Ahmedabad:મહારાષ્ટ્ર સરકારે માગણીઓ સ્વીકારતાં જરાંગેએ ઉપવાસ તોડયા, જીતનું એલાન

Sep 3, 2025 - 03:30
Ahmedabad:મહારાષ્ટ્ર સરકારે માગણીઓ સ્વીકારતાં જરાંગેએ ઉપવાસ તોડયા, જીતનું એલાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથે દક્ષિણ મુંબઇના આઝાદ મેદાન ખાતે અચોક્કસ મુદતના અનશન પર ઉતરેલા એક્ટિવિસ્ટ મનોજ જરાંગે પાટિલે મંગળવારે અનશનના પાંચમા દિવસે જ્યૂસ પીને ઉપવાસ તોડી જીતનું એલાન કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારે માગણીઓ સ્વીકારી લીધી છે. અમારા માટે દિવાળી આજે છે. મનોજ જરાંગેએ ઉપવાસ તોડયા બાદ તેમને એમ્બ્યુલન્સમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા હતા. જરાંગેએ મરાઠા અને કુનબીને એક જ સમુદાય માનતો મહારાષ્ટ્ર સરકારના મંત્રી, કેબિનેટ સબ-કમિટીના વડા રાધાકૃષ્ણ વિખે પાટિલે આપેલો સરકારી ઠરાવ (જીઆર) સ્વીકારતા ઉપવાસ તોડયા હતા. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આંદોલનમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને વળતરનું અને દેખાવકારો સામેના કેસો ચાલુ મહિનાના અંત સુધીમાં પાછા ખેંચવાનું પણ વચન આપ્યું છે. નોંધનીય છે કે મનોજ જરાંગેના અનશન સાથે આંદોલનમાં હજારો સમર્થકોની ભીડ એકઠી થતાં સમગ્ર મુંબઇમાં ઠેરઠેર ટ્રાફિકજામ સાથે સામાન્ય જનજીવન ખોરવાયું હતું.

મનોજ જરાંગેએ જીતની જાહેરાત કરતા કહ્યું હતું કે કેબિનેટ સબ-કમિટીએ યોગ્યતા ધરાવતા મરાઠીઓને કુનબી જાતિ પ્રમાણપત્ર ઇશ્યૂ કરવા સહિતની તેમની મોટાભાગની માગણીઓ સ્વીકારી છે. સબ-કમિટીએ હૈદરાબાદ ગેઝેટના અમલ માટે સંમત થઈ બાંયધરી આપી હતી કે કુનબી રેકોર્ડ ધરાવતા મરાઠીઓને જરૂરી વેરિફિકેશન બાદ જાતિ પ્રમાણપત્ર ઇશ્યૂ કરાશે. જરાંગેએ એવી પણ પુષ્ટિ કરી કે અનામતની માગણીઓ અંગેના જીઆર તત્કાળ જારી થશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0