Ahmedabadમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પહેલા જ ભકતોએ શરૂ કરી દીધી તૈયારીઓ

શહેરમાં એક દિવસ પહેલા કૃષ્ણ જન્મોત્સવનો માહોલ સોસાયટીઓમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં ભક્તો થયા લીન લડડુ ગોપાલની સેવા કરતા ભક્તો ઘરે ઘરે ઉજવે છે જન્માષ્ટમી જન્માષ્ટમી પર્વને આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે,ત્યારે જન્માષ્ટમી અગાઉ જ ભકતોએ જન્માષ્ટમી પર્વને લઈ તૈયારીઓ શરૂ કરી છે.માખણ ચોર કહેવતા કૃષ્ણની અલગ અલગ થીમ પર વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.આ વખતે ગોપીઓ જોડેથી માખણ ચોરી કરતા કૃષ્ણની થીમ પર કરાયો છે વિશેષ શણગાર. અલગ-અલગ થીમ પર કરાયો શણગાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની આતુરતાથી રાહ જોવાઈ રહી છે,ત્યારે કૃષણ ભક્તો દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે,અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં રેહતા રહીશોએ જન્માષ્ટમીની વિશેષ તૈયારીઓ કરી છે જેમાં ભગવાનના જીવનની પ્રત્યેક ક્ષણને દર્શાવીને વિશેષ થીમ પર આખી ગોકુળ નગરી બનાવી છે,ભગવાનના જન્મોત્સવ અને કૃષ્ણલીલા ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે. ગોકુલની થીમ પર શણગાર જેમાં ગોકુલમાં માખણચોરની લીલાની થીમ ઉપર સજાવટ કરવામાં આવી છે.નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ તેમની માતા યશોદા મૈયા તેમના પિતા સહિત ગોપીઓ અને ગોવારિયાઓ બનાવામાં આવ્યા છે વિશેષ રીતે કૃષ્ણ ભગવાન માખણ ચોરી કરતા દર્શાવવામાં આવ્યા છે ગોપીઓ જ્યારે માખણ લઈને જાય છે ત્યારે કાનુડો એ માખણ લઇ લે છે અને જો ગોપીઓ માખણના આપે તો મટકી ફોડતા ભગવાન શ્રી કૃષ્ણ દર્શાવ્યા છે. મેઘરજની શાળામાં ઉજવાયો જન્માષ્ટમી પર્વ મેઘરજના ઉમા વિદ્યાલયના બાળકો દ્વારા રાસ ગરબા અને માટકીફોડના પ્રોગ્રામ સાથે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો છે.શ્રાવણ વદ આઠમના રોજ ભગવાન શ્રીકૃષ્ણ જન્મ્યા હતા. તેમની યાદમાં સમગ્ર દેશમાં ભગવાન ક્રિષ્ન જન્મોત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરાય છે. ત્યારે મેઘરજની ઉમા વિદ્યાલયમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રીતે જન્માષ્ટમીની ઉજવણી કરાઈ હતી.  

Ahmedabadમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પહેલા જ ભકતોએ શરૂ કરી દીધી તૈયારીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શહેરમાં એક દિવસ પહેલા કૃષ્ણ જન્મોત્સવનો માહોલ
  • સોસાયટીઓમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં ભક્તો થયા લીન
  • લડડુ ગોપાલની સેવા કરતા ભક્તો ઘરે ઘરે ઉજવે છે જન્માષ્ટમી

જન્માષ્ટમી પર્વને આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે,ત્યારે જન્માષ્ટમી અગાઉ જ ભકતોએ જન્માષ્ટમી પર્વને લઈ તૈયારીઓ શરૂ કરી છે.માખણ ચોર કહેવતા કૃષ્ણની અલગ અલગ થીમ પર વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.આ વખતે ગોપીઓ જોડેથી માખણ ચોરી કરતા કૃષ્ણની થીમ પર કરાયો છે વિશેષ શણગાર.

અલગ-અલગ થીમ પર કરાયો શણગાર

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની આતુરતાથી રાહ જોવાઈ રહી છે,ત્યારે કૃષણ ભક્તો દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે,અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં રેહતા રહીશોએ જન્માષ્ટમીની વિશેષ તૈયારીઓ કરી છે જેમાં ભગવાનના જીવનની પ્રત્યેક ક્ષણને દર્શાવીને વિશેષ થીમ પર આખી ગોકુળ નગરી બનાવી છે,ભગવાનના જન્મોત્સવ અને કૃષ્ણલીલા ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે.


ગોકુલની થીમ પર શણગાર

જેમાં ગોકુલમાં માખણચોરની લીલાની થીમ ઉપર સજાવટ કરવામાં આવી છે.નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ તેમની માતા યશોદા મૈયા તેમના પિતા સહિત ગોપીઓ અને ગોવારિયાઓ બનાવામાં આવ્યા છે વિશેષ રીતે કૃષ્ણ ભગવાન માખણ ચોરી કરતા દર્શાવવામાં આવ્યા છે ગોપીઓ જ્યારે માખણ લઈને જાય છે ત્યારે કાનુડો એ માખણ લઇ લે છે અને જો ગોપીઓ માખણના આપે તો મટકી ફોડતા ભગવાન શ્રી કૃષ્ણ દર્શાવ્યા છે.

મેઘરજની શાળામાં ઉજવાયો જન્માષ્ટમી પર્વ

મેઘરજના ઉમા વિદ્યાલયના બાળકો દ્વારા રાસ ગરબા અને માટકીફોડના પ્રોગ્રામ સાથે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો છે.શ્રાવણ વદ આઠમના રોજ ભગવાન શ્રીકૃષ્ણ જન્મ્યા હતા. તેમની યાદમાં સમગ્ર દેશમાં ભગવાન ક્રિષ્ન જન્મોત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરાય છે. ત્યારે મેઘરજની ઉમા વિદ્યાલયમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રીતે જન્માષ્ટમીની ઉજવણી કરાઈ હતી.