Ahmedabadની મહિલાને નોકરી માટે દુબઈ જવું પડ્યું ભારે, કર્યો આપઘાત
અમદાવાદ શહેરના ફતેહવાડી વિસ્તારમાં મહિલાએ કરેલી આત્મહત્યા મામલે દુબઈ અને ઉત્તરપ્રદેશમાં રહેતા 6 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 16 સપ્ટેમ્બરના રોજ મહિલાએ સલ્ફેટની દવા પીને આત્મહત્યા કરી હતી. જે મામલે પતિએ તેના મોબાઈલ અને ડોક્યુમેન્ટ તપાસતા મહિલાએ રેકોર્ડ કરેલા વીડિયો અને સ્યુસાઈડ નોટ મળી આવી હતી.સરખેજ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી જેમાં યુવતીએ દુબઈ અને ઉત્તરપ્રદેશમાં રહેતા અખ્તર, અબ્દુલ ગફાર, ગુલામ યસદાની, જમીલ , ફૈઝાન અને બહીસતુન વિરુદ્ધ આરોપ કર્યા હતા. જેના આધારે સરખેજ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. યુવતી જ્યારે દુબઈ નોકરી માટે ગઈ ત્યારે અખ્તર નામના યુવકે તેના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા હતા. જે રૂપિયા પરત આપી દીધા બાદ પણ તે રૂપિયાની માગણી કરતો હતો. જેથી તે સતત ટેન્શનમાં રહેતી હોવાની વાત કરી હતી. જેથી પોલીસે વધુ તપાસ શરુ કરી છે. મહિલાએ આપઘાત પહેલા લખી સુસાઈડ નોટ યુવતીના મોત બાદ તેના મોબાઈલમાં તપાસ કરતા વીડિયો અને ઓડિયો મળી આવ્યા હતા. જેમાં અખ્તર, તેના પિતા અને ભાઈ પૈસા માટે હેરાન પરેશાન કરતા હોવાની વાત જાણવા મળી હતી. તપાસ દરમિયાન એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં મહિલાએ તેના મોત માટે અખ્તર અને તેના ઘરવાળા જવાબદાર હોવાનું લખ્યું હતું. એટલું જ નહીં મહિલા પાસેથી વિઝાના બહાને 80 હજાર પણ લઈ લીધા હતા અને પાસપોર્ટ પણ લઈ લીધો હતો. માર મારી તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યો હોવાનો આરોપ પણ મહિલાએ લગાવ્યો છે. સાથે જ મહિલાને વેચી દેવાની ધમકી આપી અને આરોપીએ મુંબઈમાં કેટલાય લોકોના મર્ડર કર્યા છે. તમારી ગુજરાત પોલીસ શું કરી લેશે તેવી પણ ધમકી આપી હતી. મહિલાએ ટુકડે ટુકડે તેને રૂપિયા પણ આપ્યા હતા. મહિલાના બેંક એકાઉન્ટમાં તે રૂપિયા પણ મગાવતો હતો. તેના ક્રેડિટ કાર્ડ તેમજ ફોનના પાસવર્ડ સહિતની વિગતો પણ આરોપી પાસે હતી. આમ, મહિલાએ આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય, બધાને સજા થાય જેથી તેઓ બીજા કોઈની સાથે આમ ના કરે તેવી પણ માગણીનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસ તપાસમાં શું ખુલાસા થાય તે જોવું રહ્યું સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી, ત્યારે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આ મામલે મહિલાના પતિએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ પરિવારનો આક્ષેપ છે કે આ કેસના આરોપીને ઝડપી લેવામાં આવે ત્યારે અન્ય ભોગ બનનાર મહિલાઓની વિગતો પણ સામે આવશે. ત્યારે જોવુ એ રહ્યું કે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરના ફતેહવાડી વિસ્તારમાં મહિલાએ કરેલી આત્મહત્યા મામલે દુબઈ અને ઉત્તરપ્રદેશમાં રહેતા 6 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 16 સપ્ટેમ્બરના રોજ મહિલાએ સલ્ફેટની દવા પીને આત્મહત્યા કરી હતી. જે મામલે પતિએ તેના મોબાઈલ અને ડોક્યુમેન્ટ તપાસતા મહિલાએ રેકોર્ડ કરેલા વીડિયો અને સ્યુસાઈડ નોટ મળી આવી હતી.
સરખેજ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
જેમાં યુવતીએ દુબઈ અને ઉત્તરપ્રદેશમાં રહેતા અખ્તર, અબ્દુલ ગફાર, ગુલામ યસદાની, જમીલ , ફૈઝાન અને બહીસતુન વિરુદ્ધ આરોપ કર્યા હતા. જેના આધારે સરખેજ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. યુવતી જ્યારે દુબઈ નોકરી માટે ગઈ ત્યારે અખ્તર નામના યુવકે તેના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા હતા. જે રૂપિયા પરત આપી દીધા બાદ પણ તે રૂપિયાની માગણી કરતો હતો. જેથી તે સતત ટેન્શનમાં રહેતી હોવાની વાત કરી હતી. જેથી પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
મહિલાએ આપઘાત પહેલા લખી સુસાઈડ નોટ
યુવતીના મોત બાદ તેના મોબાઈલમાં તપાસ કરતા વીડિયો અને ઓડિયો મળી આવ્યા હતા. જેમાં અખ્તર, તેના પિતા અને ભાઈ પૈસા માટે હેરાન પરેશાન કરતા હોવાની વાત જાણવા મળી હતી. તપાસ દરમિયાન એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં મહિલાએ તેના મોત માટે અખ્તર અને તેના ઘરવાળા જવાબદાર હોવાનું લખ્યું હતું. એટલું જ નહીં મહિલા પાસેથી વિઝાના બહાને 80 હજાર પણ લઈ લીધા હતા અને પાસપોર્ટ પણ લઈ લીધો હતો. માર મારી તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યો હોવાનો આરોપ પણ મહિલાએ લગાવ્યો છે.
સાથે જ મહિલાને વેચી દેવાની ધમકી આપી અને આરોપીએ મુંબઈમાં કેટલાય લોકોના મર્ડર કર્યા છે. તમારી ગુજરાત પોલીસ શું કરી લેશે તેવી પણ ધમકી આપી હતી. મહિલાએ ટુકડે ટુકડે તેને રૂપિયા પણ આપ્યા હતા. મહિલાના બેંક એકાઉન્ટમાં તે રૂપિયા પણ મગાવતો હતો. તેના ક્રેડિટ કાર્ડ તેમજ ફોનના પાસવર્ડ સહિતની વિગતો પણ આરોપી પાસે હતી. આમ, મહિલાએ આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય, બધાને સજા થાય જેથી તેઓ બીજા કોઈની સાથે આમ ના કરે તેવી પણ માગણીનો ઉલ્લેખ કર્યો હતો.
પોલીસ તપાસમાં શું ખુલાસા થાય તે જોવું રહ્યું
સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી, ત્યારે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આ મામલે મહિલાના પતિએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ પરિવારનો આક્ષેપ છે કે આ કેસના આરોપીને ઝડપી લેવામાં આવે ત્યારે અન્ય ભોગ બનનાર મહિલાઓની વિગતો પણ સામે આવશે. ત્યારે જોવુ એ રહ્યું કે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે.