Ahmedabadમાં હર્ષ સંઘવીએ કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈ પોલીસ કમિશનર સાથે કરી બેઠક

અમદાવાદ શહેરમાં કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક અમદાવાદમાં બેઠક કરી હતી,ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે CP સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યાં હતા સાથે અમદાવાદ શહેરના તમામ ડીસીપી અને જેસીપી કક્ષાના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. હર્ષ સંઘવીએ મેળવ્યો તાગ અમદાવાદ શહેરમાં કથળેલી પરિસ્થિતિને લઈ હર્ષ સંઘવીએ તાત્કાલિક અમદાવાદ શહેરના ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી છે,આ બેઠકમાં અમદાવાદ શહેરમાં ક્રાઈમની વધતી જતી ઘટનાઓને લઈ તાત્કાલિક સૂચનો પણ કર્યા હતા અને શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુંથી આ અધિકારીઓ પાસેથી માહિતી પણ મેળવી હતી,અમદાવાદ શહેરમાં લાંબા સમયથી ક્રાઈમની ઘટનાઓ વધતી જાય છે અને આ ઘટનાઓ વધુ ના બને તેને લઈ એકશન પ્લાન પણ બનાવવામાં આવ્યો છે તેવી વાત પોલીસના સૂત્રો તરફથી મળી આવી છે. એપ બનાવામાં આવી સુરક્ષા એપમાં દરેક ગુનેગારોનો રેકોર્ડ રાખવામાં આવ્યો છે તેમજ પોલીસકર્મીઓને ફરજિયાત એપનો ઉપયોગ કરવા આદેશ કરાયો છે,સિનિયર સિટીઝનને પણ એપનો ઉપયોગ કરવા રજૂઆત કરાઈ છે,તો શી-ટીમના કર્મચારીઓને વૃદ્ધોના સંપર્કમાં રહેવા આદેશ કરવામાં આવ્યો છે.પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ ટાસ્ક ફોર્સને લઈ ખાસ ધ્યાન રાખશે અને જરૂર મૂજબ સૂચનાઓ પણ આપતા રહેશે,કોઈ પણ પોલીસકર્મી કે જેને આ જવાબદારી સોંપવામાં આવી છે,તે કામગીરીમાંથી છટકી શકશે નહી. અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં થયેલ હત્યા 10 નવેમ્બર 2024 - બોપલમા વિધાર્થીની હત્યા 11 નવેમ્બર 2024 - બોપલમાં જમીન દલાલની હત્યા 16 નવેમ્બર 2024 - એલિસબ્રિજ વિસ્તારમાં શાકના વિક્રેતાની હત્યા 18 નવેમ્બર 2024 - કાગડાપીઠ વિસ્તારમાં હત્યા ડાર્ક પોઈન્ટ પર પોલીસ બજાવશે ફરજ અમદાવાદ શહેર પોલીસ સજ્જ તો છે સાથે વધુ સજ્જ બનશે કેમકે હવે બ્લાઈન્ડ સ્પોટ અને ડાર્ક સ્પોટ પર પોલીસ ફરજ બજાવશે,અમદાવાદમાં ખૂણા-ખાચરામાં ઘણી એવી જગ્યાઓ છે કે જયાં લોકેશન તો શું પણ મોબાઈલના ટાવર પણ આવતા નથી,આવી જગ્યાએ કંઈ બનાવ બને તો ત્યાં સુધી પહોંચવું અઘરૂ બનતું હોય છે.પોલીસે શોધેલા આ ડાર્ક પોઈન્ટ પર શી ટીમની સાથે સ્થાનિક પોલીસ પણ હાજર રહેશ અને ફરજ બજાવશે.આવા સ્પોટ પર પોલીસ કંટ્રોલરૂમની સતત નજર પણ રહેશે. અમદાવાદ પોલીસ સતર્ક મોડ પર શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ તો સજ્જ છે સાથે સાથે 181 અભિયમ ટીમ અને મહિલાની શી ટીમ પણ સારી કામગીરી કરી રહી છે.ત્યારે અમદાવાદ પોલીસના સર્ચમાં સામે આવ્યું છે કે,અમદાવાદ શહેરમાં 150 પોઈન્ટ એવા છે કે જયાં અવાવરૂ જગ્યા છે અને આસપાસ કંઈક જ નથી,બ્લાઈન્ડ સ્પોટ પાસેથી પસાર થતી મહિલાઓને પોલીસ સુરક્ષિત ઘર સુધી પહોંચાડી રહી છે,અને પોલીસ દ્રારા કંટ્રોલ રૂમ ખાતેથી તમામ ગતિવિધીઓ પર નજર રખાશે.

