Ahmedbadના શેલામાં મહિલાને ગળાના ભાગે છરી મૂકી દાગીનાની કરાઈ લૂંટ

અમદાવાદના પોશ વિસ્તારમાં શેલામાં લૂંટની ઘટના બની છે,શેલાના વ્રજ હોમ્સમાં મહિલાને ગળાના ભાગે છરી મૂકીને દાગીનાની લૂંટ કરવામાં આવી છે સાથે સાથે પાંચ લૂંટારૂઓ ઘરમાં આવ્યા અને લૂંટ કરીને ગયા છે,મહિલા ઘરમાં એકલી હતી તે વખતે આ લૂંટને અંજામ આપવામાં આવ્યા છે,પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે. શેલામાં બની લૂંટની ઘટના અમદાવાદના પોશ વિસ્તાર શેલામાં ફરી લૂંટની ઘટના સામે આવી છે,નાની-મોટી લૂંટ અનેકવાર બનતી હોય છે,દિવાળી નજીક આવતા લૂંટારૂઓ જાણે સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે.શેલામાં વ્રજ હોમ્સમાં આવીને લૂંટારૂઓએ મહિલાને ધમકી આપીને કહ્યું રૂપિયા આપી દે નહીતર મારી નાખીશું તેમ કહીને લૂંટ ચલાવી હતી.રૂપિયા 4.54 લાખના સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી છે,મહિલા ગભરાઈ ગયા હતા અને ત્યારબાદ આસપાસના સ્થાનિકો અને પોલીસને જાણ કરી હતી. લૂંટની ઘટનાથી સ્થાનિકો ગભરાયા શેલામાં લૂંટની ઘટનાથી વ્રજ હોમ્સના સ્થાનિકો ગભરાઈ ગયા છે,બીજી તરફ પોલીસે ઘટના સ્થળે ડોગ સ્કોવર્ડની મદદ લઈને તપાસ હાથધરી છે.આસપાસના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી રહી છે.કોઈ જાણભેદુ એ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું પોલીસને અનુમાન છે.પોલીસે રોડ પરના સીસીટીવી પણ તપાસ અર્થે લીધા છે,ત્યારે ચોરીનો ભેદ જલદીથી ઉકેલાઈ જશે તેવી પોલીસને આશા છે,હાઈવે પરથી લૂંટારૂઓ આવ્યા હોઈ શકે અને ચોરી કરીને હાઈવે તરફથી ગયા હોઈ શકે છે. પોલીસે ગુનો નોંધ્યો 24 કલાક પેટ્રોલિંગ કરવાના દાવા બોપલ પોલીસના નિષ્ફળ ગયા હોય તેમ છે,બોપલના પીઆઈ બી.ટી.ગોહિલ સાહેબ તમારા સ્ટાફને કહો કે પેટ્રોલિંગ સતત કર્યા કરે આમ પણ બોપલ વિસ્તાર ખૂબ મોટો વિસ્તાર છે અને તેમાં પણ આવી રીતે લૂંટ થાય તે જરાય પણ ચલાવી દેવાય નહી,ત્યારે પોલીસની પેટ્રોલિંગની વાતો સાચી પુરવાર સાબિત ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.પોલીસે આ સમગ્ર ઘટનામાં તપાસનો દોર શરૂ કર્યો છે.  

Ahmedbadના શેલામાં મહિલાને ગળાના ભાગે છરી મૂકી દાગીનાની કરાઈ લૂંટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના પોશ વિસ્તારમાં શેલામાં લૂંટની ઘટના બની છે,શેલાના વ્રજ હોમ્સમાં મહિલાને ગળાના ભાગે છરી મૂકીને દાગીનાની લૂંટ કરવામાં આવી છે સાથે સાથે પાંચ લૂંટારૂઓ ઘરમાં આવ્યા અને લૂંટ કરીને ગયા છે,મહિલા ઘરમાં એકલી હતી તે વખતે આ લૂંટને અંજામ આપવામાં આવ્યા છે,પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે.

શેલામાં બની લૂંટની ઘટના

અમદાવાદના પોશ વિસ્તાર શેલામાં ફરી લૂંટની ઘટના સામે આવી છે,નાની-મોટી લૂંટ અનેકવાર બનતી હોય છે,દિવાળી નજીક આવતા લૂંટારૂઓ જાણે સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે.શેલામાં વ્રજ હોમ્સમાં આવીને લૂંટારૂઓએ મહિલાને ધમકી આપીને કહ્યું રૂપિયા આપી દે નહીતર મારી નાખીશું તેમ કહીને લૂંટ ચલાવી હતી.રૂપિયા 4.54 લાખના સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી છે,મહિલા ગભરાઈ ગયા હતા અને ત્યારબાદ આસપાસના સ્થાનિકો અને પોલીસને જાણ કરી હતી.

લૂંટની ઘટનાથી સ્થાનિકો ગભરાયા

શેલામાં લૂંટની ઘટનાથી વ્રજ હોમ્સના સ્થાનિકો ગભરાઈ ગયા છે,બીજી તરફ પોલીસે ઘટના સ્થળે ડોગ સ્કોવર્ડની મદદ લઈને તપાસ હાથધરી છે.આસપાસના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી રહી છે.કોઈ જાણભેદુ એ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું પોલીસને અનુમાન છે.પોલીસે રોડ પરના સીસીટીવી પણ તપાસ અર્થે લીધા છે,ત્યારે ચોરીનો ભેદ જલદીથી ઉકેલાઈ જશે તેવી પોલીસને આશા છે,હાઈવે પરથી લૂંટારૂઓ આવ્યા હોઈ શકે અને ચોરી કરીને હાઈવે તરફથી ગયા હોઈ શકે છે.

પોલીસે ગુનો નોંધ્યો

24 કલાક પેટ્રોલિંગ કરવાના દાવા બોપલ પોલીસના નિષ્ફળ ગયા હોય તેમ છે,બોપલના પીઆઈ બી.ટી.ગોહિલ સાહેબ તમારા સ્ટાફને કહો કે પેટ્રોલિંગ સતત કર્યા કરે આમ પણ બોપલ વિસ્તાર ખૂબ મોટો વિસ્તાર છે અને તેમાં પણ આવી રીતે લૂંટ થાય તે જરાય પણ ચલાવી દેવાય નહી,ત્યારે પોલીસની પેટ્રોલિંગની વાતો સાચી પુરવાર સાબિત ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.પોલીસે આ સમગ્ર ઘટનામાં તપાસનો દોર શરૂ કર્યો છે.