Ambajiમાં પૂનમ મહામેળામાં જય બજરંગબલી માલિશ સેવા કેમ્પ દ્વારા અનોખો સેવા યજ્ઞ

ભાદરવી પૂનમના મહા મેળામાં અંબાજી ખાતે અસંખ્ય યાત્રાળુઓ મા અંબાના દર્શનાર્થે આવે છે. આ મહામેળા દરમિયાન યાત્રાળુઓ પગપાળા સંઘ લઈને માતાજીના દર્શન માટે આવતા હોય છે. આવા યાત્રાળુઓ માટે રસ્તામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા કરવામાં આવતી હોય છે. ત્યારે કલોલના જય બજરંગબલી માલિશ સેવા કેમ્પ દ્વારા અનોખો સેવા યજ્ઞ કરવામાં આવે છે. છેલ્લા 27 વર્ષથી યાત્રાળુઓની માલિશ કરી થાક ઉતારવામાં આવે છે. 27 વર્ષથી કેમ્પ ચાલે છે આ અંગે વાત કરતા માલિશ કેમ્પના આયોજક વિષ્ણુભાઈ પટેલ જણાવે છે કે છેલ્લા 27 વર્ષથી અમે આ જગ્યાએ માલિશ કેમ્પનું આયોજન કરીએ છીએ. જ્યાં અનેક યાત્રાળુઓ દરરોજ માલિશ કેમ્પનો લાભ લે છે. યાત્રાળુઓ આ કેમ્પનો લાભ લઇ રાહત અનુભવે છે. આ સ્થળ ઘાટી જેવું છે તે માટે યાત્રાળુઓ પણ થોડીવાર આરામ કરી અને રાહત અનુભવે છે. અને ઘણા લોકો અમને આશીર્વાદ પણ આપે છે કે તમને ઘણા વર્ષથી અહીં આ સેવા કરતા જોઈએ છીએ. ચાર્જિંગ કેમ્પનું આયોજન કરાયું દૂર દૂરથી માંના ધામ સુધી પગપાળા આવતા ભક્તોના મોબાઈલ ચાર્જ રહે તે માટે ધાનેરાના હરિ મિત્ર મંડળ દ્વારા જલોત્રા પાસે મોબાઈલ ચાર્જિંગનો કેમ્પ છેલ્લા આઠ વર્ષથી ચલાવવામાં આવે છે. જ્યારે ધાનેરાના મિત્રો અંબાજી પગપાળા જઈ રહ્યા હતા ત્યારે તેમને મોબાઈલ ચાર્જ કરવામાં બહુ જ તકલીફ પડતી હતી. મોબાઈલ બંધ રહેતા પરિવારજનો પણ મુશ્કેલી અનુભવતા હતા. તેથી ધાનેરાના મિત્રોએ ભેગા મળી પાલનપુર અંબાજી રોડ પર જલોત્રા પાસે મોબાઈલ ચાર્જિંગ કરવા માટેનો કેમ્પ બનાવ્યો છે. આઠ વર્ષથી આ કેમ્પ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જાણો કેટલા ભકતોએ કર્યા દર્શન અંબાજી યાત્રાધામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ મા અંબાના મંદિરમાં ભાદરવી પૂનમના મહામેળાનો ધાર્મિક ભક્તિભાવથી પ્રારંભ થઈ ચૂક્યો છે. મેળાના બીજા દિવસે રાજ્યભરમાંથી બોલ મારી અંબેના ગુંજારવ સાથે 3 લાખ 5 હજારથી વધુ માઈભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. માત્ર બે દિવસમાં જ કુલ 4.97 લાખ યાત્રાળુઓએ અંબાજીમાં મા અંબાના ચરણોમાં પોતાના શીશ ઝૂકાવ્યા છે. અત્યાર સુધી મંદિરના શિખરે 521 ધ્વજારોહણ થયું છે તથા મોહનથાળ પ્રસાદના 405617 અને ચીકી પ્રસાદના 7609 પેકેટનું વિતરણ થયું છે. 

