Amreli: રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં, વાહનચાલકોને પસાર થવામાં મોટી મુશ્કેલી

અમરેલી જિલ્લામાં મહત્વના રોડ રસ્તાઓ બિસ્માર બન્યા છે, ત્યારે દિવાળીના તહેવાર પહેલા તંત્ર દ્વારા રોડ રસ્તાઓનું સમારકામ કરવાનું જણાવ્યું હતું, પરંતુ દિવાળીનો તહેવાર પતી ગયા તેમ છતાં સાવરકુંડલાથી ઉના, દીવ, તુલસીશ્યામ અને સોમનાથ જોડતો સ્ટેટ હાઈવે રોડ બિસ્માર બન્યો છે.રસ્તાઓ પર બે-બે ફૂટના ખાડા આ સ્ટેટ હાઈવે રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે અને રોડ પર બે બે ફૂટના ખાડા પડી ગયા છે અને વાહન ચાલકો અને રાહદારીઓ પર પસાર થવું એટલે માથાનો દુખાવા સમાન બન્યું છે. સાવરકુંડલા- સોમનાથને જોડતો સ્ટેટ હાઈવે રોડ અતિ બિસ્માર બની ગયો છે અને બે બે ફૂટના ખાડા પડી જવા છતાં રોડ બનાવવામાં આવતો નથી અને હાલ દિવાળીનો તહેવાર હોય, ત્યારે આ રોડ પરથી ઉના, તુલસીશ્યામ, દીવ અને સોમનાથ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ટૂરિસ્ટો પસાર થતા હોય અને આ રોડ બિસ્માર હોવાના કારણે ભારે મુસીબતનો સામનો કરવો પડે છે અને રોડ પર ખાડા પડવાથી વાહન ચાલકોના અવાર નવાર અકસ્માતના પણ બનાવો બને છે. રોડ બિસ્માર અને જર્જરીત થવાના કારણે ટ્રાફિક જામ થતાં લોકોને મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે અને ત્યારે આ મહત્વનો રોડ અતિ બિસમાર બનતા સ્થાનિકો, રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુસીબતમાં મુકાયા છે. પ્રજા પરેશાન છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી છેલ્લા દોઢ વર્ષથી ખાંભા, ઉના, દીવ, સોમનાથ સ્ટેટ હાઈવે પર મસમોટા ખાડા પડી જાય છે, વાહન ચાલકો મુસીબતમાં મુકાઈ છે અને વાહન ચાલકોને પસાર થવું એટલે તોબા તોબા બન્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના મહત્વના ગણાતા માર્ગો જેવા કે પીપાવાવ - અંબાજી હાઈવે, ખાંભાથી રાજુલા જાફરાબાદ તેમજ સાવરકુંડલા જવાના રોડ રસ્તાઓ જર્જરીત અને ખખડધજ બનતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા દિવાળી પહેલા રોડ રસ્તાઓનું સમારકામ કરી નાખવાનું જણાવ્યું હતું, તેમ છતાં દિવાળીનો તહેવાર જતો રહ્યો પણ અમરેલી જિલ્લાના રોડ રસ્તાઓની હાલત એને એ જ જોવા મળી રહી છે અને જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી. અનેકવાર રજુઆત છતાં કોઈ કામગીરી નહીં સાવરકુંડલાથી દીવ સોમનાથ રોડ મહત્વનો માનવામાં આવતો હોય છે અને આ બિસ્માર હાઈવે પરથી ટુરિસ્ટો અને વાહન ચાલકો પસાર થઈ કેન્દ્રશાસિત દીવ, સોમનાથ, તુલસીશ્યામ ફરવા જતા હોય છે. ત્યારે આ સ્ટેટ હાઈવે રોડ પર બે બે ફૂટના ખાડા ધરાવતા આ રોડ પરથી પસાર થઈને જવું પડે છે, ત્યારે આ રોડ દોઢ વર્ષથી બિસ્માર બન્યો છે અને સ્થાનિક લોકો પણ આ રોડ બિસ્માર બનવાથી મસમોટા દોઢ બે ફૂટના ખાડાના કારણે પરેશાન બન્યા અને અનેકવાર રજુઆત કરવા છતાં રોડનું કામ કરવામાં આવતું નથી. 

