Ambaji: ‘મા’ અંબાજીના મંદિરમાં ભક્તોની ભારે ભીડ, લંડનથી યુવતી દર્શને આવી
અંબાજી મંદિરમાં બીજા નોરતે ભક્તોની ભીડ જોવા મળી, ભક્તોએ ધજા સાથે ગરબા રમીને માતાજીની ભક્તિ કરી, લંડનથી યુવતી ખાસ ‘મા’ અંબાના દર્શન કરવા આવી. શક્તિ, ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ગુજરાતનાં 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. ત્યારે હાલમાં આસો નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે આજે બીજા નોરતે ભારે ભીડ જોવા મળી હતી અને આજની જવેરા આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયાં હતાં. અંબાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવી રહ્યા છે અને ધન્યતા અનુભવે છે. એરપોર્ટથી ઉતરીને વિદેશી યુવતી માતાજીના દર્શને પહોંચી અંબાજી મંદિરમાં બીજા નોરતે ભક્તો દૂરદૂરથી દર્શન કરવા આવ્યા હતા. બીજા નોરતાથી આઠમ સુધી સવારે અંબાજી મંદિરમાં 2 મંગળા આરતી કરવામાં આવે છે. ત્યારે આજે જવેરા આરતી મા ભટ્ટજી મહારાજ દ્વારા આરતી કરવામાં આવી હતી. આજે પણ ભક્તો દૂરદૂરથી ધજા લઈને મંદિરમાં આવતાં જોવા મળ્યા હતા. અંબાજી મંદિરમાં લંડનથી પણ એક યુવતી આવી હતી, સવારે 5 વાગે એરપોર્ટ ઉતરીને પહેલાં તે માતાજીનાં દર્શન કરવા અંબાજી આવી હતી. નવરાત્રિના બીજા નોરતાનું મહત્ત્વ દ્વિતીયં બ્રહ્મચારિણી નવરાત્રિ ઉપાસના અને આરાધનાનો લાભ આપતાં એવા દિવસો છે જેમાં મહાશક્તિના આશીર્વાદ મેળવી શકાય છે. આ દિવસોમાં ભક્તો માતાની આરાધનામાં લીન થઈ જાય છે. નવરાત્રિ દરમિયાન ભક્તો શાંતિ અને સુખોપભોગ મેળવવાના હેતુ સાથે વ્રત અને ઉપવાસ રાખે છે. વળી માતાના વિવિધ નામ સ્મરણમાં પણ પરમ આનંદ મળે છે. આજે બીજા નોરતે માતા નવદુર્ગાના દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રિના બીજા દિવસે સાધકનું મન 'સ્વાધિષ્ઠાન' ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે. માતા બ્રહ્મચારિણીના દૈવીય સ્મરણ માટે આ મંત્રનો જાપ કરવામાં આવે છે. दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलु | देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा || માતા બ્રહ્મચારિણીની ઉપાસના માટે આ ધ્યાનમંત્ર પણ જણાવવામાં આવેલો છે. શંકરપ્રિયા ત્વં હિ, ભક્તિ-મુક્તિ દાયિની, શાંતિદા-માનદા, બ્રહ્મચારિણી પ્રણમામ્યહમ્. શક્તિ સ્વરૂપા માતા બ્રહ્મચારિણીમાં બ્રહ્મોપાસના તપસ્યાભર્યું આચરણ સમાયેલું છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને ભવ્યતા ધરાવે છે. તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ હોય છે. હિમાલય પુત્રી પાર્વતીએ ભગવાન શંકરને પતિ સ્વરૂપે મેળવવા અતિ કઠિન તપ કર્યું હતું. એક હજાર વર્ષ સુધી ફક્ત ફળફૂલ ખાધા હતાં. ટાઢ-તડકો વેઠ્યા હતાં. આવા અતિશય તપના કારણે બ્રહ્માજીએ પ્રસન્ન થઇ વરદાન આપ્યું હતું કે, દેવી તમને ભગવાન શંકર પતિના રૂપમાં ચોક્કસ મળશે. માતા બ્રહ્મચારિણીને ભક્તો અને સિદ્ધ પુરૂષોને અનંત ફળ આપવાવાળાં કહેવાયાં છે. માતા બ્રહ્મચારિણીની ઉપાસના થકી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમના ગુણોમાં વધારો થાય છે. જીવનમાં આવતાં પડકારો, સંઘર્ષો દરમિયાન પણ ભક્તનું ચિત્ત કર્તવ્ય પથથી વિચલિત થયું નથી. માતા બ્રહ્મચારિણીની કૃપાથી ભક્તને બધે જ સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંબાજી મંદિરમાં બીજા નોરતે ભક્તોની ભીડ જોવા મળી, ભક્તોએ ધજા સાથે ગરબા રમીને માતાજીની ભક્તિ કરી, લંડનથી યુવતી ખાસ ‘મા’ અંબાના દર્શન કરવા આવી.
