Amreliમાં વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
શારીરિક અડપલા કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ અમરેલીના સાવરકુંડલાની કાણકિયા કોલેજની વિદ્યાર્થીનીઓ સપ્ટેમ્બર મહિનામાં રાજકોટ ખાતે યોજાયેલી કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લેવા માટે ગઈ હતી. સ્પર્ધા પૂર્ણ થયા બાદ ખાનગી વાહનમાં સાવરકુંડલા પરત ફરી રહી હતી. ત્યારે કોલેજના એક વિદ્યાર્થીએ પ્રોફેસરની હાજરીમાં એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે બન્ને આરોપી વિરુદ્ધ સાવરકુંડલા પોલીસમાં ભોગ બનનાર વિદ્યાર્થીનીએ ફરિયાદ લખાવતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીએ આપી હતી ધમકીવિદ્યાર્થીની ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ એક ખાનગી વાહનમાં જ્યારે સાવરકુંડલા પરત ફરી રહી હતી. ત્યારે કોલેજના સાબીર મલેક નામના વિદ્યાર્થીએ પ્રોફેસર એઝાઝ કાઝીની હાજરીમાં એક વિદ્યાર્થીની સાથે શારીરિક હડપલા કર્યા હતા. વિદ્યાર્થીનીએ ઇન્કાર કરતા આરોપીએ ધમકી આપી હતી, જેથી પીડિતા ચૂપ રહી હતી. પરંતુ ખાનગી વાહનમાં થયેલી છેડતીનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે પીડિત વિદ્યાર્થીનીનો સંપર્ક કર્યો હતો અને પોલીસે પીડીતાને હિંમત આપતા પીડિતા વિદ્યાર્થીનીએ શારીરિક અડપલા કરનાર વિદ્યાર્થી અને સાથે રહેલા પ્રોફેસર સામે છેડતી પોસ્કો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પીડિતા સમગ્ર ઘટના બાબતે મૌન રહી હતીવિડીયો વાયરલ થતા તુરંત જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. વિદ્યાર્થી અને વિદ્યાર્થીની સાવરકુંડલાની જ કાણકિયા કોલેજની હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને પોલીસે પીડિતાનો અને તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. આરોપી દ્વારા પીડિતાને ધમકી આપવામાં આવી હોય પીડિતા સમગ્ર ઘટના બાબતે મૌન રહી હતી પરંતુ પોલીસ દ્વારા હિંમત આપવામાં આવતા ઘટના બન્યાને 12 દિવસ બાદ ભોગ બનનાર વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક શિક્ષણના પ્રોફેસર એઝાઝ કાઝી કોચ પણ ગયા હતા. રાજકોટ ખાતે સ્પર્ધા ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીની અને અન્ય વિદ્યાર્થીની અને પ્રોફેસર સાથે ખાનગી વાહનમાં અમરેલી આવવા રવાના થયા હતા. વિદ્યાર્થીનીઓ રમત-ગમતના કોચ એઝાઝ કાઝી સાથે પરત આવી રહી હતી. ત્યારે કોચે રસ્તામાંથી કોલેજના વિદ્યાર્થી સાબીર મલેકને વાહનમાં બેસાડ્યો હતો. જે એક વિદ્યાર્થીનીની બાજુમાં બેસી ગયો હતો અને ચાલુ વાહને વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરી ધમકી આપી હતી. ત્યારે સાવરકુંડલા પોલીસે બન્ને આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિધર્મી ગુરુ-શિષ્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદકોલેજમાં વિધાર્મી દ્વારા થયેલ આ શારીરિક અડપલાની ઘટનાએ સમગ્ર શહેર અને શિક્ષણ જગતમાં ચકચાર મચાવી છે. ત્યારે આવા વિદ્યાર્થી અને પ્રોફેસરને કડકમાં કડક સજા થાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, આ બંને વિધર્મી ગુરુ-શિષ્ય વિરુદ્ધ પોલીસ કેવી કાર્યવાહી કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શારીરિક અડપલા કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
અમરેલીના સાવરકુંડલાની કાણકિયા કોલેજની વિદ્યાર્થીનીઓ સપ્ટેમ્બર મહિનામાં રાજકોટ ખાતે યોજાયેલી કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લેવા માટે ગઈ હતી. સ્પર્ધા પૂર્ણ થયા બાદ ખાનગી વાહનમાં સાવરકુંડલા પરત ફરી રહી હતી. ત્યારે કોલેજના એક વિદ્યાર્થીએ પ્રોફેસરની હાજરીમાં એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે બન્ને આરોપી વિરુદ્ધ સાવરકુંડલા પોલીસમાં ભોગ બનનાર વિદ્યાર્થીનીએ ફરિયાદ લખાવતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા.
આરોપીએ આપી હતી ધમકી
વિદ્યાર્થીની ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ એક ખાનગી વાહનમાં જ્યારે સાવરકુંડલા પરત ફરી રહી હતી. ત્યારે કોલેજના સાબીર મલેક નામના વિદ્યાર્થીએ પ્રોફેસર એઝાઝ કાઝીની હાજરીમાં એક વિદ્યાર્થીની સાથે શારીરિક હડપલા કર્યા હતા. વિદ્યાર્થીનીએ ઇન્કાર કરતા આરોપીએ ધમકી આપી હતી, જેથી પીડિતા ચૂપ રહી હતી. પરંતુ ખાનગી વાહનમાં થયેલી છેડતીનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે પીડિત વિદ્યાર્થીનીનો સંપર્ક કર્યો હતો અને પોલીસે પીડીતાને હિંમત આપતા પીડિતા વિદ્યાર્થીનીએ શારીરિક અડપલા કરનાર વિદ્યાર્થી અને સાથે રહેલા પ્રોફેસર સામે છેડતી પોસ્કો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
પીડિતા સમગ્ર ઘટના બાબતે મૌન રહી હતી
વિડીયો વાયરલ થતા તુરંત જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. વિદ્યાર્થી અને વિદ્યાર્થીની સાવરકુંડલાની જ કાણકિયા કોલેજની હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને પોલીસે પીડિતાનો અને તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. આરોપી દ્વારા પીડિતાને ધમકી આપવામાં આવી હોય પીડિતા સમગ્ર ઘટના બાબતે મૌન રહી હતી પરંતુ પોલીસ દ્વારા હિંમત આપવામાં આવતા ઘટના બન્યાને 12 દિવસ બાદ ભોગ બનનાર વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક શિક્ષણના પ્રોફેસર એઝાઝ કાઝી કોચ પણ ગયા હતા. રાજકોટ ખાતે સ્પર્ધા ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીની અને અન્ય વિદ્યાર્થીની અને પ્રોફેસર સાથે ખાનગી વાહનમાં અમરેલી આવવા રવાના થયા હતા. વિદ્યાર્થીનીઓ રમત-ગમતના કોચ એઝાઝ કાઝી સાથે પરત આવી રહી હતી. ત્યારે કોચે રસ્તામાંથી કોલેજના વિદ્યાર્થી સાબીર મલેકને વાહનમાં બેસાડ્યો હતો. જે એક વિદ્યાર્થીનીની બાજુમાં બેસી ગયો હતો અને ચાલુ વાહને વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરી ધમકી આપી હતી. ત્યારે સાવરકુંડલા પોલીસે બન્ને આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિધર્મી ગુરુ-શિષ્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ
કોલેજમાં વિધાર્મી દ્વારા થયેલ આ શારીરિક અડપલાની ઘટનાએ સમગ્ર શહેર અને શિક્ષણ જગતમાં ચકચાર મચાવી છે. ત્યારે આવા વિદ્યાર્થી અને પ્રોફેસરને કડકમાં કડક સજા થાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, આ બંને વિધર્મી ગુરુ-શિષ્ય વિરુદ્ધ પોલીસ કેવી કાર્યવાહી કરશે.