Amreli શહેર સહિત જિલ્લાભરમાં ગંદકીના ઢગલા, સફાઈ અભિયાન માત્ર દેખાડો!

અમરેલી શહેર સહિત જિલ્લા ભરમાં સ્વચ્છ ભારત અંતર્ગત સફાઈ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમરેલીના જાહેર માર્ગો ઉપર બે દિવસ પહેલા અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ફોટો શેશન કરવામાં આવ્યું હતું જ્યારે અમુક જાહેર માર્ગ મૂકો તો લગભગ અમરેલીના પોષ વિસ્તારો જેવાકે દાનેવ ચોક,માણેક પરા, કામનાથ મહાદેવ રોડ , કામનાથ મહાદેવ સરોવર વિસ્તારોમાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે ત્યારે શું છે સમગ્ર અહેવાલ જુઓમાત્ર ફોટો સેશન માટે જ હાથમાં સાવરણા પકડ્યા અમરેલી શહેર સહિત જિલ્લાભરમાં સ્વચ્છ ભારત અંતર્ગત સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે અમરેલીના જાહેર માર્ગો ઉપર બે દિવસ પહેલા અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓ દ્વારા રસ્તાઓની સફાઈ કરતાં વીડિયો જોવા મળ્યા હતા, પરંતુ લાગે છે કે આ માત્ર ફોટો સેશન માટે જ હાથમાં સાવરણા પકડ્યા હતા. કારણ કે અમુક જાહેર માર્ગ અને લગભગ અમરેલીના પોશ વિસ્તારો જેવા કે દાનેવ ચોક, માણેક પરા, કામનાથ મહાદેવ રોડ, કામનાથ મહાદેવ ડેમ વિસ્તારોમાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. કામનાથ સરોવરમાં જળકુંભી એટલેકે ગાંડી વેલ પોતાનું સામ્રાજ્ય ખડકીને બેઠી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને હોસ્પિટલો મચ્છર જન્ય રોગોથી ઉભરાઈ રહ્યા છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો મચ્છરનો શિકાર વધારે બની રહ્યા છે. તંત્ર દ્વારા સમસ્યાનો કોઈ નિકાલ નહીં અમરેલીના સ્વામિનારાયણ મંદિર કામનાથ મહાદેવ મંદિર બંને ધાર્મિક સ્થળો સરોવરના કાંઠે આવેલા છે, જ્યાં દરરોજ ભક્તોનો ભારે ધસારો રહે છે, ત્યાંથી અવર જવર કરતા લોકોને દુર્ગંધના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, અનેક રજૂઆત કરવા છતાં અમરેલી નગરપાલિકા આ પ્રશ્નનો નિકાલ કરી શકી નથી. અમરેલી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિતે એક તરફ મિશન સ્વચ્છ ભારત અંતર્ગત સફાઈ માટે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા અભિયાનો ચલાવવામાં આવે છે તો બીજી બાજુ નેતાઓ ખાલી ફોટા પડાવવા જ હાથમાં ઝાડુ લેતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અમરેલીના જાહેર માર્ગો ઉપર આજે પણ કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. પાણી દરવાજા વિસ્તાર હોય કે બસ સ્ટેન્ડ હોય બધી જ જગ્યાએ કચરાના ઢગલા જોવા મળે છે, ત્યારે નેતાઓ દ્વારા પડાવવામાં આવતા સફાઈ કરતા ફોટાઓ સામે લોકો સવાલો કરી રહ્યા છે, સાથે સાથે અમરેલી સમગ્ર કામનાથ સરોવર ગાંડી વેલથી ઢંકાઈ ગઈ છે, નગરપાલિકા તેમાં પણ નિષ્ફળ ગઈ છે. અમરેલી શહેરમાં ગંદકીના ખડકલા આ બાબતે નગર પાલિકાના પ્રમુખ બિપિન લીંબાણીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમરેલી શહેરના મુખ્ય માર્ગો પર સફાઈ કામગીરી પૂર્ણ કરેલી છે, જેમાં હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી ચાલુ હોય 2 ઓક્ટોબર સુધીમાં અમરેલી શહેરના સ્વચ્છ કરવામાં જે કામગીરી કરવી પડશે તે માટે સૂચનાઓ આપેલી છે અને જે વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છે તે વિસ્તારમાં સાફ સફાઈ કરીને તે પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે. પાલિકા પ્રમુખને સફાઈ બાબતે પૂછવામાં આવતા દર વખતની જેમ એક જ જવાબ આપવામાં આવ્યો હતો કે સૂચનાઓ આપી દેવામાં આવી છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચાલી રહી સફાઈ અમરેલી જિલ્લા સહિત શહેરમાં થઈ રહી છે, ત્યારે અમરેલીમાં ગણ્યા ગાંઠીયા વિસ્તારો મૂકીને સમગ્ર અમરેલી શહેરમાં ગંદકીના ખડકલા જોવા મળી રહ્યા છે, તેમજ કામનાથ સરોવરમાં ગાંડીવેલે પોતાનું સામ્રાજ્ય ખડક્યું છે. કાંઠા વિસ્તારોમાં પણ પ્લાસ્ટિક સહિત કચરાના ઢગલાઓ થઈ ગયા છે, ત્યારે શહેરીજનોને આ ગંદકીથી રાહત ક્યારે મળશે તે આવનારો સમય જ બતાવશે. 

