Amreliના ખેડૂતોને રડવાનો વારો આવ્યો, વરસાદ વરસતા પાકને થયું મોટું નુકસાન
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ ૧૦૦ ટકા થી વધારે વરસાદ પડ્યો છે ત્યારે જિલ્લાનો મુખ્ય પાક મગફળી છે ત્યારે અમરેલી જિલ્લામાં ૨ લાખ ૭ હજાર હેકટરમાં મગફરીનું વાવેતર થયું છે ત્યારે ગઈકાલે ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોભાડ,ઇંગોરાળા,અનિડા,કોટડા,વાંકિયા સહિત ગામોમાં અચાનક રાત્રિના એક થી દોઢ ઇંચ જેટલો વરસાદી માવઠું પડવાથી ખાંભા પંથકમાં મગફરી,સોયાબીન, તલના પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોને ભારે નુકસાન ખાંભા તાલુકાના ગામડાઓમાં ગઈકાલે રાત્રે પવન સાથે દોઢ ઈંચ વરસાદી માવઠું પડવાથી ખેડૂતોના મગફળીના પથારા પલળી ગયા હતા અને ખેડૂતોને પશુનો ઘાસચારા પણ ખેડૂતોના હાથમાં આવે તેવી સ્થિતિ નથી રહી અને મગફળીના સારા ભાવ પણ આવે તેવી સ્થિતિ નથી અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.અને ખેડૂતોને આશા હતી કે આ વર્ષ સારું ઉત્પાદન આવશે પરંતુ હાથમાં આવેલ કોળિયો ઝુંટવાઈ ગયો છે. પાક ગયો નિષ્ફળ અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ ૧૦૦ ટકાથી વધારે વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ચોમાસાની વિદાય જાહેર કરી દીધા બાદ ગઈકાલે રાત્રે ભારે વરસાદ પડવાથી સોયાબીન, મગફરી, તલ સહિતના પાકમાં પુષ્કળ નુકશાન થયું અને છેલ્લે છેલ્લે વરસાદી માવઠું પડવાથી મગફળીનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. ખાંભા તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન ખાંભા તાલુકામાં વરસાદે છેલ્લે છેલ્લે રાતા પાણીએ રોવડાવ્યા છે ખેડૂતોને સારાં ભાવ અને સારા ઉત્પાદનની આશાએ મગફળીનું પુષ્કળ પ્રમાણમા વાવેતર કર્યું હતું પણ છેલ્લે વરસાદની માવઠું પડતા જગતના તાતની આશા પર પાણી ફેરવી દીધુ મગફળીના પથારા પલળી ગયો તેમજ સોયાબીન અને તલના પાકને પણ નુકસાન જતા ખેડૂતની લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવાઈ તેવી આશા રાખી ખેડૂતો બેઠા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ ૧૦૦ ટકા થી વધારે વરસાદ પડ્યો છે ત્યારે જિલ્લાનો મુખ્ય પાક મગફળી છે ત્યારે અમરેલી જિલ્લામાં ૨ લાખ ૭ હજાર હેકટરમાં મગફરીનું વાવેતર થયું છે ત્યારે ગઈકાલે ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોભાડ,ઇંગોરાળા,અનિડા,કોટડા,વાંકિયા સહિત ગામોમાં અચાનક રાત્રિના એક થી દોઢ ઇંચ જેટલો વરસાદી માવઠું પડવાથી ખાંભા પંથકમાં મગફરી,સોયાબીન, તલના પાકને મોટું નુકસાન થયું છે.
ખેડૂતોને ભારે નુકસાન
ખાંભા તાલુકાના ગામડાઓમાં ગઈકાલે રાત્રે પવન સાથે દોઢ ઈંચ વરસાદી માવઠું પડવાથી ખેડૂતોના મગફળીના પથારા પલળી ગયા હતા અને ખેડૂતોને પશુનો ઘાસચારા પણ ખેડૂતોના હાથમાં આવે તેવી સ્થિતિ નથી રહી અને મગફળીના સારા ભાવ પણ આવે તેવી સ્થિતિ નથી અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.અને ખેડૂતોને આશા હતી કે આ વર્ષ સારું ઉત્પાદન આવશે પરંતુ હાથમાં આવેલ કોળિયો ઝુંટવાઈ ગયો છે.
પાક ગયો નિષ્ફળ
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ ૧૦૦ ટકાથી વધારે વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ચોમાસાની વિદાય જાહેર કરી દીધા બાદ ગઈકાલે રાત્રે ભારે વરસાદ પડવાથી સોયાબીન, મગફરી, તલ સહિતના પાકમાં પુષ્કળ નુકશાન થયું અને છેલ્લે છેલ્લે વરસાદી માવઠું પડવાથી મગફળીનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે.
ખાંભા તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન
ખાંભા તાલુકામાં વરસાદે છેલ્લે છેલ્લે રાતા પાણીએ રોવડાવ્યા છે ખેડૂતોને સારાં ભાવ અને સારા ઉત્પાદનની આશાએ મગફળીનું પુષ્કળ પ્રમાણમા વાવેતર કર્યું હતું પણ છેલ્લે વરસાદની માવઠું પડતા જગતના તાતની આશા પર પાણી ફેરવી દીધુ મગફળીના પથારા પલળી ગયો તેમજ સોયાબીન અને તલના પાકને પણ નુકસાન જતા ખેડૂતની લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવાઈ તેવી આશા રાખી ખેડૂતો બેઠા છે.