Ambaji મંદિર ખાતે ૩ ઓકટોબરથી પ્રારંભ થયેલ અષ્ટ ગંધયાત્રાનું સમાપન કરાયું

શક્તિપીઠ અંબાજી ખાતેથી નવરાત્રીના પ્રથમ દિવસે શ્રી વિદ્યામાં વર્ણિત અષ્ટગંધ યાત્રાનો જય ભોલે ગ્રુપ દ્વારા પ્રારંભ કરાયો હતો. આ યાત્રા થકી શાસ્ત્રોમાં ઉલ્લેખિત અષ્ટગંધ અંબાજીથી શરૂ કરીને ગુજરાતના સુપ્રસિદ્ધ ૧૧ મંદિરોમાં અર્પણ કરવામાં આવેલ જેમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ પ્રેરિત આ યાત્રામાં જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ અને તેમના ગ્રુપ દ્વારા નવરાત્રીના દરેક દિવસે એક અત્તરનું બોક્સ ટોટલ ૧૧ જેટલા વિવિધ મંદિરોમાં અર્પણ કરવામાં આવ્યા હતા અને અનોખી રીતે માતાજીની ભક્તિ કરવામાં આવી હતી. શારદીય નવરાત્રી સતત ૧૧ દિવસ સુધી ગુજરાતના વિવિધ ૧૧ મંદિરમાં આ યાત્રાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ યાત્રામાં માર્ગદર્શન આપનાર અને સહયોગ આપનાર તમામ મંદિરના મહારાજ - ટ્રસ્ટીશ્રીઓ- તેમજ વિશેષશ્રી ભાવનગર સાહેબ - જામનગરના જામ સાહેબ દ્વારા વિશેષ આવકાર આપવામાં આવ્યો હતો. અંબાજી મંદિર ચાચર ચોક ખાતેથી આરંભ કરાયેલ યાત્રાને પવિત્ર શારદીય નવરાત્રી નિમિત્તે પૂર્ણ કરાઈ હતી. ભકતોનું ઉમટયું ઘોડાપૂર નવરાત્રીના તહેવાર બાદ ગુજરાતમાં શરદપૂર્ણિમાનુ વિશેષ મહત્વ હોય છે, જેને પગલે ધાર્મિક સ્થળો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. ત્યારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ તીર્થસ્થળ અંબાજીમાં પણ શરદપૂર્ણિમાએ યાત્રિકોનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો. શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ હતું.  

Ambaji મંદિર ખાતે ૩ ઓકટોબરથી પ્રારંભ થયેલ અષ્ટ ગંધયાત્રાનું સમાપન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શક્તિપીઠ અંબાજી ખાતેથી નવરાત્રીના પ્રથમ દિવસે શ્રી વિદ્યામાં વર્ણિત અષ્ટગંધ યાત્રાનો જય ભોલે ગ્રુપ દ્વારા પ્રારંભ કરાયો હતો. આ યાત્રા થકી શાસ્ત્રોમાં ઉલ્લેખિત અષ્ટગંધ અંબાજીથી શરૂ કરીને ગુજરાતના સુપ્રસિદ્ધ ૧૧ મંદિરોમાં અર્પણ કરવામાં આવેલ જેમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ પ્રેરિત આ યાત્રામાં જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ અને તેમના ગ્રુપ દ્વારા નવરાત્રીના દરેક દિવસે એક અત્તરનું બોક્સ ટોટલ ૧૧ જેટલા વિવિધ મંદિરોમાં અર્પણ કરવામાં આવ્યા હતા અને અનોખી રીતે માતાજીની ભક્તિ કરવામાં આવી હતી.

શારદીય નવરાત્રી

સતત ૧૧ દિવસ સુધી ગુજરાતના વિવિધ ૧૧ મંદિરમાં આ યાત્રાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ યાત્રામાં માર્ગદર્શન આપનાર અને સહયોગ આપનાર તમામ મંદિરના મહારાજ - ટ્રસ્ટીશ્રીઓ- તેમજ વિશેષશ્રી ભાવનગર સાહેબ - જામનગરના જામ સાહેબ દ્વારા વિશેષ આવકાર આપવામાં આવ્યો હતો. અંબાજી મંદિર ચાચર ચોક ખાતેથી આરંભ કરાયેલ યાત્રાને પવિત્ર શારદીય નવરાત્રી નિમિત્તે પૂર્ણ કરાઈ હતી.


ભકતોનું ઉમટયું ઘોડાપૂર

નવરાત્રીના તહેવાર બાદ ગુજરાતમાં શરદપૂર્ણિમાનુ વિશેષ મહત્વ હોય છે, જેને પગલે ધાર્મિક સ્થળો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. ત્યારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ તીર્થસ્થળ અંબાજીમાં પણ શરદપૂર્ણિમાએ યાત્રિકોનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો. શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ હતું.