Amreli શહેર સહિત જિલ્લાભરમાં ગંદકીના ઢગલા, સફાઈ અભિયાન માત્ર દેખાડો!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી શહેર સહિત જિલ્લા ભરમાં સ્વચ્છ ભારત અંતર્ગત સફાઈ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમરેલીના જાહેર માર્ગો ઉપર બે દિવસ પહેલા અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ફોટો શેશન કરવામાં આવ્યું હતું જ્યારે અમુક જાહેર માર્ગ મૂકો તો લગભગ અમરેલીના પોષ વિસ્તારો જેવાકે દાનેવ ચોક,માણેક પરા, કામનાથ મહાદેવ રોડ , કામનાથ મહાદેવ સરોવર વિસ્તારોમાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે ત્યારે શું છે સમગ્ર અહેવાલ જુઓ

માત્ર ફોટો સેશન માટે જ હાથમાં સાવરણા પકડ્યા

અમરેલી શહેર સહિત જિલ્લાભરમાં સ્વચ્છ ભારત અંતર્ગત સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે અમરેલીના જાહેર માર્ગો ઉપર બે દિવસ પહેલા અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓ દ્વારા રસ્તાઓની સફાઈ કરતાં વીડિયો જોવા મળ્યા હતા, પરંતુ લાગે છે કે આ માત્ર ફોટો સેશન માટે જ હાથમાં સાવરણા પકડ્યા હતા.

કારણ કે અમુક જાહેર માર્ગ અને લગભગ અમરેલીના પોશ વિસ્તારો જેવા કે દાનેવ ચોક, માણેક પરા, કામનાથ મહાદેવ રોડ, કામનાથ મહાદેવ ડેમ વિસ્તારોમાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. કામનાથ સરોવરમાં જળકુંભી એટલેકે ગાંડી વેલ પોતાનું સામ્રાજ્ય ખડકીને બેઠી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને હોસ્પિટલો મચ્છર જન્ય રોગોથી ઉભરાઈ રહ્યા છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો મચ્છરનો શિકાર વધારે બની રહ્યા છે.


તંત્ર દ્વારા સમસ્યાનો કોઈ નિકાલ નહીં

અમરેલીના સ્વામિનારાયણ મંદિર કામનાથ મહાદેવ મંદિર બંને ધાર્મિક સ્થળો સરોવરના કાંઠે આવેલા છે, જ્યાં દરરોજ ભક્તોનો ભારે ધસારો રહે છે, ત્યાંથી અવર જવર કરતા લોકોને દુર્ગંધના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, અનેક રજૂઆત કરવા છતાં અમરેલી નગરપાલિકા આ પ્રશ્નનો નિકાલ કરી શકી નથી.

અમરેલી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિતે એક તરફ મિશન સ્વચ્છ ભારત અંતર્ગત સફાઈ માટે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા અભિયાનો ચલાવવામાં આવે છે તો બીજી બાજુ નેતાઓ ખાલી ફોટા પડાવવા જ હાથમાં ઝાડુ લેતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અમરેલીના જાહેર માર્ગો ઉપર આજે પણ કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. પાણી દરવાજા વિસ્તાર હોય કે બસ સ્ટેન્ડ હોય બધી જ જગ્યાએ કચરાના ઢગલા જોવા મળે છે, ત્યારે નેતાઓ દ્વારા પડાવવામાં આવતા સફાઈ કરતા ફોટાઓ સામે લોકો સવાલો કરી રહ્યા છે, સાથે સાથે અમરેલી સમગ્ર કામનાથ સરોવર ગાંડી વેલથી ઢંકાઈ ગઈ છે, નગરપાલિકા તેમાં પણ નિષ્ફળ ગઈ છે.


અમરેલી શહેરમાં ગંદકીના ખડકલા

આ બાબતે નગર પાલિકાના પ્રમુખ બિપિન લીંબાણીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમરેલી શહેરના મુખ્ય માર્ગો પર સફાઈ કામગીરી પૂર્ણ કરેલી છે, જેમાં હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી ચાલુ હોય 2 ઓક્ટોબર સુધીમાં અમરેલી શહેરના સ્વચ્છ કરવામાં જે કામગીરી કરવી પડશે તે માટે સૂચનાઓ આપેલી છે અને જે વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છે તે વિસ્તારમાં સાફ સફાઈ કરીને તે પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે. પાલિકા પ્રમુખને સફાઈ બાબતે પૂછવામાં આવતા દર વખતની જેમ એક જ જવાબ આપવામાં આવ્યો હતો કે સૂચનાઓ આપી દેવામાં આવી છે.

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચાલી રહી સફાઈ અમરેલી જિલ્લા સહિત શહેરમાં થઈ રહી છે, ત્યારે અમરેલીમાં ગણ્યા ગાંઠીયા વિસ્તારો મૂકીને સમગ્ર અમરેલી શહેરમાં ગંદકીના ખડકલા જોવા મળી રહ્યા છે, તેમજ કામનાથ સરોવરમાં ગાંડીવેલે પોતાનું સામ્રાજ્ય ખડક્યું છે. કાંઠા વિસ્તારોમાં પણ પ્લાસ્ટિક સહિત કચરાના ઢગલાઓ થઈ ગયા છે, ત્યારે શહેરીજનોને આ ગંદકીથી રાહત ક્યારે મળશે તે આવનારો સમય જ બતાવશે.