Amreli: રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં, વાહનચાલકોને પસાર થવામાં મોટી મુશ્કેલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લામાં મહત્વના રોડ રસ્તાઓ બિસ્માર બન્યા છે, ત્યારે દિવાળીના તહેવાર પહેલા તંત્ર દ્વારા રોડ રસ્તાઓનું સમારકામ કરવાનું જણાવ્યું હતું, પરંતુ દિવાળીનો તહેવાર પતી ગયા તેમ છતાં સાવરકુંડલાથી ઉના, દીવ, તુલસીશ્યામ અને સોમનાથ જોડતો સ્ટેટ હાઈવે રોડ બિસ્માર બન્યો છે.

રસ્તાઓ પર બે-બે ફૂટના ખાડા

આ સ્ટેટ હાઈવે રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે અને રોડ પર બે બે ફૂટના ખાડા પડી ગયા છે અને વાહન ચાલકો અને રાહદારીઓ પર પસાર થવું એટલે માથાનો દુખાવા સમાન બન્યું છે. સાવરકુંડલા- સોમનાથને જોડતો સ્ટેટ હાઈવે રોડ અતિ બિસ્માર બની ગયો છે અને બે બે ફૂટના ખાડા પડી જવા છતાં રોડ બનાવવામાં આવતો નથી અને હાલ દિવાળીનો તહેવાર હોય, ત્યારે આ રોડ પરથી ઉના, તુલસીશ્યામ, દીવ અને સોમનાથ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ટૂરિસ્ટો પસાર થતા હોય અને આ રોડ બિસ્માર હોવાના કારણે ભારે મુસીબતનો સામનો કરવો પડે છે અને રોડ પર ખાડા પડવાથી વાહન ચાલકોના અવાર નવાર અકસ્માતના પણ બનાવો બને છે. રોડ બિસ્માર અને જર્જરીત થવાના કારણે ટ્રાફિક જામ થતાં લોકોને મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે અને ત્યારે આ મહત્વનો રોડ અતિ બિસમાર બનતા સ્થાનિકો, રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુસીબતમાં મુકાયા છે.

પ્રજા પરેશાન છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી

છેલ્લા દોઢ વર્ષથી ખાંભા, ઉના, દીવ, સોમનાથ સ્ટેટ હાઈવે પર મસમોટા ખાડા પડી જાય છે, વાહન ચાલકો મુસીબતમાં મુકાઈ છે અને વાહન ચાલકોને પસાર થવું એટલે તોબા તોબા બન્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના મહત્વના ગણાતા માર્ગો જેવા કે પીપાવાવ - અંબાજી હાઈવે, ખાંભાથી રાજુલા જાફરાબાદ તેમજ સાવરકુંડલા જવાના રોડ રસ્તાઓ જર્જરીત અને ખખડધજ બનતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા દિવાળી પહેલા રોડ રસ્તાઓનું સમારકામ કરી નાખવાનું જણાવ્યું હતું, તેમ છતાં દિવાળીનો તહેવાર જતો રહ્યો પણ અમરેલી જિલ્લાના રોડ રસ્તાઓની હાલત એને એ જ જોવા મળી રહી છે અને જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી.

અનેકવાર રજુઆત છતાં કોઈ કામગીરી નહીં

સાવરકુંડલાથી દીવ સોમનાથ રોડ મહત્વનો માનવામાં આવતો હોય છે અને આ બિસ્માર હાઈવે પરથી ટુરિસ્ટો અને વાહન ચાલકો પસાર થઈ કેન્દ્રશાસિત દીવ, સોમનાથ, તુલસીશ્યામ ફરવા જતા હોય છે. ત્યારે આ સ્ટેટ હાઈવે રોડ પર બે બે ફૂટના ખાડા ધરાવતા આ રોડ પરથી પસાર થઈને જવું પડે છે, ત્યારે આ રોડ દોઢ વર્ષથી બિસ્માર બન્યો છે અને સ્થાનિક લોકો પણ આ રોડ બિસ્માર બનવાથી મસમોટા દોઢ બે ફૂટના ખાડાના કારણે પરેશાન બન્યા અને અનેકવાર રજુઆત કરવા છતાં રોડનું કામ કરવામાં આવતું નથી.