શક્તિ, ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ગુજરાતનાં 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. ત્યારે હાલમાં આસો નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે આજે બીજા નોરતે ભારે ભીડ જોવા મળી હતી અને આજની જવેરા આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયાં હતાં. અંબાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવી રહ્યા છે અને ધન્યતા અનુભવે છે.
એરપોર્ટથી ઉતરીને વિદેશી યુવતી માતાજીના દર્શને પહોંચી
અંબાજી મંદિરમાં બીજા નોરતે ભક્તો દૂરદૂરથી દર્શન કરવા આવ્યા હતા. બીજા નોરતાથી આઠમ સુધી સવારે અંબાજી મંદિરમાં 2 મંગળા આરતી કરવામાં આવે છે. ત્યારે આજે જવેરા આરતી મા ભટ્ટજી મહારાજ દ્વારા આરતી કરવામાં આવી હતી. આજે પણ ભક્તો દૂરદૂરથી ધજા લઈને મંદિરમાં આવતાં જોવા મળ્યા હતા. અંબાજી મંદિરમાં લંડનથી પણ એક યુવતી આવી હતી, સવારે 5 વાગે એરપોર્ટ ઉતરીને પહેલાં તે માતાજીનાં દર્શન કરવા અંબાજી આવી હતી.
નવરાત્રિના બીજા નોરતાનું મહત્ત્વ
દ્વિતીયં બ્રહ્મચારિણી નવરાત્રિ ઉપાસના અને આરાધનાનો લાભ આપતાં એવા દિવસો છે જેમાં મહાશક્તિના આશીર્વાદ મેળવી શકાય છે. આ દિવસોમાં ભક્તો માતાની આરાધનામાં લીન થઈ જાય છે. નવરાત્રિ દરમિયાન ભક્તો શાંતિ અને સુખોપભોગ મેળવવાના હેતુ સાથે વ્રત અને ઉપવાસ રાખે છે. વળી માતાના વિવિધ નામ સ્મરણમાં પણ પરમ આનંદ મળે છે. આજે બીજા નોરતે માતા નવદુર્ગાના દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રિના બીજા દિવસે સાધકનું મન 'સ્વાધિષ્ઠાન' ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે. માતા બ્રહ્મચારિણીના દૈવીય સ્મરણ માટે આ મંત્રનો જાપ કરવામાં આવે છે.
दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलु |
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ||
માતા બ્રહ્મચારિણીની ઉપાસના માટે આ ધ્યાનમંત્ર પણ જણાવવામાં આવેલો છે. શંકરપ્રિયા ત્વં હિ, ભક્તિ-મુક્તિ દાયિની, શાંતિદા-માનદા, બ્રહ્મચારિણી પ્રણમામ્યહમ્.
શક્તિ સ્વરૂપા માતા બ્રહ્મચારિણીમાં બ્રહ્મોપાસના તપસ્યાભર્યું આચરણ સમાયેલું છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને ભવ્યતા ધરાવે છે. તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ હોય છે. હિમાલય પુત્રી પાર્વતીએ ભગવાન શંકરને પતિ સ્વરૂપે મેળવવા અતિ કઠિન તપ કર્યું હતું. એક હજાર વર્ષ સુધી ફક્ત ફળફૂલ ખાધા હતાં. ટાઢ-તડકો વેઠ્યા હતાં. આવા અતિશય તપના કારણે બ્રહ્માજીએ પ્રસન્ન થઇ વરદાન આપ્યું હતું કે, દેવી તમને ભગવાન શંકર પતિના રૂપમાં ચોક્કસ મળશે. માતા બ્રહ્મચારિણીને ભક્તો અને સિદ્ધ પુરૂષોને અનંત ફળ આપવાવાળાં કહેવાયાં છે. માતા બ્રહ્મચારિણીની ઉપાસના થકી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમના ગુણોમાં વધારો થાય છે. જીવનમાં આવતાં પડકારો, સંઘર્ષો દરમિયાન પણ ભક્તનું ચિત્ત કર્તવ્ય પથથી વિચલિત થયું નથી. માતા બ્રહ્મચારિણીની કૃપાથી ભક્તને બધે જ સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે.