Amreli: દરેક ઘરના છત પરનું નેવાનુ પાણી જમીનમાં ઉતારાશે

અમરેલીના ડેડકડી ગામના લોકોએ સંકલ્પ લીધો ચાલુ ચોમાસામાં જ પ્રયોગની અમલવારી કરી જમીનમાં પાણીના સોર્સ, કુવા બનાવવા સંકલ્પ લીધો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ડેડકડી ગામના લોકોએ બીજા ગામોને પણ પ્રેરણા મળે તેવો ઉદાહરણરૂપ ફેંસલો લઇ ધારાસભ્યની હાજરીમા વર્તમાન ચોમાસાથી જ ઘરનુ પાણી ઘરમા રહે તેવો સંકલ્પ લીધો છે. ડેડકડી ગામમાં ઘરે ઘરે છત-ધાબાનુ પાણી જમીનમા ઉતારવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. ડેડકડીમા ગ્રામ સેવા મંડળ સંચાલિત લોકશાળાના સભાખંડમા ધારાસભ્ય મહેશભાઇ કસવાલાની ઉપસ્થિતિમા ગ્રામસભા મળેલ. જેમાં કસવાલાની પહેલ બાદ ગામના લોકોએ ઘરનુ પાણી ઘરમા, ડેલા બહાર નહી તેવો સંકલ્પ લઇ જમીનમા પાણીના સોર્સ, કુવા બનાવવા સંકલ્પ લીધો હતો. આવનારા સમયમાં ગામ રોલ મોડેલ બનશે આવનારા સમયમા વરસાદી પાણીના સંગ્રહ માટે ડેડકડી એક રોલ મોડેલ તરીકે બહાર આવશે. અહી ટ્રસ્ટના કાર્યવાહકો મનુભાઇ ખીમાણી, રાજેન્દ્રભાઇ ખીમાણી, દીપકભાઇ શેઠ, વિનુભાઇ રાવલ વિગેરે આ રચનાત્મક કાર્યક્રમોનુ નેતૃત્વ કર્યું છે. દીપકભાઇ માલાણીએ જણાવ્યું હતુ કે આ વરસાદી પાણી રોકાવાથી આ જ ગામમા 25થી લઇ 50 વર્ષ પહેલા જે જળસ્તર હતા તે સ્થિતિ ફરી લાવવા પ્રયાસ કરાયો છે. જયારે ધારાસભ્ય મહેશભાઇ કસવાલાએ જણાવ્યું હતુ કે ગામ લોકો આવનારી પેઢીને એક અમૂલ્ય વારસો આપવાનુ કામ કરવા જઇ રહ્યાં છે. ભુગર્ભના પાણી વધુ શુદ્ધ બનશે આ વિસ્તારમા ક્ષારવાળા પાણીની સમસ્યા છે ત્યારે આ પ્રકારના જળસંગ્રહથી ઓછા ક્ષાર અને TDSવાળા પાણીના સોર્સ ઉપલબ્ધ થશે. 50 ફૂટ સુધી જળસ્તર લાવવા પ્રયાસ 25-30 વર્ષ પહેલા અહી ડંકીથી 50 ફુટેથી પાણી ખેંચી શકાતુ હતુ. પરંતુ હવે ભુગર્ભ જળ ખુબ જ ઉંડા ગયા છે ત્યારે ડેડકડીમા સામુહિક સંકલ્પથી જળસ્તર ફરી 40 થી 50 ફુટે લાવવા પ્રયાસ હાથ ધરાયો છે.

Amreli: દરેક ઘરના છત પરનું નેવાનુ પાણી જમીનમાં ઉતારાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમરેલીના ડેડકડી ગામના લોકોએ સંકલ્પ લીધો
  • ચાલુ ચોમાસામાં જ પ્રયોગની અમલવારી કરી
  • જમીનમાં પાણીના સોર્સ, કુવા બનાવવા સંકલ્પ લીધો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ડેડકડી ગામના લોકોએ બીજા ગામોને પણ પ્રેરણા મળે તેવો ઉદાહરણરૂપ ફેંસલો લઇ ધારાસભ્યની હાજરીમા વર્તમાન ચોમાસાથી જ ઘરનુ પાણી ઘરમા રહે તેવો સંકલ્પ લીધો છે.

ડેડકડી ગામમાં ઘરે ઘરે છત-ધાબાનુ પાણી જમીનમા ઉતારવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. ડેડકડીમા ગ્રામ સેવા મંડળ સંચાલિત લોકશાળાના સભાખંડમા ધારાસભ્ય મહેશભાઇ કસવાલાની ઉપસ્થિતિમા ગ્રામસભા મળેલ. જેમાં કસવાલાની પહેલ બાદ ગામના લોકોએ ઘરનુ પાણી ઘરમા, ડેલા બહાર નહી તેવો સંકલ્પ લઇ જમીનમા પાણીના સોર્સ, કુવા બનાવવા સંકલ્પ લીધો હતો.

આવનારા સમયમાં ગામ રોલ મોડેલ બનશે

આવનારા સમયમા વરસાદી પાણીના સંગ્રહ માટે ડેડકડી એક રોલ મોડેલ તરીકે બહાર આવશે. અહી ટ્રસ્ટના કાર્યવાહકો મનુભાઇ ખીમાણી, રાજેન્દ્રભાઇ ખીમાણી, દીપકભાઇ શેઠ, વિનુભાઇ રાવલ વિગેરે આ રચનાત્મક કાર્યક્રમોનુ નેતૃત્વ કર્યું છે. દીપકભાઇ માલાણીએ જણાવ્યું હતુ કે આ વરસાદી પાણી રોકાવાથી આ જ ગામમા 25થી લઇ 50 વર્ષ પહેલા જે જળસ્તર હતા તે સ્થિતિ ફરી લાવવા પ્રયાસ કરાયો છે. જયારે ધારાસભ્ય મહેશભાઇ કસવાલાએ જણાવ્યું હતુ કે ગામ લોકો આવનારી પેઢીને એક અમૂલ્ય વારસો આપવાનુ કામ કરવા જઇ રહ્યાં છે.

ભુગર્ભના પાણી વધુ શુદ્ધ બનશે

આ વિસ્તારમા ક્ષારવાળા પાણીની સમસ્યા છે ત્યારે આ પ્રકારના જળસંગ્રહથી ઓછા ક્ષાર અને TDSવાળા પાણીના સોર્સ ઉપલબ્ધ થશે.

50 ફૂટ સુધી જળસ્તર લાવવા પ્રયાસ

25-30 વર્ષ પહેલા અહી ડંકીથી 50 ફુટેથી પાણી ખેંચી શકાતુ હતુ. પરંતુ હવે ભુગર્ભ જળ ખુબ જ ઉંડા ગયા છે ત્યારે ડેડકડીમા સામુહિક સંકલ્પથી જળસ્તર ફરી 40 થી 50 ફુટે લાવવા પ્રયાસ હાથ ધરાયો છે.