Ahmedabd: વેજલપુરમાં મધરાતે મકાનમાં ભીષણ આગ, શ્વાસ રૂંધાવાથી અને દાઝી જવાથી બે જીવ હોમાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી કૃષ્ણનગરી રો-હાઉસમાં ગત મોડી રાત્રે આગ લાગવાની એક હૃદયદ્રાવક ઘટના બની છે. આ દુર્ઘટનામાં મકાન નંબર 4 માં રહેતા એક વૃદ્ધા અને બાળકનું ગંભીર રીતે દાઝી જવાથી કરુણ મોત નીપજ્યું છે.
મકાન આગથી એક વૃદ્ધા અને બાળકનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રે અંદાજે 3:00 વાગ્યાની આસપાસ જ્યારે સોસાયટીના રહીશો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક કૃષ્ણનગરી રો-હાઉસના મકાન નંબર 4 માંથી આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરી મચી ગઈ હતી.
આગનું કારણ અકબંધ
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ જીવના જોખમે મકાનમાં ફસાયેલા એક વૃદ્ધા અને એક બાળકને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. બંને ગંભીર હાલતમાં હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે સારવાર દરમિયાન બંનેએ દમ તોડી દીધો હતો. આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે.
આ પણ વાંચો: Gandhinagar: PM મોદીનો ગુજરાત પ્રવાસ, 28 ફેબ્રુઆરીએ સાણંદમાં સેમિકંડક્ટર યુનિટનું કરશે લોકાર્પણ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

