ બાંધીને રહેવા માટે હાલમાં મજબૂર બન્યા છે.17 દિવસ અગાઉ વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી તમને જણાવી દઈએ કે ગોકુળ આઠમના દિવસથી વરસેલા અનરાધાર વરસાદે આખા ગુજરાતને જળ મગ્ન કરી દીધુ હતુ, જેનાથી આખુ ગુજરાત પ્રભાવિત થયુ અને હવે ઠેર ઠેર વરસાદી પાણી ઓસરી રહ્યા છે, ત્યારે આજે પણ એક ગામ એવુ છે જ્યાં આજથી 17 દિવસ અગાઉ વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. ખંભાતમાં 12 કલાકમાં 16 ઈંચ વરસાદ વરસ્યો હતો વરસાદી માહોલમાં ખંભાતમાં 12 કલાકમાં 16 ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે ઉંદેલ ગામના લોકો જાગ્યા ત્યારે ગામની ફરતે પાણી ફરી વળ્યા હતા. બપોર સુધીમાં ગામમાં આવેલા ઘરોમાં 6 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા. તેથી રહીશો બીજા માળે ચાલ્યા ગયા હતા. કેટલાક લોકો જીવના જોખમે ઉંચાણવાળા વિસ્તારમાં ધસી ગયા હતા. તે વાતને 17 દિવસ થઈ ગયા છે પણ ઉંદેલ ગામમાંથી પાણી ઓસરતા નથી. 17 દિવસથી ગ્રામજનોએ ખેતરો જોયા નથી. બાળકો સ્કૂલે ભણવા જઈ શકતા નથી. તેમજ ઘરવખરી તણાઈ ગઈ હોવાથી હાલત કફોડી બની છે, ખેતીપાકમાં એટલું નુકશાન છે કે પશુઓને ખવડાવવા ઘાસચારો પણ નથી. મુખ્ય માર્ગ પર ભરાયેલા પાણીમાંથી આવી રહી છે દુર્ગંધ ઉંદેલ ગામનો રબારીવાસ હોય કે વેરાઈ માતા મંદિર વિસ્તાર કે પછી સોનારિયા સીમ વિસ્તાર આજે પણ અહીં પાણી ભરાયેલા છે અને હવે તો પરિસ્થિતી એટલી વણસી છે કે ગામના મુખ્ય માર્ગ પર ભરાયેલા પાણીમાંથી દુર્ગંધ આવી રહી છે અને આસપાસ રહેતા લોકોનું અહીં રહેવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક થવા પામ્યુ છે. ઉંદેલના સોનારીયા વિસ્તારમાં હાલ પણ કમર સુધીના પાણી ભરાયા છે, જે ઓસરવાના નામ નથી લેતા, હાલ અહીંના 35 પરિવાર તંબુ બાંધીને ઉંચાણવાળા વિસ્તારોમાં રહેવા મજબૂર બન્યા છે, ગામની આટલી મોટી સમસ્યાને પહોંચી વળવા જવાબદાર તંત્ર પણ આ બાબતે વામણુ સાબિત થયુ છે.

Anand: ખંભાતનું ઉંદેલ ગામ 17 દિવસથી જળમગ્ન, અનેક મકાનો પાણીમાં ગરકાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદના ખંભાતનું ઉંદેલ ગામ અને સીમ વિસ્તાર છેલ્લા 17 દિવસથી જળમગ્ન હાલતમાં છે. સોનારિયા સીમ વિસ્તારના 35 જેટલા પરિવારના કુલ 360 લોકો તંબુ બાંધીને રહેવા માટે હાલમાં મજબૂર બન્યા છે.

17 દિવસ અગાઉ વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી

તમને જણાવી દઈએ કે ગોકુળ આઠમના દિવસથી વરસેલા અનરાધાર વરસાદે આખા ગુજરાતને જળ મગ્ન કરી દીધુ હતુ, જેનાથી આખુ ગુજરાત પ્રભાવિત થયુ અને હવે ઠેર ઠેર વરસાદી પાણી ઓસરી રહ્યા છે, ત્યારે આજે પણ એક ગામ એવુ છે જ્યાં આજથી 17 દિવસ અગાઉ વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે.


ખંભાતમાં 12 કલાકમાં 16 ઈંચ વરસાદ વરસ્યો હતો

વરસાદી માહોલમાં ખંભાતમાં 12 કલાકમાં 16 ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે ઉંદેલ ગામના લોકો જાગ્યા ત્યારે ગામની ફરતે પાણી ફરી વળ્યા હતા. બપોર સુધીમાં ગામમાં આવેલા ઘરોમાં 6 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા. તેથી રહીશો બીજા માળે ચાલ્યા ગયા હતા. કેટલાક લોકો જીવના જોખમે ઉંચાણવાળા વિસ્તારમાં ધસી ગયા હતા. તે વાતને 17 દિવસ થઈ ગયા છે પણ ઉંદેલ ગામમાંથી પાણી ઓસરતા નથી. 17 દિવસથી ગ્રામજનોએ ખેતરો જોયા નથી. બાળકો સ્કૂલે ભણવા જઈ શકતા નથી. તેમજ ઘરવખરી તણાઈ ગઈ હોવાથી હાલત કફોડી બની છે, ખેતીપાકમાં એટલું નુકશાન છે કે પશુઓને ખવડાવવા ઘાસચારો પણ નથી.

મુખ્ય માર્ગ પર ભરાયેલા પાણીમાંથી આવી રહી છે દુર્ગંધ

ઉંદેલ ગામનો રબારીવાસ હોય કે વેરાઈ માતા મંદિર વિસ્તાર કે પછી સોનારિયા સીમ વિસ્તાર આજે પણ અહીં પાણી ભરાયેલા છે અને હવે તો પરિસ્થિતી એટલી વણસી છે કે ગામના મુખ્ય માર્ગ પર ભરાયેલા પાણીમાંથી દુર્ગંધ આવી રહી છે અને આસપાસ રહેતા લોકોનું અહીં રહેવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક થવા પામ્યુ છે. ઉંદેલના સોનારીયા વિસ્તારમાં હાલ પણ કમર સુધીના પાણી ભરાયા છે, જે ઓસરવાના નામ નથી લેતા, હાલ અહીંના 35 પરિવાર તંબુ બાંધીને ઉંચાણવાળા વિસ્તારોમાં રહેવા મજબૂર બન્યા છે, ગામની આટલી મોટી સમસ્યાને પહોંચી વળવા જવાબદાર તંત્ર પણ આ બાબતે વામણુ સાબિત થયુ છે.