Anand: કૃષ્ણ રોડ ઉપર વીજ DPમાં ધડાકા સાથે આગ લાગી

Oct 8, 2025 - 04:30
Anand: કૃષ્ણ રોડ ઉપર વીજ DPમાં ધડાકા સાથે આગ લાગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદ શહેરના હાર્દસમા ગણાતા કૃષ્ણ રોડ ઉપર આવેલી એક વીજ ડીપીમાં અચાનક ઉપરા ઉપરી ધડાકા સાથે વીજ કેબલમાં આગ લાગી જતા કેબલ ફાયરની ગંભીર ઘટના બની હતી. ઘટનાના પગલે કૃષ્ણ રોડ તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં થોડા લાંબા સમય સુધી અંધારપટ છવાયેલો રહ્યો હતો. જેના કારણે દુકાનદારો, ઓફ્સિો અને બેંકોના કામકાજ પર ગંભીર અસર જોવા મળી હતી. તેમજ રહેવાસીઓ અને વેપારીઓને ગરમીમાં શેકાવવાની સાથે લોકોના મહત્વના કામો રઝળી પડતા હાલાકીનો સામનો કરવો પડયો હતો. શહેરમાં આજે કેબલ ફાયરની આ ઘટના કૃષ્ણ રોડ પર આવેલી એક જાણીતી હોસ્પિટલ નજીક બની હતી. આજે નમતી બપોરે અચાનક ધડાકા સાથે કેબલ સળગવા લાગ્યા હતા. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. લોકોમાં પ્રશ્નો ઉઠવા લાગ્યા કે આવા પ્રકરણમાં જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઇ હોત તો તેના જવાબદાર કોણ રહેશે? સ્થાનિક લોકોએ એમ.જી.વી.સી.એલ. ની કચેરીમાં સંપર્ક સાધી તંત્રને જાણ કરી હતી. છતાં, જવાબદાર અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચવામાં થયેલ વિલંબને લઈને લાંબા સમય સુધી અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઘટનાને લઈ સ્થાનિકોએ એમ.જી.વી.સી.એલ. ના બેદરકાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. લોકોની સલામતી અને જીવનના જોખમ માટે વીજ તંત્રે જવાબદારીપૂર્વક કામગીરી ન કરી હોય તેઓ રોષ પણ લોકોએ દર્શાવ્યો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0