Amreli Rain News: વાવણી લાયક વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલીના સાવરકુંડલા ન ઘોબા પીપરડી ફિફાદ ભમોદ્રા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે નદીઓ બંને કાંઠે વહી રહી છે. નદીઓમાં આવેલા ઘોડાપૂરને કારણે ખેડૂતો ખુશ છે. અને તેમને સિંચાઇનું પાણી મળી રહેશે. તેવી આશા વ્યક્ત કરી છે. તો આ તરફ, ઘોબા ગામ નજીક ફલકું નદી અને મેરામણ નદીમાં ભારે પૂર આવ્યો છે. આ નદીના પાણી ઘોબા ગામમાં ઘૂસી ગયા છે. નદીના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્તા સ્થાનિકો પરેશાન જોવા મળ્યા હતા.
વરસાદથી ખેડૂતોમાં ખુશી
ભારે વરસાદના કારણે ઘોબા ગામની શેરીઓ પાણી પાણી થઇ હતી. રસ્તાઓ પર નદી જેવા વહેણ જોવા મળ્યા હતા. વાહન ચાલકોને પાણી ભરાતા મુશ્કેલીઓ સર્જાઇ હતી. ઘોબા ગામમાં આશરે પાંચ ઇંચ ઉપરનો વરસાદ પડ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતુ. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. ફિફાદ અને ઘોબા વચ્ચેના નદી નાળાઓમાં પૂર આવ્યા છે. અને તે બંને કાંઠે વહી રહ્યા છે. વાવણી લાયક વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
સાવરકુંડલા તાલુકામાં વરસાદ
અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ વાતાવરણના કારણે સ્થાનિકોને ગરમથી રાહત મળી છે. ઘોબા, પીપરડી, ફિફાદ, ભમોદ્રા ગામમાં મેઘરાજાનું આગમન થયુ છે. એક તરફ, વરસાદી પાણી સ્થાનિકોને પરેશાન કરી રહ્યુ છે. તો બીજી તરફ, વરસાદી માહોલના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
What's Your Reaction?






