Ahmedbadમા મહિલા પોલીસકર્મીએ પતિ અને સાસરિયા વિરુદ્ધ દહેજની નોંધાવી ફરિયાદ
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર ખાતે રહેતી મહિલા પોલીસકર્મીએ અમદાવાદ શહેર પૂર્વ મહિલા પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિ અને સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પતિ સહિત સાસરિયાઓ સામે દહેજની ફરિયાદ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.પતિ દર મહિને પત્નીના પગારમાંથી રૂપિયા પણ પડાવતો હતો તેવો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.વર્ષ 2022માં પતિએ છૂટાછેડાનો કરાર કર્યો હતો અને કરાર બાદ માફી માંગી ફરી કોર્ટમેરેજ કર્યા હતા. વારંવારના ત્રાસથી કંટાળી મહિલાએ કરી ફરિયાદ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલાએ તેના સાસરિયાઓ વિરુદ્ધ અમદાવાદ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.લગ્ન બાદ પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા હતા જેને લઈ ફરિયાદ નોંધાઈ છે.દહેજ માટે રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાની વાત સામે આવી છે,પહેલા પતિ સાથે સમાધાન કર્યુ અને ત્યારબાદ ફરી બબાલ થરૂ થઈ હતી જેને લઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.વર્ષ 2021માં લગ્ન થયા હતા. ત્યાર બાદ તેઓ પોતાના પતિ સાથે સંયુક્ત કુટુંબમાં સાસુ અને દિયર સાથે રહેતા હતા.પોલીસકર્મી મહિલાને માર પણ માર્યો હતો આ સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો મહિલા પોલીસને સાસરિયાએ માર પણ માર્યો હતો જેમાં સૌથી વધારે ત્રાસ સાસુ આપતી હતી તેવી વાત સામે આવી છે.રંતુ સાસુ દ્વારા પણ તેમના ઘરે આવીને પોતે વિધવા છે તેથી રૂપિયાની જરૂર હોવાથી દર મહિને પોતાના પગારમાંથી 5000 રૂપિયા આપવા જણાવ્યું હતું. તેમ ન કરતા પતિ અને દિયર દ્વારા પોતાના રહેઠાણ વિસ્તારમાં ફ્લેટ નીચે વાળ ખેંચીને મારઝૂડ કરી હતી અને ગાળા ગાળી કરતા આસપાસના લોકો એકત્ર થતાં પતિ અને દિયર ત્યાંથી નીકળી ગયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર ખાતે રહેતી મહિલા પોલીસકર્મીએ અમદાવાદ શહેર પૂર્વ મહિલા પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિ અને સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પતિ સહિત સાસરિયાઓ સામે દહેજની ફરિયાદ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.પતિ દર મહિને પત્નીના પગારમાંથી રૂપિયા પણ પડાવતો હતો તેવો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.વર્ષ 2022માં પતિએ છૂટાછેડાનો કરાર કર્યો હતો અને કરાર બાદ માફી માંગી ફરી કોર્ટમેરેજ કર્યા હતા.
વારંવારના ત્રાસથી કંટાળી મહિલાએ કરી ફરિયાદ
અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલાએ તેના સાસરિયાઓ વિરુદ્ધ અમદાવાદ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.લગ્ન બાદ પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા હતા જેને લઈ ફરિયાદ નોંધાઈ છે.દહેજ માટે રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાની વાત સામે આવી છે,પહેલા પતિ સાથે સમાધાન કર્યુ અને ત્યારબાદ ફરી બબાલ થરૂ થઈ હતી જેને લઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.વર્ષ 2021માં લગ્ન થયા હતા. ત્યાર બાદ તેઓ પોતાના પતિ સાથે સંયુક્ત કુટુંબમાં સાસુ અને દિયર સાથે રહેતા હતા.
પોલીસકર્મી મહિલાને માર પણ માર્યો હતો
આ સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો મહિલા પોલીસને સાસરિયાએ માર પણ માર્યો હતો જેમાં સૌથી વધારે ત્રાસ સાસુ આપતી હતી તેવી વાત સામે આવી છે.રંતુ સાસુ દ્વારા પણ તેમના ઘરે આવીને પોતે વિધવા છે તેથી રૂપિયાની જરૂર હોવાથી દર મહિને પોતાના પગારમાંથી 5000 રૂપિયા આપવા જણાવ્યું હતું. તેમ ન કરતા પતિ અને દિયર દ્વારા પોતાના રહેઠાણ વિસ્તારમાં ફ્લેટ નીચે વાળ ખેંચીને મારઝૂડ કરી હતી અને ગાળા ગાળી કરતા આસપાસના લોકો એકત્ર થતાં પતિ અને દિયર ત્યાંથી નીકળી ગયા હતા.