Ambajiમાં પૂનમ મહામેળામાં જય બજરંગબલી માલિશ સેવા કેમ્પ દ્વારા અનોખો સેવા યજ્ઞ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાદરવી પૂનમના મહા મેળામાં અંબાજી ખાતે અસંખ્ય યાત્રાળુઓ મા અંબાના દર્શનાર્થે આવે છે. આ મહામેળા દરમિયાન યાત્રાળુઓ પગપાળા સંઘ લઈને માતાજીના દર્શન માટે આવતા હોય છે. આવા યાત્રાળુઓ માટે રસ્તામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા કરવામાં આવતી હોય છે. ત્યારે કલોલના જય બજરંગબલી માલિશ સેવા કેમ્પ દ્વારા અનોખો સેવા યજ્ઞ કરવામાં આવે છે. છેલ્લા 27 વર્ષથી યાત્રાળુઓની માલિશ કરી થાક ઉતારવામાં આવે છે.

27 વર્ષથી કેમ્પ ચાલે છે
આ અંગે વાત કરતા માલિશ કેમ્પના આયોજક વિષ્ણુભાઈ પટેલ જણાવે છે કે છેલ્લા 27 વર્ષથી અમે આ જગ્યાએ માલિશ કેમ્પનું આયોજન કરીએ છીએ. જ્યાં અનેક યાત્રાળુઓ દરરોજ માલિશ કેમ્પનો લાભ લે છે. યાત્રાળુઓ આ કેમ્પનો લાભ લઇ રાહત અનુભવે છે. આ સ્થળ ઘાટી જેવું છે તે માટે યાત્રાળુઓ પણ થોડીવાર આરામ કરી અને રાહત અનુભવે છે. અને ઘણા લોકો અમને આશીર્વાદ પણ આપે છે કે તમને ઘણા વર્ષથી અહીં આ સેવા કરતા જોઈએ છીએ.



ચાર્જિંગ કેમ્પનું આયોજન કરાયું
દૂર દૂરથી માંના ધામ સુધી પગપાળા આવતા ભક્તોના મોબાઈલ ચાર્જ રહે તે માટે ધાનેરાના હરિ મિત્ર મંડળ દ્વારા જલોત્રા પાસે મોબાઈલ ચાર્જિંગનો કેમ્પ છેલ્લા આઠ વર્ષથી ચલાવવામાં આવે છે. જ્યારે ધાનેરાના મિત્રો અંબાજી પગપાળા જઈ રહ્યા હતા ત્યારે તેમને મોબાઈલ ચાર્જ કરવામાં બહુ જ તકલીફ પડતી હતી. મોબાઈલ બંધ રહેતા પરિવારજનો પણ મુશ્કેલી અનુભવતા હતા. તેથી ધાનેરાના મિત્રોએ ભેગા મળી પાલનપુર અંબાજી રોડ પર જલોત્રા પાસે મોબાઈલ ચાર્જિંગ કરવા માટેનો કેમ્પ બનાવ્યો છે. આઠ વર્ષથી આ કેમ્પ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

જાણો કેટલા ભકતોએ કર્યા દર્શન
અંબાજી યાત્રાધામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ મા અંબાના મંદિરમાં ભાદરવી પૂનમના મહામેળાનો ધાર્મિક ભક્તિભાવથી પ્રારંભ થઈ ચૂક્યો છે. મેળાના બીજા દિવસે રાજ્યભરમાંથી બોલ મારી અંબેના ગુંજારવ સાથે 3 લાખ 5 હજારથી વધુ માઈભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. માત્ર બે દિવસમાં જ કુલ 4.97 લાખ યાત્રાળુઓએ અંબાજીમાં મા અંબાના ચરણોમાં પોતાના શીશ ઝૂકાવ્યા છે. અત્યાર સુધી મંદિરના શિખરે 521 ધ્વજારોહણ થયું છે તથા મોહનથાળ પ્રસાદના 405617 અને ચીકી પ્રસાદના 7609 પેકેટનું વિતરણ થયું છે.