Ahmedabadના નિકોલમાં સામાન્ય અકસ્માત બાદ કાર ચાલકની દાદાગીરી, વૃદ્ધ પર કાર ચઢાવી દેતા પોલીસ ફરિયાદ

Mar 14, 2026 - 22:00
Ahmedabadના નિકોલમાં સામાન્ય અકસ્માત બાદ કાર ચાલકની દાદાગીરી, વૃદ્ધ પર કાર ચઢાવી દેતા પોલીસ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકના નિયમો અને માનવતાને નેવે મૂકતી એક ઘટના સામે આવી છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડિયાર મંદિર પાસે એક કાર ચાલકે સામાન્ય અકસ્માત જેવી બાબતમાં ઉશ્કેરાઈ જઈને એક વૃદ્ધ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ હિંસક ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સામાન્ય અકસ્માત બાદ બન્યો હતો બનાવ

ખોડિયાર મંદિર પાસે વૃદ્ધ અને કાર ચાલક વચ્ચે વાહન અથડાવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. આક્ષેપ છે કે, કાર ચાલકે આવેશમાં આવીને વૃદ્ધની સુરક્ષાની પરવા કર્યા વગર તેમની પર કાર ચઢાવી દીધી હતી. આ હુમલામાં વૃદ્ધને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. રસ્તા પર બનેલી આ સનસનાટીભરી ઘટનાના દ્રશ્યો જોઈ હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

નિકોલનાં ખોડિયાર મંદિર પાસેનો બનાવ

ઘટના બાદ ટ્રાફિક પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને કાર ચાલકની ઓળખ કરી તેની સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે વધુ પુરાવા એકત્ર કરી રહી છે. રોડ રેજ (Road Rage) ની આવી ઘટનાઓ શહેરમાં વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા આવા બેફામ ચાલકો સામે કડક દાખલો બેસાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0