Ambaji મંદિરથી ગબ્બર સુધી જતી બસના ભાડામાં એસટી વિભાગે ભાડામાં કર્યો ઘટાડો

અંબાજી એસટી વિભાગે ગબ્બરથી આરટીઓ સર્કલ સુધી જતી બસના ભાડામાં ઘટાડો કર્યો છે.મેળાના પ્રથમ દિવસે રૂ. 20 ભાડું વસૂલવામાં આવ્યું હતું પરંતુ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ભાડામાં રૂ 5નો ઘટાડો કરાતા મુસાફરોમાં રાહત જોવા મળી હતી,યાત્રિકો માટે મૂકવામાં આવેલી બસમાં ભાડું ઘટાડયું હતુ.સંદેશ ન્યૂઝે ગઈકાલે આ અહેવાલ પ્રસારીત કર્યો હતો.એસટી વિભાગ પણ કમાવવાની આશાએ હતુ.રૂપિયા 5નો કર્યો ઘટાડોગુજરાત એસટી વિભાગ સામાન્ય દિવસોમાં અંબાજી મંદિરથી ગબ્બર સુધી જવા માટે 9 રૂપિયા ટિકીટ તરીકે લે છે,પરંતુ હાલમાં ભાદરવી સુદ પૂનમનો મેળો ચાલી રહ્યો છે,ત્યારે એસટી વિભાગ દ્રારા મુસાફરોને રૂપિયા 9 ની બદલે રૂપિયા 20 ચૂકવવા પડતા હતા,સંદેશ ન્યૂઝ દ્રારા મુસાફરોની સમસ્યાને વાચા આપવામાં આવી હતી ત્યારે મુસાફરોને વધારે તકલીફ ના પડે તેને ધ્યાને રાખીને 20 રૂપિયાનું ભાડું ઘટાડીને રૂપિયા 15 કરવામાં આવ્યું છે. મુસાફરોને થઈ મોટી રાહત એસટી વિભાગ દ્રારા 9 રૂપિયાની બદલે 20 રૂપિયા ભાડુ વસૂલવાને લઈ મુસાફરો પણ ચિંતામાં મૂકાયા હતો.મુસાફરોનો આક્ષેપ હતો કે,એસટી વિભાગ દ્રારા જો આ રીતે ભાડુ વધુ વસૂલ કરવામાં આવે તો ખાનગી વાહન અને એસટી વિભાગના વાહનમાં કોઈ ફરક નથી રહેતો,એટલે મુસાફરો હવે ખાનગી વાહનોનો પણ સહારો લેવા લાગ્યા હતા.પરંતુ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ટિકીટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એસટી વિભાગે દોડાવી વધુ બસો એસટી વિભાગે અંબાજી મેળાને લઈ વધુ 5500 બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે.વિવિધ શહેરોમાંથી અંબાજી સુધીની ગુજરાત એસ.ટી. દ્રારા વધુ બસોનું સંચાલન કરશે.ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા શ્રદ્ધાળુઓની યાત્રા સુગમ બને તે માટે 5500 એક્સ્ટ્રા મુકવામાં આવશે.આ ઉપરાંત મુસાફરોને હંગામી મુસાફર શેડ, પીવાનું પાણી, એમ્બ્યુલન્સ, બેનર હોર્ડિંગ, સરળતા માટે માઇક એનાઉન્સમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.હવે ભાદરવી પૂનમના મેળામાં જતા મા અંબાના ભક્તોની યાત્રા બનશે સરળ અને સફળ.  

Ambaji મંદિરથી ગબ્બર સુધી જતી બસના ભાડામાં એસટી વિભાગે ભાડામાં કર્યો ઘટાડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંબાજી એસટી વિભાગે ગબ્બરથી આરટીઓ સર્કલ સુધી જતી બસના ભાડામાં ઘટાડો કર્યો છે.મેળાના પ્રથમ દિવસે રૂ. 20 ભાડું વસૂલવામાં આવ્યું હતું પરંતુ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ભાડામાં રૂ 5નો ઘટાડો કરાતા મુસાફરોમાં રાહત જોવા મળી હતી,યાત્રિકો માટે મૂકવામાં આવેલી બસમાં ભાડું ઘટાડયું હતુ.સંદેશ ન્યૂઝે ગઈકાલે આ અહેવાલ પ્રસારીત કર્યો હતો.
એસટી વિભાગ પણ કમાવવાની આશાએ હતુ.

રૂપિયા 5નો કર્યો ઘટાડો
ગુજરાત એસટી વિભાગ સામાન્ય દિવસોમાં અંબાજી મંદિરથી ગબ્બર સુધી જવા માટે 9 રૂપિયા ટિકીટ તરીકે લે છે,પરંતુ હાલમાં ભાદરવી સુદ પૂનમનો મેળો ચાલી રહ્યો છે,ત્યારે એસટી વિભાગ દ્રારા મુસાફરોને રૂપિયા 9 ની બદલે રૂપિયા 20 ચૂકવવા પડતા હતા,સંદેશ ન્યૂઝ દ્રારા મુસાફરોની સમસ્યાને વાચા આપવામાં આવી હતી ત્યારે મુસાફરોને વધારે તકલીફ ના પડે તેને ધ્યાને રાખીને 20 રૂપિયાનું ભાડું ઘટાડીને રૂપિયા 15 કરવામાં આવ્યું છે.



મુસાફરોને થઈ મોટી રાહત
એસટી વિભાગ દ્રારા 9 રૂપિયાની બદલે 20 રૂપિયા ભાડુ વસૂલવાને લઈ મુસાફરો પણ ચિંતામાં મૂકાયા હતો.મુસાફરોનો આક્ષેપ હતો કે,એસટી વિભાગ દ્રારા જો આ રીતે ભાડુ વધુ વસૂલ કરવામાં આવે તો ખાનગી વાહન અને એસટી વિભાગના વાહનમાં કોઈ ફરક નથી રહેતો,એટલે મુસાફરો હવે ખાનગી વાહનોનો પણ સહારો લેવા લાગ્યા હતા.પરંતુ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ટિકીટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

એસટી વિભાગે દોડાવી વધુ બસો
એસટી વિભાગે અંબાજી મેળાને લઈ વધુ 5500 બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે.વિવિધ શહેરોમાંથી અંબાજી સુધીની ગુજરાત એસ.ટી. દ્રારા વધુ બસોનું સંચાલન કરશે.ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા શ્રદ્ધાળુઓની યાત્રા સુગમ બને તે માટે 5500 એક્સ્ટ્રા મુકવામાં આવશે.આ ઉપરાંત મુસાફરોને હંગામી મુસાફર શેડ, પીવાનું પાણી, એમ્બ્યુલન્સ, બેનર હોર્ડિંગ, સરળતા માટે માઇક એનાઉન્સમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.હવે ભાદરવી પૂનમના મેળામાં જતા મા અંબાના ભક્તોની યાત્રા બનશે સરળ અને સફળ.