Ahmedabad:સિંગરવાના હુડકો આવાસમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં બે મહિલા દટાઇ

Jun 25, 2025 - 04:30
Ahmedabad:સિંગરવાના હુડકો આવાસમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં બે મહિલા દટાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સિંગરવામાં આવેલ ઇન્દિરા હુડકો આવાસ યોજનામાં એક મકાનની જર્જરિત દીવાલ સોમવારે રાતના 12 વાગ્યાની આસપાસ ધડાકાભેર દિવાલ ધરાશાયી થતાં બે મહિલા કાટમાળ નીચે દટાઇ ગઇ હતી. જેમાં બન્ને મહિલાઓનું ફાયર વિભાગે રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. મહત્વનું છે કે, ચોમાસાની સિઝન શરૂ થતાં વરસાદને કારણે જર્જરિત દીવાલો ધરાશાયી થવાની દરવર્ષે ઘટનાઓ બનતી હોય છે પરંતુ કોર્પોરેશન દ્વારા જર્જરિત મકાનોને સીલ કરવાની કામગીરી કરવામાં આવતી ન હોવાથી નિર્દોષ વ્યકિતઓએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.

ઓઢવ રીંગ રોડથી કઠવાડા જીઆઇડીસી તરફ જવાના માર્ગ પર આવેલ ઇન્દિરા હુડકો આવાસ યોજનામાં સોમવારે મોડી રાત્રે એક મકાનના બીજા માળની જર્જરીત દીવાલ ધડાકાભેર ધરાશાયી થઇ હતી. જેમાં હિનાબેન અને અંજલીબેન ઉપાધ્યાય નામની બે મહિલાઓ કાટમાળ નીચે દટાઇ ગઇ હતી. જેના પગલે આસપાસના લોકો ત્યાં દોડી આવીને ફાયર વિભાગને જાણ કરી હતી. બીજી તરફ, ફાયર વિભાગની બે ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને એક કલાક સુધી કાટમાળ હટાવીને બન્ને મહિલાઓનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ અંગે ફાયર અધિકારીએ જણાવ્યુ કે, મકાનના બીજા માળની દિવાલ ધરાશાયી થતાં પહેલા માળે બન્ને મહિલા પટકાઇ હતી અને તે બન્ને કાટમાળ નીચે દટાઇ ગઇ હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0