Ambaji: ભાદરવી મહાકુંભનો ચોથો દિવસ, 9 લાખથી વધુ માઈભક્તોએ કર્યા દર્શન

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો રંગચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે આ ભાદરવી મહાકુંભનો ચોથો દિવસ છે અને ઘણા ભક્તો માં અંબાના આર્શીવાદ લેવા માટે પહોંચી રહ્યા છે. અંબાજીના તમામ માર્ગો માઈભક્તોથી ઉભરાયા છે અને જય અંબે જય અંબેના નાદથી ભક્તિમય માહોલ સર્જાયો છે.3 દિવસમાં અંબાજીમાં કુલ 9,88,262 ભક્તોએ માં અંબાના દર્શન કરીને આર્શીવાદ મેળવ્યા તમને જણાવી દઈએ કે છેલ્લા 3 દિવસમાં અંબાજીમાં કુલ 9,88,262 ભક્તોએ માં અંબાના દર્શન કરીને આર્શીવાદ મેળવ્યા છે અને જગતની સુખાકારી માટે માં અંબાના પ્રાંગણમાં પ્રાર્થના કરી છે. આ સાથે જ 85,240 લોકોએ નિ:શુલ્ક ભોજનનો પણ લાભ લીધો છે, ત્યારે 3,50,156 લોકોએ મોહનથાળની પ્રસાદીનો લાભ લીધો છે. પગપાળા અંબાજી પહોંચી રહેલા તમામ ભક્તો માટે રસ્તામાં અનેક જગ્યાએ નાસ્તો, ચા-કોફી, પાણી અને ભોજનના અલગ અલગ કેમ્પોની વ્યવસ્થા સેવાભાવી સંસ્થાઓ અને અનેક ગામના યુવાનો દ્વારા કરવામાં આવેલી છે. આ સાથે જ પગપાળા આવતા ભક્તોના રહેવા અને આરામ કરવાની પણ સુવિધાઓ આપતા કેમ્પો કાર્યરત છે. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભાદરવી પૂનમમાં ભક્તોની કિડિયારૂ ઉભરાતું હોય છે અને લગભગ 20 લાખથી વધુ લોકો માં અંબાના દર્શન કરે છે. ત્યારે તમામ ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા માટે તંત્ર પણ સજ્જ બની જાય છે અને તમામ યોગ્ય વ્યવસ્થા કરે છે. આ વર્ષે પણ પોલીસ વિભાગ દ્વારા અંબાજીમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે 650 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા લોકો પર નજર રાખવામાં આવી રહી છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે મંદિર પરિસરમાં પણ મોટા પ્રમાણમાં સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ નાના બાળકો અને વૃદ્ધો માટે પણ વ્હીલચેર અને ઘોડિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. દાંતા અંબાજી માર્ગો પર પદયાત્રી સંઘોનો અવિરત પ્રવાહ નોંધનીય છે કે મેળામાં 2 દિવસ દરમ્યાન જ 5 લાખથી વધુ માઈભકતોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. ગુજરાતના દરેક ખૂણે ખૂણેથી માઈભક્તો હાથમાં ધજા, ત્રિશૂળ, ચુંદડી અને અનેકવિધ વેશભૂષા સાથે મોજ-મજા અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. દાંતા અંબાજી માર્ગો પર આવા પદયાત્રી સંઘોનો અવિરત પ્રવાહ આગળ વધી રહ્યો છે. પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગીરીમાળાઓમાં ભરાતા અંબાજીના મેળામાં દરેક શ્રદ્ધાળુ પોત પોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે. માં અંબા સૌના મનોરથ પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લાખો ભાવિક માઈ ભક્તો ભાદરવી પૂનમના મેળામાં આવી રહ્યા છે. 

Ambaji: ભાદરવી મહાકુંભનો ચોથો દિવસ, 9 લાખથી વધુ માઈભક્તોએ કર્યા દર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો રંગચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે આ ભાદરવી મહાકુંભનો ચોથો દિવસ છે અને ઘણા ભક્તો માં અંબાના આર્શીવાદ લેવા માટે પહોંચી રહ્યા છે. અંબાજીના તમામ માર્ગો માઈભક્તોથી ઉભરાયા છે અને જય અંબે જય અંબેના નાદથી ભક્તિમય માહોલ સર્જાયો છે.

3 દિવસમાં અંબાજીમાં કુલ 9,88,262 ભક્તોએ માં અંબાના દર્શન કરીને આર્શીવાદ મેળવ્યા

તમને જણાવી દઈએ કે છેલ્લા 3 દિવસમાં અંબાજીમાં કુલ 9,88,262 ભક્તોએ માં અંબાના દર્શન કરીને આર્શીવાદ મેળવ્યા છે અને જગતની સુખાકારી માટે માં અંબાના પ્રાંગણમાં પ્રાર્થના કરી છે. આ સાથે જ 85,240 લોકોએ નિ:શુલ્ક ભોજનનો પણ લાભ લીધો છે, ત્યારે 3,50,156 લોકોએ મોહનથાળની પ્રસાદીનો લાભ લીધો છે. પગપાળા અંબાજી પહોંચી રહેલા તમામ ભક્તો માટે રસ્તામાં અનેક જગ્યાએ નાસ્તો, ચા-કોફી, પાણી અને ભોજનના અલગ અલગ કેમ્પોની વ્યવસ્થા સેવાભાવી સંસ્થાઓ અને અનેક ગામના યુવાનો દ્વારા કરવામાં આવેલી છે. આ સાથે જ પગપાળા આવતા ભક્તોના રહેવા અને આરામ કરવાની પણ સુવિધાઓ આપતા કેમ્પો કાર્યરત છે.


કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભાદરવી પૂનમમાં ભક્તોની કિડિયારૂ ઉભરાતું હોય છે અને લગભગ 20 લાખથી વધુ લોકો માં અંબાના દર્શન કરે છે. ત્યારે તમામ ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા માટે તંત્ર પણ સજ્જ બની જાય છે અને તમામ યોગ્ય વ્યવસ્થા કરે છે. આ વર્ષે પણ પોલીસ વિભાગ દ્વારા અંબાજીમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે 650 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા લોકો પર નજર રાખવામાં આવી રહી છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે મંદિર પરિસરમાં પણ મોટા પ્રમાણમાં સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ નાના બાળકો અને વૃદ્ધો માટે પણ વ્હીલચેર અને ઘોડિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.

દાંતા અંબાજી માર્ગો પર પદયાત્રી સંઘોનો અવિરત પ્રવાહ

નોંધનીય છે કે મેળામાં 2 દિવસ દરમ્યાન જ 5 લાખથી વધુ માઈભકતોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. ગુજરાતના દરેક ખૂણે ખૂણેથી માઈભક્તો હાથમાં ધજા, ત્રિશૂળ, ચુંદડી અને અનેકવિધ વેશભૂષા સાથે મોજ-મજા અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. દાંતા અંબાજી માર્ગો પર આવા પદયાત્રી સંઘોનો અવિરત પ્રવાહ આગળ વધી રહ્યો છે. પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગીરીમાળાઓમાં ભરાતા અંબાજીના મેળામાં દરેક શ્રદ્ધાળુ પોત પોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે. માં અંબા સૌના મનોરથ પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લાખો ભાવિક માઈ ભક્તો ભાદરવી પૂનમના મેળામાં આવી રહ્યા છે.