Ahmedabadમાં દિવાળીના પર્વમાં મીઠાઈ બાદ ડ્રાયફ્રૂટની સૌથી વધુ માંગ, ભાવમાં 30 થી 40 ટકાનો તોતિંગ વધારો

Nov 6, 2026 - 14:00
Ahmedabadમાં દિવાળીના પર્વમાં મીઠાઈ બાદ ડ્રાયફ્રૂટની સૌથી વધુ માંગ, ભાવમાં 30 થી 40 ટકાનો તોતિંગ વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં દિવાળી અને નવા વર્ષના તહેવારોની મોસમમાં પરંપરાગત રીતે ગિફ્ટ આપવા માટે અને ખાવા-પીવામાં મીઠાઈઓ બાદ સૌથી વધુ ખરીદી ડ્રાયફ્રૂટની થતી હોય છે. પરંતુ આ વર્ષે ડ્રાયફ્રૂટ બજારમાંથી એક ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે, જ્યાં વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટના ભાવમાં સીધો 30 થી 40 ટકા સુધીનો જંગી વધારો નોંધાયો છે. મોંઘવારીના આ ભારે વધારાને કારણે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સીધી અસર પડી છે અને તહેવારોની ઉજવણીનું બજેટ ગરબડાયું છે.

ભાવ વધારાની સીધી અસર, દિવાળી જેવો ઉત્સાહ ગાયબ

એક તરફ ભાવ વધ્યા છે તો બીજી તરફ બજારમાં ગ્રાહકોની ખરીદશક્તિ ઘટી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડ્રાયફ્રૂટની કુલ ખરીદીમાં સીધો 50 ટકા જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોની સરખામણીએ અત્યારે બજારમાં થોડીઘણી ઘરાકી સારી જોવા મળી રહી છે, પરંતુ વેપારીઓના જણાવ્યા મુજબ અગાઉના વર્ષો જેવો રોનક અને 'દિવાળી જેવો માહોલ' આ વર્ષે બજારમાં જોવા મળી રહ્યો નથી, જેના કારણે વેપારી વર્ગમાં પણ ચિંતા પ્રસરતી જોવા મળે છે.

Ahmedabad Dry Fruits Price, Diwali Dry Fruits Market

ડ્રાયફ્રૂટના વર્તમાન ભાવની સ્થિતિ

બજારમાં ડ્રાયફ્રૂટના વર્તમાન ભાવ પર નજર કરીએ તો મોટો તફાવત જોવા મળે છે. અગાઉ જે બદામ રૂપિયા 800 પ્રતિ કિલો મળતી હતી તે વધીને હવે રૂપિયા 1200 થઈ ગઈ છે. આ જ રીતે અંજીરના ભાવ રૂપિયા 1200 થી વધીને સીધા રૂપિયા 2000 પર પહોંચી ગયા છે. પિસ્તાના ભાવ રૂપિયા 1400 થી વધીને રૂપિયા 2000, અખરોટ રૂપિયા 600 થી વધીને રૂપિયા 800, જરદાલું રૂપિયા 800 ના સ્તરે સ્થિર છે, જ્યારે કિસમિસ કે દ્રાક્ષના ભાવ રૂપિયા 600 થી વધીને રૂપિયા 800 થયા છે. આ ભાવ વધારાને કારણે ગ્રાહકો હવે ઓછી માત્રામાં ડ્રાયફ્રૂટ ખરીદવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચો : Bomb Threat : હાઈકોર્ટ બાદ હવે CM કાર્યાલય અને સચિવાલય નિશાના પર! બોમ્બની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0