Ahmedabadમાં હર્ષ સંઘવીએ કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈ પોલીસ કમિશનર સાથે કરી બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક અમદાવાદમાં બેઠક કરી હતી,ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે CP સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યાં હતા સાથે અમદાવાદ શહેરના તમામ ડીસીપી અને જેસીપી કક્ષાના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.

હર્ષ સંઘવીએ મેળવ્યો તાગ

અમદાવાદ શહેરમાં કથળેલી પરિસ્થિતિને લઈ હર્ષ સંઘવીએ તાત્કાલિક અમદાવાદ શહેરના ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી છે,આ બેઠકમાં અમદાવાદ શહેરમાં ક્રાઈમની વધતી જતી ઘટનાઓને લઈ તાત્કાલિક સૂચનો પણ કર્યા હતા અને શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુંથી આ અધિકારીઓ પાસેથી માહિતી પણ મેળવી હતી,અમદાવાદ શહેરમાં લાંબા સમયથી ક્રાઈમની ઘટનાઓ વધતી જાય છે અને આ ઘટનાઓ વધુ ના બને તેને લઈ એકશન પ્લાન પણ બનાવવામાં આવ્યો છે તેવી વાત પોલીસના સૂત્રો તરફથી મળી આવી છે.

એપ બનાવામાં આવી

સુરક્ષા એપમાં દરેક ગુનેગારોનો રેકોર્ડ રાખવામાં આવ્યો છે તેમજ પોલીસકર્મીઓને ફરજિયાત એપનો ઉપયોગ કરવા આદેશ કરાયો છે,સિનિયર સિટીઝનને પણ એપનો ઉપયોગ કરવા રજૂઆત કરાઈ છે,તો શી-ટીમના કર્મચારીઓને વૃદ્ધોના સંપર્કમાં રહેવા આદેશ કરવામાં આવ્યો છે.પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ ટાસ્ક ફોર્સને લઈ ખાસ ધ્યાન રાખશે અને જરૂર મૂજબ સૂચનાઓ પણ આપતા રહેશે,કોઈ પણ પોલીસકર્મી કે જેને આ જવાબદારી સોંપવામાં આવી છે,તે કામગીરીમાંથી છટકી શકશે નહી.

અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં થયેલ હત્યા

10 નવેમ્બર 2024 - બોપલમા વિધાર્થીની હત્યા

11 નવેમ્બર 2024 - બોપલમાં જમીન દલાલની હત્યા

16 નવેમ્બર 2024 - એલિસબ્રિજ વિસ્તારમાં શાકના વિક્રેતાની હત્યા

18 નવેમ્બર 2024 - કાગડાપીઠ વિસ્તારમાં હત્યા

ડાર્ક પોઈન્ટ પર પોલીસ બજાવશે ફરજ

અમદાવાદ શહેર પોલીસ સજ્જ તો છે સાથે વધુ સજ્જ બનશે કેમકે હવે બ્લાઈન્ડ સ્પોટ અને ડાર્ક સ્પોટ પર પોલીસ ફરજ બજાવશે,અમદાવાદમાં ખૂણા-ખાચરામાં ઘણી એવી જગ્યાઓ છે કે જયાં લોકેશન તો શું પણ મોબાઈલના ટાવર પણ આવતા નથી,આવી જગ્યાએ કંઈ બનાવ બને તો ત્યાં સુધી પહોંચવું અઘરૂ બનતું હોય છે.પોલીસે શોધેલા આ ડાર્ક પોઈન્ટ પર શી ટીમની સાથે સ્થાનિક પોલીસ પણ હાજર રહેશ અને ફરજ બજાવશે.આવા સ્પોટ પર પોલીસ કંટ્રોલરૂમની સતત નજર પણ રહેશે.

અમદાવાદ પોલીસ સતર્ક મોડ પર

શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ તો સજ્જ છે સાથે સાથે 181 અભિયમ ટીમ અને મહિલાની શી ટીમ પણ સારી કામગીરી કરી રહી છે.ત્યારે અમદાવાદ પોલીસના સર્ચમાં સામે આવ્યું છે કે,અમદાવાદ શહેરમાં 150 પોઈન્ટ એવા છે કે જયાં અવાવરૂ જગ્યા છે અને આસપાસ કંઈક જ નથી,બ્લાઈન્ડ સ્પોટ પાસેથી પસાર થતી મહિલાઓને પોલીસ સુરક્ષિત ઘર સુધી પહોંચાડી રહી છે,અને પોલીસ દ્રારા કંટ્રોલ રૂમ ખાતેથી તમામ ગતિવિધીઓ પર નજર રખાશે.